ફાયર વિભાગે કોમ્પલેક્ષની તમામ દુકાનોના લાઈટ કનેક્શન કપાવ્યા, ભોયરાંમાં આવેલુ જીમ સીલ કરી નાખ્યુ(પ્રતિનિધિ) નડિયાદ, તા.19નડિયાદ નગરપાલિકા અંતર્ગત મીશન રોડ પર આવેલુ...
બેઠકમાં અધ્યક્ષ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા રોગના એકપણ બાળ દર્દી વડોદરામાંથી નથી તેવો દાવો કરાયો પરંતુ બીજી તરફ ગોત્રી વિસ્તારની ચાર વર્ષીય બાળકી...
ગભરાવાની જરૂર નથી,ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવ્યું હોવાની માહિતી : વધુ પાણી આવે તો ઢાઢર નદીની આસપાસના ગામોને અસર થવાની શકયતા :...
સફળ બનેલા આ સુરતીઓની ‘ગુરુ’ચાવી તમારા ગુરુ એ છે જે તમારા જીવનની રાહ બનાવે છે. તમારા જીવનની રાહ કંડારે છે. સંત કબીરે...
કંપનીના જૂના ગ્રાહકોને કામ કરી આપી રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરાવી લીધા. એડવાન્સ ચુકવેલો પગાર પણ પરત નહી કરીને નોકરીમાં રાજીનામુ આપી દીધુ....
તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કો જઈ આવ્યા અને રશિયાના પ્રમુખ પુતિનને મળી આવ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી આનાથી એટલા નારાજ થયા...
એક સમયે સ્વીસ બેન્કો કાળા નાણાંના સંગ્રહ સ્થાન તરીકે દુનિયાભરમાં બદનામ હતી. આજે પણ થોડા અંશે છે જ. સ્વીસ બેન્કો ગોપનીયતાના નામે...
એક દિવસ એક ભક્ત મંદિરમાં આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, ‘પ્રભુ મને સુખ સંપત્તિ આપજે.પ્રભુ મને સૌથી પૈસાદાર શેઠ બનાવજે.પ્રભુ મને...
ભારતના બંધારણ મુજબ કાયદા સમક્ષ દેશનો દરેક નાગરિક સમાન છે. દરેક વ્યક્તિના મૂળભૂત હક સરખા છે. પણ, આ સાથે દેશની બહુવિધતા સન્માનપૂર્વક...
કંઈક બળવાની દુર્ગંધ આવતા જીઈબીએ વીજ જોડાણ કાપ્યું : ફાયર વિભાગ અને બેન્કના અધિકારીએ ઘટના અંગે મૌન સેવ્યું : ( પ્રતિનિધિ )...
ચૂંટણીના કારણે પાછું ઠેલાયેલું દેશનું સામાન્ય બજેટ આ માસની ૨૩ તારીખે રજૂ થશે. અત્યારે કર્મચારી મંડળો સતત માંગ કરી રહ્યા છે કે...
રીમઝીમ વર્ષાની ધાર, સરી જતી નયનરમ્ય સરિતા, પ્રાકૃતિ સૌંદર્યધારક પર્વતો, પ્રવાસનની મઝા દેતાં હિમાચ્છાદિત શિખરો કયારેક ભયાનક સ્વરૂપે પણ જોવાય છે. અતિ...
આજથી થોડાક વર્ષો પહેલા જયારે શહેરોની સીમા વિસ્તરતી હતી ત્યારે અડાજણ ગામની આજુબાજુનો વિસ્તાર પણ વિકાસના પંથે હતો. ઘણી બધી રહેણાકની અને...
વિશ્વમાં આજે બે વર્ષ ઉપરાંતના સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ તથા છ મહિનાથી ચાલતા ઈઝરાયેલ-હમાસ યુધ્ધ તથા તાજેતરમાં નવા ચાલુ થયેલા ઇઝરાયેલ-ઈરાન યુધ્ધના...
આજકાલ શરીરને મસાજ કરી આપવા માટે ‘સ્પા’નો ધંધો ધમધોકાર ચાલે છે. શરીરને મસાજ કરાવવાથી શરીર હલકું, સ્ફૂર્તિમય, તાજગીભર્યું બની જાય છે. જે...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ડોડા જિલ્લામાં 15 જુલાઈના રોજ થયેલા આતંકી હુમલામાં 4 જવાનોના બલિદાન બાદ ગઇકાલે વધુ એક આતંકી...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) હિંસાને કારણે સ્થિતિ અનિયંત્રિત થઇ ગઇ છે. ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરુવારે દેશના સરકારી બ્રોડકાસ્ટરને આગ ચાંપી દીધી...
પોલિટેક્નિક કોલેજના ડીનની ઓફિસમાં તોડફોડ,ઘર્ષણમાં પોલીસ કર્મી સહિત 2ને ઈજા : કોલેજના ડીન ( પ્રિન્સિપાલ ) પર ABVPના વિદ્યાર્થીઓનો બંગડી ફેંકી વિરોધ...
પ્રતિનિધિ વડોદરા તા.18વાઘોડિયા રોડ પર પી જી તરીકે રહેતા બે નાઇજીરિયન યુવકો વચ્ચે તકરાર થઈ હતી. કોઈ હથિયાર વડે હુમલો કરતા એક...
વડોદરા શહેરમાં અવાર નવાર હિટ એન્ડ રનના અને બીજા અકસ્માતો થતાં હોય છે l, ત્યારે અમદાવાદ પાસિં ની કાર લઇ એક મહિલા...
*ગુજરાતમિત્રના 23જૂનના અહેવાલને પગલે શહેરના ગધેડા માર્કેટ ચારરસ્તા પર હવે એલઇડી સિગ્નલ લાઇટની સુવિધા ઉપલબ્ધ* *ટ્રાફિક સિગ્નલ ની આગળ જ લોકોને ટ્રાફિક...
આરોપી અર્જુનને ઝડપી પાડવા પોલીસની દોડધામ વડોદરા જિલ્લાના પાદરા ગામે રહેતા પરિવારની મહિલા પોતાના પિયર ચાણસદ ગમે પોતાની બે વર્ષની બાળકીને લઈ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક રમૂજ પમાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં દર્દીઓ તો મફત સારવાર માટે...
બાંધણી ગામના વૃદ્ધ મધરાતે કોઇને કહ્યા સિવાય ઘરમાંથી નિકળી ગયાં હતાં (પ્રતિનિધિ) પેટલાદ તા.18પેટલાદના સુણાવ ગામ પાસે પુરપાટ ઝડપે જતાં વાહને 80...
તલવાર, લોખંડની પાઇપની પાઇપ સાથે એકબીજા પર તુટી પડ્યાં, વાહનોમાં તોડફોડ કરી (પ્રતિનિધિ) પેટલાદ તા.18પેટલાદના નાર ગામ પાસે ભુંડ પકડતા સરદારજીના બે...
મહુધાનું દંપતી ચકલાસી જતું હતું તે સમયે ખલાડી ગામ પાસે અકસ્માત થયો (પ્રતિનિધિ) નડિયાદ, તા.18 મહુધાના ખલાડી નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જવાની...
પેટલાદ ખાતે કિન્નરોએ એકત્ર થઈ અમદાવાદના કિન્નરોની પજવણી સામે બંડ પોકાર્યો અમદાવાદના કિન્નરો દ્વારા પોલીસને હાથો બનાવી ખોટા ગુના નોંધી ચરોતરના કિન્નરોને...
દાસલવાડા ગામમાં 4 વર્ષના બાળકમાં ચાંદીપુરમના લક્ષણો જોવા મળ્યાં(પ્રતિનિધિ) નડિયાદ, તા.18ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બાનમાં લેનાર ચાંદીપુરમના વારરસનો કહેર ખેડા જિલ્લામાં પગપેસારો...
* *વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા શરદી ખાંસી, શ્વાસોશ્વાસની તકલીફમાં વધારો* (પ્રતિનિધિ) વડોદરા તા. 18 ચોમાસાની ઋતુમાં વડોદરામાં શરુઆતમાં એકાદ બે દિવસના વરસાદ...
હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર દેવકરણભાઈ ગઢવી વચ્ચે આજે ગુરૂવારના રોજ બપોરના દોઢથી...
અંકારા: તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, દક્ષિણ તુર્કીના અંતાલ્યા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેમાં 95 લોકો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અઝીમુથ એરલાઈન્સ દ્વારા સંચાલિત સુખોઈ સુપરજેટ 100 પ્રકારના વિમાને રવિવારે સોચીથી ઉડાન ભરી હતી અને તે 89 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને લઈને જઈ રહ્યું હતું, એમ મંત્રાલયે જણાવ્યું હતું.વિમાન રાત્રે 9:34 વાગ્યે લેન્ડ થયા બાદ પાયલટે ઈમરજન્સી કોલ કર્યો હતો. એરપોર્ટના બચાવ અને અગ્નિશામક જવાનોએ આગને ઝડપથી કાબુમાં લીધી હતી, એમ નિવેદનમાં કહેવાયું હતું.આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
એક ન્યૂઝ વેબસાઈટે પોસ્ટ કરેલા વીડિયોમાં, વિમાનની ડાબી બાજુએથી આગની જ્વાળાઓ નીકળતી દેખાય છે જ્યારે ઇમરજન્સી ક્રૂ વિમાની આગ બુઝાવવાના પ્રયાસ કરી રહ્યા હતા.
મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ દ્વારા વિમાનની બહાર કાઢતા જોવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પોતાનો સામાન સાથે લઇને બહાર આવ્યા હતા. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાનને રનવે પરથી હટાવવાના પ્રયાસો ચાલુ હતા. જ્યારે સૈન્ય દ્વારા ચલાવવામાં આવતા રનવે પરથી વિમાનો પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર આગમનને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું.
ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું
વિલનિઅસ: લિથુઆનિયાની રાજધાની નજીક સોમવારે સવારે ડીએચએલનું એક કાર્ગો વિમાન તૂટી પડયું હતું એને ઘસડાઈને એક ઘરમાં ઘુસી ગયું હતું, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતના કારણની હજુ તપાસ કરાઈ રહી છે.
એક વીડિયોમાં દેખાય છે કે એરપોર્ટની નજીક પહોંચતા વિમાન ઉતરવા માટે નીચે નમ્યું હતું ત્યારબાદ તેમાં વિસ્ફોટ થઈને તેમાં આગ લાગી હતી. આ અકસ્માત ત્યારે થયો છે જ્યારે પશ્ચિમના દેશોના અધિકારીઓ શંકા કરી રહ્યા છે કે રશિયાની ગુપ્તચર સંસ્થા તેમની વિરૂદ્ધ તોડફોડના કૃત્ય કરી રહી છે. લિથુઆનિયાના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે આ અકસ્માતમાં રશિયાની સંડોવણીના એંગલથી પણ તપાસ કરાશે, જો કે તેમણે કહ્યું હતું કે અત્યારે એવા કોઈ પુરાવા મળ્યા નથી.
પોલીસ અધિકારી રેનાટાસ પોઝેલાએ જણાવ્યું હતું કે, ‘તે એરપોર્ટથી થોડાક કિલોમીટર પહેલાં તૂટી પડ્યું હતું, તે થોડાક સો મીટર સુધી સરકી ગયું હતું, તેનો કાટમાળ રહેણાંક મકાન પર પડ્યો હતો. ઘરની આસપાસના માળખામાં આગ લાગી હતી થોડું નુકસાન થયું હતું, પરંતુ અમે લોકોને બહાર કાઢવામાં સફળ થયા હતા.અહેવાલ મુજબ અકસ્માતમાં એક સ્પેનિશ નાગરિકનું મોત થયું હતું જ્યારે 3 અન્ય ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા.વિમાનની ઓળખ જર્મનીના લેઇપઝિગથી આવતા ડીએચએલ કાર્ગો વિમાન તરીકે કરાઈ હતી. અગ્નિશમન દળ સહિત અન્ય ઈમરજન્સી સેવાઓના જવાનો ઘટના સ્થળ પર છે.
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન રનવેથી 1.5 કિલોમીટરથી થોડે દૂર તૂટી પડતાં પહેલાં, લેન્ડિંગ માટે લાઇનમાં ઊભું હતું. સ્થાનિક સમય અનુસાર સવારે 5:30 વાગ્યા પહેલા અકસ્માત થયો હતો, સત્તાવાળાઓએ હજુ અકસ્માતનું કોઈ કારણ આપ્યું નથી. ડીએચએલ ગ્રુપનું મુખ્યમથક જર્મનીના બોનમાં છે ત્યાંથી આ અકસ્માત અંગે કોઈ ટિપ્પણી આવી ન હતી. બોઇંગ 737, 31 વર્ષ જૂનું હતું, જેને નિષ્ણાતો દ્વારા જૂની એરફ્રેમ માનવામાં આવે છે, જો કે કાર્ગો ફ્લાઇટ માટે તે અસામાન્ય નથી.