Latest News

More Posts


ઘરમાલિકે બુમાંબૂમ કરતા તસ્કરો બાઇક લઈને ફરાર

વિસ્તારની પોલીસે ચોરી નથી થઈ તો કમ્પ્લેન કરી કોઈ મતલબ નથી તેમ જણાવ્યું


વડોદરા શહેરના હાલની વારસિયા રીંગરોડ પર સુખ-શાંતિ સોસાયટીમાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

વડોદરામાં શહેરમાં ચોરી અને લૂંટના અનેક બનાવ સામે આવી રહ્યા છે. સાથે જ કેટલા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તસ્કરોનો આતંક વધ્યો છે. દેવામાં વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ સુખ શાંતિ સોસાયટીમાં ઘરના ઉપરના માળે દરવાજો બંધ કરી નીચેના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ બનાવને લઈને રાત્રિ દરમિયાન સમગ્ર વિસ્તારમાં પોલીસ વિભાગના રાત્રી પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. બીજી બાજુ આ મામલે પોલીસ ફરિયાદ માટે પોલીસ વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે ભોગ બનનારે રોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, સવારે 05:30 વાગે ઉપર અમે સુતા હતા. કોઈ આવ્યું હોય એવું અમને લાગતા અમે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે લોકોએ બહારથી અમારો દરવાજો બંધ કરી દીધો હતો. બારીમાંથી જોતા બે ચોર નીચે ઉતરતા જોયા હતા. ત્યાર પછી અમે ચોર ચોર કરીને બૂમો પાડતા તેઓ બાઈક ઉપર બેસી જતા રહ્યા હતા. પોલીસ ફરિયાદ કરી હતી ત્યારે અમારે ત્યાં પીસીઆર વાન આવી હતી. ત્યારે પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ફરિયાદ કરવી હોય તો તમે આવી જાઓ પોલીસ સ્ટેશન. પરંતુ તમારે ત્યાંથી કોઈ નુકસાન નથી થયું તો ખોટો જ પોલીસ કેસ કરી મતલબ નથી તેમ પોલીસ તરફથી ભોગ બનનારને કહેવામાં આવ્યું હતું. જ્યારે અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ અન્ય સ્ટાફે તમને કહ્યું હતું જે પીસીઆર વાનમાં સાહેબ આવ્યા હતા તેઓની ડ્યુટી 2:00 વાગે શરૂ થશે જેથી આપ બે વાગે આવજો. અમને પોલીસનો સહકાર ના મળ્યો એ બદલ અમે દુઃખી છે પોલીસે આ વાતની ગંભીરતા લઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ જો અમારા નીચેના રૂમમાં ઊંઘતા ઘરડા મા બાપ ને મારીને લૂંટ ચલાવી દીધી હોત અને નુકસાન થયું હોત તો એને જવાબદાર કોણ ?

To Top