દુનિયાભરમાં કોવિડ-૧૯થી હાલ રોજ જેટલા મોત થાય છે તેમાંથી પા ભાગના મોત તો ફક્ત બ્રાઝિલમાં જ થાય છે અને આરોગ્ય નિષ્ણાતો ચેતવણી...
જેમણે ઇ-કોમર્સ કંપનીઓ પર ઇક્વલાઇઝેશન લેવી/ ડિજિટલ સર્વિસ ટેક્સ લાદ્યો છે કે લાદવાનો વિચાર કરી રહ્યા છે તેવા ભારત તથા અન્ય ચોક્કસ...
ગાંધીનગર: (Gandhinagar) ચાંદખેડા જીટીયુ (GTU) અને આઈઆઈટી (IIT) ગાંધીનગરના કેમ્પસમાં કોરોનાના કેસો વધ્યા છે. જેના પગલે આ બંને કેમ્પસ હવે સેનિટાઈઝ કરવામાં...
ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતાં જતાં કેસોના પગલે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકો માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવાનો...
નવસારી: (Navsari) નવસારી સબજેલમાં અલગ-અલગ ગુનાઓમાં પાકા અને કાચા કામના કેદીઓ સજા કાપી રહ્યા છે. જે કેદીઓને મળવા માટે તેમના પરિવારજનો આવતા...
મહિલાઓ માટે જ્વેલરી વગર કોઇ પણ ફંકશન અઘરું ગણવામાં આવે છે. જ્વેલરીમાં પણ દર વર્ષે નવો અને યુનિક ટ્રેન્ડ જોવા મળે છે....
આપણું શરીર કુદરતની અનેક કમાલોનું અદ્ભુત સ્થાયી પ્રદર્શન છે. બ્રહ્માંડની જેમ, માનવદેહનાં કેટલાંય આશ્ચર્યો આજેય વિજ્ઞાનીઓ માટે અણઉકલ્યાં રહ્યાં છે. જીવનની એવી...
સોનેરી ભરતકામ કરેલા સફેદર પાનેતર પર લીલી ચૂદડી ઓઢેલી કન્યા હાથમા વરમાળા લઈ વરરાજાને પહેરાવવાની મથામણ કરી રહી છે અને ૧૫ મિનિટ...
વિશ્વના પ્રખ્યાત શાહી પરિવારમાંના એક બ્રિટનના શાહી પરિવારના (Britain’s royal family) રાજકુંવર પ્રિન્સ હૅરી (Prince Harry) અને તેમનાં પત્ની મેગન માર્કલ પરિવારથી...
નંદિગ્રામ ( NANDIGRAM) માં ભારતીય જનતા પાર્ટી ના નેતા પ્રલય પાલે (PRALAY PAL) શનિવારે સનસનાટીભર્યા દાવો કર્યો હતો. પ્રલય પાલે જણાવ્યું છે...
નવલકથાના કોઇ અનિશ્ચિત, સાહસિક અને રોમેન્ટિક પાત્રની જેમ દીપક બારડોલીકર જીવન જીવી ગયા. આ તો એમનું તખલ્લુસ છે. સુન્ની વહોરા કોમમાં જન્મેલા...
શુક્રવારે મધ્ય પ્રદેશ ( madhay pradesh ) ની રાજધાની ભોપાલમાં ( bhopal) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ભોપાલના કોલાર પોલીસ સ્ટેશનમાં...
જો ઉત્પલ દત્ત હોત તો આ 29મી માર્ચે, એટલે કે કાલે 93 વર્ષના થયા હોત. આયુષ્યનું તો ઠીક છે અને આપણી અપેક્ષાની...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનની એલસીબી પોલીસે (Police) દારૂની (Alcohol) હેરાફેરીના નાસતા ફરતા આરોપીને બદલે રિક્ષાચાલક આરોપીને પકડી પાડ્યો હોવાની વિગતો ચર્ચાનો...
ઉત્સવ વિના, સમૂહમાં ઉજવાતાં પર્વો વિના માણસ જીવી ન શકે. અત્યારના વિશિષ્ટ સંજોગોમાં જો કે રેડ સિગ્નલ લાગેલું છે એટલે સમય વર્તે...
બેંકના નિવૃત્ત અધિકારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે કંપનીઓ સહિત કુલ 8 લોકો સામે 42.81 લાખની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે .આઠાવલિન્સની અશોક...
ટ્રાન્સજેન્ડરનું (Transgender) નામ સાંભળતાની સાથે જ લોકો પોતાના ઘરના દરવાજા બંધ કરી દે છે અથવા તો ઊભા હોય ત્યાંથી બે કદમ દૂર...
બંગાળની ચૂંટણીનું ઘમાસાણ માત્ર બંગાળમાં જ નહીં બલકે દેશભરના અખબારોના પાનાંઓ પર પણ જોવા મળી રહ્યું છે. 27 માર્ચથી બંગાળની ચૂંટણી શરૂ...
સુરત: (Surat) છેલ્લા બે મહિનાથી ટ્રેડર્સ અને વિવર્સ (Traders- Weavers) વચ્ચે વેપારધારાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. તેની અસર ગ્રે કાપડથી લઇ...
સુરત: આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સુરત મનપાના પદાધિકારીઓને આપવામાં આવતી સવલતો અંગે વિરોધ કર્યો હતો. પદાધિકારીઓને જે આઈફોન વાપરવા માટે...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
ભારતમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આધારિત વાહનોથી કઇ સમસ્યા સર્જાય છે? તે બળતણોના દહનથી નિમ્ન વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, નાઇટ્રોજનના ઓકસાઇડો જમા...
સુરત: (Surat) શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ નહી વધે તે માટે અને કોરોનાની પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઈ એસ.ઓ.પી નું પાલન નહી કરી...
સુરતઃ (Surat) હોળાષ્ટકના દિવસો ગરમી માટે જાણીતા કહેવાય છે. જેની અસર સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં જોવા પણ મળી રહી છે. સુરત...
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા(antilia)ની બહારથી જિલેટીનથી ભરેલી સ્કોર્પિયો કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શનિવારે મોટો ખુલાસો કર્યો છે. સીસીટીવી ફૂટેજની...
એક્ટર ડેની ડૅન્ઝપ્પા સાથે મુલાકાત થઇ હતી, તે સમયે ફિલ્મ મેકર બી.આર ચોપડા ઘણી બધી ફિલ્મો બનાવી ચુક્યા હતા અને પોપ્યુલર ફિલ્મ...
સુરત: (Surat) નવસારીથી સુરત આવતી વખતે નશો કરેલી હાલતમાં દ.ગુ.ની જાણીતી અતુલ બેકરીના (Atul Bakery) માલિકની એન્ડેવ્યુઅર કારએ વેસુ ચાર રસ્તા પાસે...
શુક્રવારે ઇઝરાઇલ(ISRAEL)નું માલવાહક વહાણ ગુજરાત(GUJARAT)ના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. તેના પર ગુરુવારે મિસાઇલ (MISSILE) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ભાગ રૂપે, પાંચ જિલ્લાની 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન...
હમણાં હમણાં વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાતાવરણમાં કયા વાયુની મોજૂદગી જોવા મળી? હમણાં આ વિજ્ઞાનીઓને શુક્ર ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીન વાયુની હાજરી જોવા મળી...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.