રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યાંમ છે. જેમાં ગાંધીનગરના કુટીર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સંદિપકુમારની બદલી વિકાસ કમિશનર ગાંધીનગર...
નવી દિલ્હી : કોંગ્રેસે (Congress) આજે માગણી કરી હતી કે રાફેલ (Rafael) સોદામાં સંયુક્ત સંસદીય સમિતિ(JPC) દ્વારા તપાસ કરાવવામાં આવે, તેણે કહ્યું...
ટોકિયો: જાપાન (Japan)ની રાજધાની ટોકિયો (Tokyo)ના પશ્ચિમે આવેલા એક નાના શહેરમાં મકાનોની હરોળ પર કાદવિયા પાણી અને કાટમાળ સાથેનો માટીનો મોટો ઢગલો...
રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. એવા સંકેત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ...
અમેરિકા (America)ના દક્ષિણે આવેલા દેશ મેક્સિકો (Mexico)નજીક દરિયાના પાણીમાં આગ (fire) સળગી ઉઠી હતી અને દરિયામાં ભડકાઓનું એક મોટું વર્તુળ રચાઇ ગયું...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 76 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા,...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા તેના નિયત કાર્યક્રમ યોજાયો લેવામાં આવશે, કોઈપણ સંજોગોમાં પરીક્ષા રદ...
દમણ: (Daman) દમણની ફાર્મા કંપનીએ દિલ્હીની કંપની પાસે પેરાસિટામોલનું રો-મટિરિયલ્સ મંગાવ્યું હતું. જે લેબ ટેસ્ટ કરાયા બાદ ડુપ્લિકેટ (Duplicate medicine) જણાતાં કંપનીએ...
યુપીમાં જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી (UP election)ના પરિણામો (Result) બહાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ 75 માંથી 67 બેઠકો પર વિજય...
ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક જ મહિનામાં ડેમની સપાટીમાં 9.68...
ભારતમાં લદાખ સરહદ વિવાદ(conflict)ને ઉકેલવા માટે બેઠકોના દોર ચાલી રહ્યો છે ત્યારે ચીન દ્વારા સરહદ પર સૈનિકો (Chinese army)નું ઘર્ષણ વધી રહું છે. આ...
નવી દિલ્હી : ભારતીય મહિલા સ્વીમર માના પટેલે ટોક્યો ઓલિમ્પિક્સની ટિકીટ કપાવી છે. સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ જણાવ્યા અનુસાર માના પટેલને...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના ઘરે ભાજપના (BJP) કાર્યકરોએ જઇ ને કર્યો હોબાળો હતો. ગોપાલ ઈટાલીયાની ગેરહાજરીમાં તેમના...
સરકાર (Government OF India) ક્યાં સુધી પેટ્રોલ અને ડિઝલમાં લોકોને લૂંટશે? રોજ સવાર પડે અને પેટ્રોલ-ડિઝલના (Petrol Diesel) ભાવમાં વધારો (price rise)...
પુષ્કરસિંહ ધામી (PUSHKAR SINH DHAMI) ઉત્તરાખંડ (UTTRAKHAND)ના નવા મુખ્ય પ્રધાન (CM)બનશે. શનિવારે દહેરાદૂનમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી...
સુરત: (Surat) ટ્રાફિક નિયમન કરવાને બદલે સુરતની ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા એવા જ આયોજનો કરવામાં આવે છે કે જેને કારણે વાહનચાલકો...
સુરત: (Surat) શહેર ભાજપ દ્વારા ભાજપના સ્થાપક નેતા શ્યામાપ્રસાદ મુખરજીની જયંતિ સપ્તાહની ઉજવણી સાથે લોકો તેમજ કાર્યકરોને કોરોનાના હાઉમાંથી બહાર લાવવા આયોજન...
ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના ( corona virus) ડેલ્ટા વેરિએન્ટને ( delta variant) લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના...
સુરત: (Surat) સરથાણા પોલીસે પાર્લરની (Parlor) આડમાં ચાલતા કૂટણખાનાને (Brothel) પકડી પાડ્યું હતું. પોલીસે પોતાના એક માણસને પાર્લરમાં (Massage parlor) મોકલીને ટ્રેપ...
બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર...
ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી કોવાક્સિન ( covaxin ) ના ત્રીજા ફેઝના ટ્રાયલના...
આ અંકે આપણે જોઇશું કે અન્ય કયાં લક્ષણો દેખાય તો એ અપૂરતા પોષણની નિશાની હોઈ શકે? ઘાને રૂઝ ના આવવી સામાન્ય રીતે...
ODISA : ઓડીશાના ગુનાગાર પાસેથી બોગસ પુરાવા ( BOGUS DOCUMENT) ઉપર એક્ટિવ કરેલા સીમકાર્ડ ( SIMCARD) મંગાવી તેની એક સિમકાર્ડના 200 રૂપિયા...
surat : ભાવનગરમાં ગઇકાલે રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે આંદોલન કરતાં હવે સુરતમાં પણ રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે ચળવણ શરૂ કરી છે. વરાછા હીરાબાગ હરિનંદન...
જીવનમાં ઘણી વાર ઘણું બધું બહુ મોડું સમજાય છે. સહજ ભાવે જોતાં જીવનના ઘણા પ્રસંગો સામાન્ય લાગે છે, પણ જેમ જેમ સમય...
મિત્રો, ગયા અંકમાં આપણે જોયું અને અનુભવીએ પણ છીએ કે વિશ્વ પેનડેમીકમાં બાળકોનો સર્વાંગી વિકાસ ખોરંભે પડયો છે. બાળકો પણ કુટુંબમાં, આજુબાજુમાં...
હાલ બૉલીવુડ ( bollywood) દુનિયામાં કાઈને કઈ માથાકૂટ ચાલી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ સિતારાઓ ઘણી કાયદાકીય ગૂચાવણોમાં અટવાઈ...
વરસાદમાં વરસતો વરસાદ અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી મન મોહી લે છે. તનમન તરબતર કરી દેતી આ મોસમમાં ઘરના ઈન્ટીરિયરમાં પણ થોડો...
કેમ છો? ચોમાસું જામી રહ્યું છે. આપણા જીવનમાં પણ કોઇ ને કોઇ ક્ષણે વિવિધ લાગણીઓનું ચોમાસું જામતું હોય છે. તમારા જીવનને પોષતો...
ટેકનોલોજીની દુનિયામાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં આપણાં લશ્કરના હાથમાં રમકડાં જેવાં ડ્રોન વિમાનો મૂકવામાં આવ્યાં ત્યારે તેનો...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.