ભારતીય ટીમ આવતીકાલે અહીં જ્યારે ઇંગ્લેન્ડ સામે બીજી વન ડે રમવા માટે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર મેચ જીતીને સીરિઝમાં અજેય સરસાઇ...
હરિદ્વારમાં કુંભમેળાના સમયગાળાને કોરોના સંક્રમણમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં ઇતિહાસમાં પ્રથમ ઘટાડીને માત્ર એક મહિના કરવામાં આવ્યો છે. તેમજ યાત્રાળુઓ તેમાં ભાગ...
ભારતમાં ફેબ્રુઆરીથી સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે...
દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં દૈનિક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે નવા કોરોના કેસના 80.63 ટકા છે....
ભારતમાં કોરોનાવાયરસના ચેપના નવા કેસો આજે પ૩૪૭૬ નોંધાયા હતા જે આ વર્ષમાં સૌથી ઉંચો આંકડો છે અને આ વર્ષ દરમયાન પ્રથમ વખત...
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ગુરુવારે રૂ. 3700 કરોડથી વધુના કથિત બેંક છેતરપિંડીના કેસોમાં દેશભરમાં ૧૧ શહેરોમાં કુલ 100 સ્થળોએ તલાશી લીધી...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ગરમીમાં વધારો નોંધાયો છે. ગુરુવારે સુરતમાં મહત્તમ તાપમાન (Temperature) 37.9 ડિગ્રી રહેવા પામ્યું...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપી વધી રહ્યું છે. તેવામાં વઘુમાં વઘુ શહેરીજનોને વેક્સિન આપવા બાબતે મનપાએ ધ્યાન કેન્દ્રીત કર્યું...
નવસારી, વલસાડ: (Navsari Valsad) નવસારી શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા 5 કેસ સહિત જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ નોંધાતા જ સોમવારે...
નવસારી: (Navsari) રાજ્યભરમાં ગત 1લી માર્ચથી 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનોને કોરોનાની રસી (Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે નવસારી...
UTTAR PRADESH: યુપીના ઇટાવા જિલ્લાના ચકરનગરમાં 20 વર્ષ કરતા પણ વધુ સમયથી દસ્તાવેજોમાં હેરાફેરી કરી સસરાની પત્ની બની પેન્શન ( PENSION) લેતી...
દિલ્હી : દિલ્હીમાં ગુનાખોરી (Delhi crime) સતત વધી રહી છે. ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બાદ હવે બદમાશો વ્યાપક પ્રમાણમાં ખુલ્લે આમ દિવસોમાં પોલીસ સાથે...
દેશના નાના દુકાનદારો પણ વિદેશી ઓનલાઇન કંપનીઓ સાથે માથું ભીડવા તૈયાર છે. નાના દુકાનદારોની સંસ્થા સીઆઈટી (CAT) એ એક મોબાઇલ એપ્લિકેશન શરૂ...
SURAT : રાજકીય નેતાઓ પ્રસિદ્ધિ ભૂખ્યા હોય છે, તે વાત તો જગજાહેર છે. પરંતુ અમુક એવા કામોની પ્રસિદ્ધિ ખાટવા માટે પણ તરકટ...
કોરોના વાયરસ ( corona virus) સામે લડવા માટે, રસી લીધા પછી પણ માસ્ક પહેરવાનું મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે. 1918 માં સ્પેનિશ ફ્લૂ...
SURAT : શહેરના પાંડેસરા વિસ્તારમાં પરપ્રાંતિય યુવકે રાત્રે અંધારામાં ટ્યુશનથી પરત ઘરે જઈ રહેલી બે બહેનો પૈકી એકનો હાથ પકડી ખેંચી લઈ...
ઉત્તર પ્રદેશના ગોરખપુર ( GORKHPUR) માં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મહારાજગંજથી ગોરખપુર વીઆઈપી ફરજ ( VIP DUTY) પર પહોંચેલા...
ભૂતકાળમાં તત્કાલિન વડાપ્રધાન વાજપેયીના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શિખર વાર્તાઓ થઈ હતી. જોકે, તે સમય બાદ કારગીલ કાંડ થયો અને તેને...
સુરત : સુરતમાં કોરોના(SURAT CORONA)નો અજગરી ભરડો રોજે રોજ વધી રહ્યો છે. ત્યારે સુરત મનપા (SMC) દ્વારા વધુમાં વધુ કોરોના સંક્રમિતોને પકડી...
સુરત: જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોરોનામાં રાજકારણીઓ(POLITICIAN)ની જવાબદારી નક્કી કરવામાં આવી નહીં અને હવે જો સામુહિક કાર્યક્રમો (GROUP FUNCTION)થાય તો સામાન્યજનની જવાબદારીઓ...
GANDHINAGAR : ગુજરાત સહિત દેશમાં કોરોના ( CORONA) આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને...
શ્રીગંગાનગર: રાજસ્થાનના (Rajasthan) શ્રીગંગાનગરથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે. અહીં સુરતગઢ માં અકસ્માતમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે 5...
કડોદ: બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (HIGHER EDUCATION SCHOOL)ના કર્મચારીઓએ, સરકાર દ્વારા ખાતરી અપાયા બાદ પણ બે વર્ષ સુધી પડતર...
SURAT : છેલ્લા ચાર દિવસ દરમિયાન સચીન જીઆઇડીસી, પાંડેસરા, કડોદરા અને પલસાણાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના કામદારોએ લોકડાઉન...
રાજસ્થાનના ( RAJSTHAN) સિરોહી ( SIROHI) જિલ્લામાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ( ACB) ટીમ પિંડવારાના...
સુરત: સુરત શહેર(SURAT CITY)માં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અન્ય હોસ્પિટલોની સાથે મનપાની સ્મીમેરમાં પણ રોજ 50થી પણ વધુ દર્દી(MORE THAN 50)ઓ...
SURAT : પ્રોસેસિંગ ઉદ્યોગના અગ્રણીઓની મધ્યસ્થીની ઓફર વચ્ચે વેપારધારાને લઇ ટ્રેડર્સ અને વિવર્સ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ફોસ્ટાથી દૂર રહી જુદી...
મુંબઈ પોલીસ (MUMBAI POLICE)ના પૂર્વ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વજેને એન્ટિલિયા કેસ(ANTILIA CASE)માં તેમજ મનસુખ હિરેનની હત્યાના કેસમાં ફસાયેલા જોવામાં આવ્યા છે. ખરેખર,...
પૂણે : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની શ્રેણીની બાકીની બે વનડે...
કંગના રનૌત ( KANGNA RANAUT) અગાઉ પણ ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ સામે પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે અને તેથી જ તે આલિયા...
દાહોદ:
દાહોદ જિલ્લાના સંજેલી મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કર્મચારી તથા તેમની સાથેના સ્ટેમ્પ વેન્ડરના હાથે દ્વારા એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂર હોઈ રૂા. પાંચ હજારની લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર મહીસાગર એસીબી પોલીસના હાથે મામલતદાર કચેરી, સંજેલી ખાતેથી રંગહાથ ઝડપાઈ જતાં દાહોદ જિલ્લામાં લોભીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
એક જાગૃત નાગરીકને દારપણાનો દાખલાની જરૂરીયાત હોઈ જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતાં ઓફિસમાં અરજી આપવા જણાવ્યું હતું. આ બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ સોમાભાઈ બારીઆ (રહે. ભામણ, પટેલ ફળિયું, વાસીયા, તા.સંજેલી, જિ.દાહોદ)ને મળતાં તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે મિલ્કત આવેલ હોઈ જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી જાગૃત નાગરિકે અરજી મામલતદાર કચેરી, સંજેલી ખાતે તા.૭.૧૧.૨૦૨૪ના રોજ આપી હતી. ત્યાર બાદ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી તારીખ ૧૧.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતાં તેઓને ઓફીસના કર્મચારીએ જણાવેલ કે, સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ હાજર ન હોઈ અને આવતીકાલે તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ આવશે, તેમ જણાવતાં જેથી જાગૃત નાગરિક તારીખ ૧૨.૧૧.૨૦૨૪ના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંતભાઈ રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં ત્યારે મહેુલ રાજપાલે મોહનભાઈને મોબાઈલ ફોનથી વાતચીત કરી જાગૃત નાગરિક પાસેથી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે આજે પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવ્યું હતું. આ લાંચના નાણાં જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યાે હતો. આ જાણકારી થતાંની સાથે મહીસાગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. તેજાેત અને તેમની ટીમે આજરોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. ત્યારે સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦ની લાંચની માંગણી કરતાં લાંચના નાણાં સ્વીકારતાં સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ ઝડપાઈ ગયાં હતાં અને ત્યાર બાંદ પંચો રૂબરૂ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર મેહુલ ચંન્દ્રકાંત રાજપાલ સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ પકડાઈ ગયો અને મેહુલભાઈ પણ ત્યાર બાદ પકડાઈ ગયો હતો.
આ સંબંધે મહીસાગર એસીબી પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–