મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રવિવારે પ્રધાનોની પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો...
સુરત: (Surat) રાંદેર પોલીસે (Rander Police) બાતમીના આધારે બે સ્નેચરોને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક તારક મહેતા (Tarak Mehta) સહિત અનેક...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બજેટની સામાન્ય સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ રદ કરવા પાણી મીટરનાં બિલ રદ કરવા મુદ્દે...
સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન કરવા અટકવતાપોલીસ લોકો ઉશ્કેરાતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો...
ખેડૂત નેતા રાકેશ ટિકેટનું (Rakesh Tikait) ગુજરાત (Gujarat) આગમન થયું છે. ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો છે. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું...
સાપુતારા, નવસારી, ધનોરી નાકા (ગણદેવી) : દ.ગુ.માં વાતાવરણમાં (South Gujarat Atmosphere) ફરી પાછો પલટો આવ્યો છે. વહેલી સવારે ધુમ્મસ છવાતા અને બપોરે...
NEW DELHI : આજે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 93 હજાર 249 નવા દર્દીઓ...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં રોજ અનેકના મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં...
દેશમાં કોરોનાના કેસોમાં ( CORONA CASE) જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા સરકાર તૈયારી કરી રહી છે કે કોવિડ રસી...
સુરત: (Surat) એકબાજુ સુરતમાં કોરોનાનો હાહાકાર ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયારસમાન કોવિડની વેક્સિન (Vaccine)...
સોના (GOLD ) માટે આ અઠવાડિયું ઠીકઠાક રહ્યું. દિલ્હી સરાફા બજારમાં સોનામાં 138 રૂપિયાની નીચી સપાટી સાથે 44113 રૂપિયા સાથે ગુરુવારે 881...
સદીના સુપરસ્ટાર (Bollywood superstar) અને બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ (amitabh bhachchan)...
ANKLESHAVAR : ભરૂચ જિલ્લામાં સેકન્ડ વેવમાં કોરોના ( CORONA) જાણે કોહરામ મચાવી રહ્યો છે. આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર છેલ્લા 19...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. નવા સ્ટ્રેઇન વાયરસ વધુ ચેપી હોવાથી સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ખાસ...
સુરત: (Surat) આખરે અતુલ વેકરીયાને (atul Vekariya) બચાવવા માટે ઉમરા પોલીસે (Police) કરેલો ખેલ બહાર આવી જ ગયો. કોર્ટ દ્વારા 304 કલમ...
દેશભરમાં કોરોના સંક્રમણ ( CORONA VIRUS ) તેની તીવ્ર ઝડપે વધી રહ્યું છે. કેટલાય રાજ્યોમાં કોરોનાના કહેરના લીધે લોકોના જીવ જઈ રહ્યા...
50 કરોડથી વધુ ફેસબુક વપરાશકારોની અંગત માહિતી લીક થઈ છે. ફેસબુકના લીક થયેલા ડેટામાં ઇમેઇલ સરનામું અને ફોન નંબર સહિતની તમામ વ્યક્તિગત...
કોલકાતા: ચૂંટણી પંચે મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી (West Bengal Assembly Election 2021) ની ફરિયાદ પર પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ...
ગુજરાતના પ્રખ્યાત (famous personality of Gujarat) અને ખૂબ જાણીતા શાયર (poet) ખલિલ ધનતેજવી (khalil dhantejvi)નું દુઃખદ અવસાન થતા સાહિત્ય જગતમાં એક વ્યક્તિ...
વોશિંગટન , યુ.એસ ( U . S ) સંસદ કેપિટલ હિલ નજીક વાહનની જોરદાર ટક્કરને કારણે બે અધિકારીઓ ઘાયલ થયા હતા. આ...
6 એપ્રિલે આસામમાં ત્રીજા તબક્કાના મતદાન છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ તાલુમપુરમાં ચૂંટણી જાહેર સભાને...
એનઆઇએ ( NIA ) એન્ટિલિયા કેસમાં આરોપી સચિન વાજે ( SACHIN VAJE ) વિશે અનેક નવા ઘટસ્ફોટ કરી શકે છે. રાષ્ટ્રીય તપાસ...
કેરળના ફિલ્મ સ્ટાર મોહનલાલે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એલડીએફ, યુડીએફ અને ભાજપના ઉમેદવારોને ટેકો આપ્યો છે. તેમણે ત્રણેય પક્ષના ઉમેદવારો માટે વીડિયો...
ભારતના જાણીતા રોકાણકાર અને ડી-માર્ટના ( D MART ) સ્થાપક રાધાકિશન દમાની ( RADHAKISHAN DAMANI) વિશે મોટા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં...
CHHATTISGARH : છત્તીસગઢના સુકમા-બિજાપુર સરહદ વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ( ENCOUNTER ) થયું હતું. આ એન્કાઉન્ટરમાં પાંચ સૈનિકો...
જબલપુર: મધ્યપ્રદેશ(madhyapradesh)માં સતત વધી રહેલા કોરોના ચેપ (corona case) સાથે, લોકડાઉન પણ ઘણાં જિલ્લાઓમાં આગળ ધપ્યું છે. પરંતુ તે દરમિયાન, વિશ્વના સૌથી મોટા 100...
બોલીવુડમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઘણા સ્ટાર્સ પછી હવે સુપરસ્ટાર અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયે આ...
BARDOLI : સુરત જિલ્લા ભાજપના હોદ્દેદારો સામાન્ય કાર્યકરો સાથે અભદ્ર વર્તન કરતાં હોવાનો ઓડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખે બારડોલી...
સ્કાયડાઇવીંગ કરતી વખતે જાત જાતના સ્ટંટ કરવાનું ચલણ કેટલાક વર્ષોથી પશ્ચિમી દેશોમાં ખૂબ વધી ગયું છે. પરંતુ એક અમેરિકન યુગલે તો આમાં...
કેનેડાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકાનાર છે. તેના વોકવે પર ચાલનાર લોકોને ૪૨૬ ફૂટ ઊંચાઇએથી નીચેની ઉંડી કેન્યોન ખીણના...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.