રાજ્યનાં ગિરિમથક સાપુતારાના (Saputara) કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી પડ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનાં અનુસરણ માટે જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ પોલીસે (Police)...
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વિના મૂલ્યે તબીબી સારવાર માટેની માં કાર્ડ યોજનાની કામગીરીમાંથી ખાનગી એજન્સીઓને દૂર કરવાના નિર્ણયને 1 મહિનો થવા...
નેત્રંગ ઝંખવાવ રોડ પર પંચાયત વારીગૃહ તેમજ બાગ પાસે કચરાના ઢગલામાં મરેલા મરધા કોઇક ફેંકીને ગયું હતું.જેને જોઈ અહીંથી પસાર થતાં લોકો,સ્વામિનારાયણ...
બારડોલી DYSP કચેરી અને પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ ધમધમી રહેલા વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાજયમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના પગલે જીટીયુના બે વિદ્યાર્થીઓએ એવુ ઈ બાઈક બનાવ્યુ છે કે...
સુરત: (Surat) શહેરમાં મચ્છરોની (Mosquitoes) ઉત્પત્તિ વધી જ રહી છે. જેથી મનપા દ્વારા દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રવિવારે...
ગાંધીનગર: (Gandhinagar) સોમાસાના (Monsoon) પ્રથમ રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસને બ્રેક લાગી ગઈ છે. જેનાપગલે અંદાજિત 25 લાખ હેકચરમાં ખરીફ મોસમનું...
રાજયમાં હવે કોરોના ખતમ થવાની તૈયારીમાં છે. આજે રવિવારે રાજયમાં 70 કેસો નોંધાયા હતા. જયારે સારવાર દરમિાયન રાજયમાં બે દર્દીના મોત થયા...
ગાંધીનગર: (Gandhinagar) સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન (Membership Campaign) દરમિયાન આજે 1000 લોકો જોડાઈ...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan bhagwat) એ રવિવારે કહ્યુ કે, બધા ભારતીયોનું ડીએનએ (DNA) એક છે. તેમણે...
રાજપીપળા: (Rajpipla) તિલકવાડાના મારૂંડીયા ગામમાં ચાલતા જુગારધામ પર નર્મદા એલ.બી.બી.એ (LCB) દરોડો પાડ્યો હતો. જેમાં ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ સહિત 12...
વલસાડ: (Valsad) રાજ્યમાં અનેક સ્થળોએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનો (Gopal Italia) વિરોધ થઈ રહ્યો છે. ઇટાલીયાએ ગાય...
45 વર્ષીય પુષ્કરસિંહ ધામી (Pushkar Singh Dhami) ઉત્તરાખંડના (Uttarakhand) 11 મા મુખ્યમંત્રી (CM) બન્યા છે. રવિવારે સાંજે દહેરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે...
સુરત: (Surat) 23 દિવસથી ગુમ શબાનાની હત્યાનો ગુનો મહિધરપુરા પોલીસે (Police) ઉકેલી નાંખ્યો છે. શબાનાની હત્યા (Murder) તેના જ પ્રેમી (Lover) અને...
સુરત: (Surat) કેટલાક દેશોમાં કોરોનાની સ્થિતિ હાલ પણ ગંભીર હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક દેશોમાં વિમાની સેવા (Flight Service) પર પ્રતિબંધ...
સુરત: (Surat) આમ આદમી પાર્ટીના (AAP) અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ઘરે ભાજપ કાર્યકર્તાઓએ કરેલા હોબાળા બાદ ભાજપ અને આપ પાર્ટી સામસામે આવી ગઈ...
SURAT : છ મહિના પહેલા પતિના અવસાન બાદ 85 વર્ષના વૃદ્ધા સુરતમાં પુત્રોને ત્યાં રહેવા આવ્યા હતા, પરંતુ અહીં પુત્રવધુ અને સંતાનોએ...
કોરોના કેસો ઘટી ગયા હોવા છતાં પણ હજુ કોરોના ત્રીજી લહેરનો ખતરો દેશ પર ઊભો છે, જે માટે દરેક રાજી પોત પોતાની...
દુનિયામાં કોરોના વાઈરસના ( corona virus) નવા ડેલ્ટા વેરિયેન્ટના ( delta variant) ચેપના વધતા ખતરા વચ્ચે અમેરિકામાં આરોગ્ય નિષ્ણાતોએ રસી ( vaccine)...
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ( nitin patel) આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. તેઓ સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત અને...
દેશમાં વધી રહેલી વસ્તીને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં ( supreme court) બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે...
બોલિવૂડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને તેમની પત્ની કિરણ રાવના (Kiran Rao) છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બંનેએ તેમના 15...
ફિલીપાઇનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એએફપીના સુરક્ષાબળોના હવાલેથી દક્ષિણ ફિલીપાઇનમાં લેંડ કરતી વખતે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ...
માઇક્રોસોફ્ટના ( MICROSOFT) સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) ના તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ (Melinda Gates) સાથે છુટાછેડા થઈ ગયા છે. તેમ છતાં...
બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) શનિવારે કહ્યું હતું કે બેઘર અને ભીખ માગનારા લોકોએ પણ કેટલાક કામ કરવા જોઈએ. રાજ્ય સરકાર તેમને...
કોરોનાની ( corona ) બીજી લહેર શાંત ( second wave) થઈ ગઈ છે જ્યારે બીજી બાજુ હવે આટલા લાંબા સમયથી ઘરમાં બંધ...
સુરત: સુરત (Surat) શહેરમાં વેક્સિનેશન સેન્ટરો (Vaccination center) પર હોબાળાનાં દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ ગયાં છે. વેક્સિન માટે શહેરીજનો (Citizens)માં તો...
સુરત: શનિવારે મનપા (SMC) દ્વારા શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો (Hospitals)માં મચ્છરોના બ્રિડિંગ (Mosquito breeding) શોધવા માટે સર્વે (Survey) કરવામાં આવ્યો...
રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત...
રાજ્યના પાંચ આઈએએસ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યાંમ છે. જેમાં ગાંધીનગરના કુટીર અને રૂલર ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી સંદિપકુમારની બદલી વિકાસ કમિશનર ગાંધીનગર...
દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થનાર બ્રિજની કામગીરી મંથર ગતિએ :
કોન્ટ્રાક્ટર દ્વારા 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા,પરંતુ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરામાં ઘણી વખત તંત્રના અણગઢ વહીવટ અને યોગ્ય સંકલનના અભાવે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાની ફરજ પડી છે. ત્યારે, માંજલપુર દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો. પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે. પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા 41 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ છે. આ બ્રિજને 7 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ 5 વર્ષ બાદ પણ બ્રિજ બનીને તૈયાર થયો નથી. જેના કારણે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. બ્રિજની કામગીરીમાં વિલંબ થતા પાલિકા દ્વારા રેલવે પર તમામ જવાબદારી થોપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પાલિકાના કાર્મચારાીઓ રેલવેની કામગીરીને કારણે કામ અટક્યુ હોવાનો બચાવ કરી રહ્યા છે. આ તરફ ચાલબાઝ કોન્ટ્રાક્ટરે પણ બ્રિજ પર લગાવેલા 2022માં કામગીરી પૂર્ણ કરવાના બેનર સિફતતાથી હટાવી લીધા છે. કોઈપણ રીતે જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. રોજ આ માર્ગ પરથી 2 લાખ જેટલા લોકો પસાર થાય છે. 5 વર્ષ પહેલા શરૂ કરાયેલી કામગીરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ પરંતુ કામગીરી હજુ અધ્ધરતાલ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈ જોવાવાળુ નથી. લોકોને અહીંથી અવરજવરમાં અકસ્માતનો પણ ભોગ બનવુ પડે છે, પરંતુ કોન્ટ્રાક્ટર વારે વારે સમય મર્યાદાના બોર્ડ બદલ્યા કરે છે પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો કલાલી, પાદરા અને અટલાદરા તરફ જતા લોકોને ફાયદો થઈ શકે છે .તેમને ફરી ફરીને જવુ ન પડે. લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ તંત્રને કંઈ પડી નથી. માત્ર પૈસાની પડી છે.
બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ બદલાઈ ગયા. પરંતુ, બ્રિજ પૂર્ણ થયો નથી. આસપાસના સ્થાનિકો આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે પણ તેમને તુમાખી સાથે જવાબ આપવામાં આવે છે કે, તમારે જ્યા રજૂઆત કરવી હોય ત્યા કરો. વરિષ્ઠ નાગરિકોનો સીધો આક્ષેપ છે કે, પાલિકાના અધિકારીઓ મંથર ગતિએ બ્રિજની કામગીરી કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષથી કોઈ પ્રગતિ જણાતી નથી. બ્રિજની કામગીરી પૂર્ણ ન થવાને કારણે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. રેલવેની દિવાલ તોડી નાખી હોવાથી રેલવેવાળા જ્યા સુધી કામ પૂર્ણ ન કરે ત્યા સુધી આ કામગીરી પૂર્ણ નહીં થાય. સ્થાનિક કાઉન્સિલરો પણ આવતા નથી.