મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (review meeting) યોજી...
કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો....
સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીયાત્રા એક મહત્વનો પડાવ હતો. ગાંધીજીની દાંડીયાત્રા આમ તો વલસાડ તાલુકાના ધરાસણા સુધી લંબાવાની હતી. પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ...
ભારતીય શૂટિંગ ટીમના કોચ રહી ચૂકેલા સંજય ચક્રવર્તીનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. તેમણે દેશને કેટલાક શૂટર જેમ...
ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના...
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ભયંકર રૂપ ધારણ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની ટીમો કબજો લેશે. તેમજ કેન્દ્ર સરકાર...
પોલીસે છત્તીસગઢના જંગલમાં આજે વધુ ૨૦ જવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે ગત રોજ નક્સલવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા...
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ક્રિકેટ જગતમાં (મહિલાઓ અને પુરુષો) સતત 22 વનડે જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, મેગ લેનિંગ પણ આ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમ, જે અત્યાર સુધીમાં ઘણા ટોચના ખેલાડીઓની હાજરી હોવા છતાં પણ ખિતાબથી વંચિત રહી છે, જરૂરી સંતુલન કરીને...
પ્રીમિયર લીગની 14મી સિઝન દર્શકો વિના 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ કોરોનાના વધતાં કેસોને લીધે બીસીસીઆઇની ચિંતા વધી રહી...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) સોમવારથી વેપારીઓ અને મજૂરોને આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ અને વેક્સિન લીધો હોય તોજ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે...
નવસારી: (Navsari) નવસારી જિલ્લો કોરોનાના ભરડામાં છે. આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં રવિવારે 16 કેસ નોંધાયા હતા....
સુરત: (Surat) શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. શહેરીજનોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્રએ પણ લાલ આંખ કરી છે ત્યારે...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રવિવારે પ્રધાનોની પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો...
સુરત: (Surat) રાંદેર પોલીસે (Rander Police) બાતમીના આધારે બે સ્નેચરોને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક તારક મહેતા (Tarak Mehta) સહિત અનેક...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બજેટની સામાન્ય સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ રદ કરવા પાણી મીટરનાં બિલ રદ કરવા મુદ્દે...
સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન કરવા અટકવતાપોલીસ લોકો ઉશ્કેરાતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો...
ખેડૂત નેતા રાકેશ ટિકેટનું (Rakesh Tikait) ગુજરાત (Gujarat) આગમન થયું છે. ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો છે. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું...
સાપુતારા, નવસારી, ધનોરી નાકા (ગણદેવી) : દ.ગુ.માં વાતાવરણમાં (South Gujarat Atmosphere) ફરી પાછો પલટો આવ્યો છે. વહેલી સવારે ધુમ્મસ છવાતા અને બપોરે...
NEW DELHI : આજે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 93 હજાર 249 નવા દર્દીઓ...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં રોજ અનેકના મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં...
દેશમાં કોરોનાના કેસોમાં ( CORONA CASE) જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા સરકાર તૈયારી કરી રહી છે કે કોવિડ રસી...
સુરત: (Surat) એકબાજુ સુરતમાં કોરોનાનો હાહાકાર ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયારસમાન કોવિડની વેક્સિન (Vaccine)...
સોના (GOLD ) માટે આ અઠવાડિયું ઠીકઠાક રહ્યું. દિલ્હી સરાફા બજારમાં સોનામાં 138 રૂપિયાની નીચી સપાટી સાથે 44113 રૂપિયા સાથે ગુરુવારે 881...
સદીના સુપરસ્ટાર (Bollywood superstar) અને બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ (amitabh bhachchan)...
ANKLESHAVAR : ભરૂચ જિલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના ( CORONA) જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા સ્ટ્રેઇન વાયરસ વધુ ચેપી હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ખાસ...
સુરત: (Surat) આખરે અતુલ વેકરીયાને (atul Vekariya) બચાવવા માટે ઉમરા પોલીસે (Police) કરેલો ખેલ બહાર આવી જ ગયો. કોર્ટ દ્વારા 304 કલમ...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.