સલમાન ખાને (Salman Khan) આમ તો રિયલ લાઈફમાં લગ્ન (Marriage) નથી કર્યા પરંતુ રીલ લાઈફમાં તેણે અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મોમાં (Film) લગ્ન...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian women cricket team) બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી હતી. આ સાથે ભારતે 5 મેચની...
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ મંગળવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (between India Bangladesh) ‘મૈત્રી સેતુ’ (maitry setu)નું ઉદ્ઘાટન કર્યું હતું....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (Municipal Corporation) ચૂંટણીમાં ભાજપની 120 બેઠક જીતવાના સપનાને ચકનાચૂર કરી મજબૂત વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવેલા આમ...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સિનેશનમાં ઝડપ વધારવામાં આવી છે. જો કે વેક્સિનની (Vaccination) સ્પીડ વધી...
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી(rahul gandhi)એ પાર્ટીની નીતિઓમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. ભારતીય યુથ કોંગ્રેસ(Indian youth congress)ના નેતાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપી દીધું છે. સીએમ રાવતે આજે બપોરે 4 વાગ્યે રાજભવન પહોંચ્યા બાદ રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. આ...
સુરત: (Surat) ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું...
સુરત: (Surat) દર વર્ષે મહાશિવરાત્રિ (Shivratri) પર્વે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કાળમાં દરેક...
હેન્ડસેટ નિર્માતા મોટોરોલાએ ભારતમાં ગ્રાહકો માટે પોતાનો નવો સ્માર્ટફોન Moto G10 Power લોન્ચ કર્યો છે. મહત્વની સુવિધાઓની વાત કરીએ તો આ બજેટ...
અમદાવાદ : અમદાવાદના ચકચારીત દંપતીની હત્યા (couple murder mystery) કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓ(accused)ની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહામહેનતે...
સુરત: (Surat) સુરત મનપાના અથાક પ્રયાસોથી જેમ તેમ કાબુમાં આવેલા કોરોનાના સંક્રમણને હવે રાજકીય નેતાઓની નફ્ફટાઇ તેમજ સ્કુલ-કોલેજોમાં કોવિડ ગાઇડ લાઇન બાબતે...
સેક્સ રેકેટ ચલાવવાની બાતમી પર હરિયાણાની હાંસી પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો હતો. સ્પા પાર્લરનો નજારો જોઇને પોલીસ હોશ ઉડી ગયો...
સુરત: (Surat) સુરત મનપાના (Surat Municipal Corporation) પદાધિકારીઓનાં નામો નક્કી કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ માત્ર શહેર...
રણબીર કપૂરની કોરોના પોઝિટિવ બાદ ડિરેક્ટર-નિર્માતા સંજય લીલા ભણસાલી પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિગ્દર્શક હાલમાં સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે....
બિહાર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શેખપુરા જિલ્લાના સિવિલ સર્જન તરીકે મૃત ડોક્ટરની નિમણૂક કરવાના મામલે વિધાનસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. રાજદના...
પશ્ચિમ બંગાળ(west Bengal)માં એક તરફ રાજકારણ(politics)માં ઘમાસાણ ચાલી રહ્યું છે, બીજેપી (bjp vs tmc) ટીએમસી બન્ને પક્ષ વચ્ચે ખરખાખરીનો જંગ જામ્યો છે,...
પાન કાર્ડ એક અનન્ય ઓળખ કાર્ડ છે જે તમારા પરમાનેન્ટ એકાઉન્ટ નંબર તરીકે પણ ઓળખાય છે. જેમ તમારા માટે આધારકાર્ડ જરૂરી છે,...
વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ(jaspreet bumrah)નાં લગ્ન આજકાલ ચર્ચામાં છે. ત્યારે હાલ આ સમાચાર વાયરલ થયા છે કે ભારતીય બોલર (Indian...
સુપ્રીમ કોર્ટે (supreme court) સોમવારે પોતાની પત્નીને માર મારનાર વ્યક્તિની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સાસરિયામાં પત્નીને...
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું તમામ સરકારી વેપારી સંસ્થાઓનું ખાનગીકરણ થશે. સરકારે વેપાર કરવાની હવે કોઇ જ જરૂર નથી. લાગે છે કે...
આમ તો પાંચ વર્ષની વયે જ બાળકને શાળામાં મૂકવાની હિમાયત છે. પણ હિમાકત કરીને શહેરોમાં વાલીઓ બાળકને બે વર્ષની વય પછી બાલવાડી,...
દુન્યવી મોહ અને માયાજાળ માંથી મુકત થનાર કોઇ વિરલો જ હોય છે. ત્રિકાળજ્ઞાની ભગવાનની પત્નિ સીતા લાલચવશ લક્ષમણ રેખા ઓળંગવાથી રામાયણનું સર્જન...
60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકયો અને થોડા દિવસ ભિખારીઓને જેલભેગા કર્યા. પછી જેસે...
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર આજે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. નાયબ સીએમ અને નાણાં પ્રધાન મનીષ સિસોદિયાએ ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી....
એક નાનકડું પંખી ચીકણી માટીના કાદવમાં પડ્યું.ઉપર સૂરજનો તાપ હતો, પણ તાપ વચ્ચે આ ચીકણી ભીની માટીનો સ્પર્શ તેને ઠંડક આપવા લાગ્યો...
ફરી ગયો, એટલે કેલેન્ડરમાંથી ફરી ગયો ને, માર્ચ બેઠો..! બાકી પ્રેમઘેલાઓનો પ્રિય માસ એટલે ફેબ્રુઆરી. અનેક ‘ડેઈઝ’ અને વેલેન્ટાઈન જેવાં પ્રેમના લબાચા...
માણસના રોજબરોજના જીવન માટે ઉપયોગી કે આવશ્યક એવા ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોની તંગી એ આજના સમયમાં કોઇ નવી વાત નથી. દુનિયામાં વધારે પડતી...
આયુર્વેદમાં મધને એક દવા માનવામાં આવી છે. કોરોના યુગમાં, આયુષ મંત્રાલયે તેને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરવાનું વર્ણવ્યું છે. બનારસ હિન્દુ...
એક તરફ કોવિડ -19 ની રસી (corona vaccine) આવી ગઈ છે, તો બીજી બાજુ, આ વાયરસથી ચેપના કેસો અટક્યા નથી. હાલમાં જ બોલીવૂડ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.