Vadodara

મોડી રાત્રે તસ્કરોએ 7 મકાનોને નિશાન બનાવ્યા

દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીના 6 મકાનમાં ચોરી,તસ્કરો રોકડ અને ઘરેણાં લઇ ગયા

વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં આવેલ દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીમાં મોડી રાત્રે 6 મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઉદ્યમ મચાવી રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી રૂ. 87,500ની મતાની ચોરી કરી નાસી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એક સમયે એક સાથે 6 મકાનમાં ચોરી થતા સ્થનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો  હતો. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલ દશરથગામમાં નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર વિનુભાઈ પટેલ ખેતી કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત તા. 23 ઓક્ટોબરના રોજ સવારના 8.30 વાગ્યે તેઓ ખેતીકામ કરવા માટે ખેતર પર ગયા હતાં અને ત્યાંથી સાંજે 7.30 વાગ્યે પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ જમી પરવારીને પરિવાર સાથે બીજા માળે સુઈ ગયા હતા. દરમિયાન બીજા દિવસે 24 ઓક્ટોબરના રોજ 7 વાગ્યે નીચે આવી તપાસ કરતા નીચેના રૂમમાં આવેલ કબાટના ખાના ખુલ્લા હતા તેમજ તમામ સર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને તેમાં રાખેલ રોકડ રૂ.30,000 અને 10,000ના ચાંદીના ઘરેણાંની ચોરી થઇ હતી. આ ઉપરાંત તેમની બાજુમાં રહેતા પરેશભાઈ ગોવર્ધનભાઈ પટેલના મકાનનો પણ પાછળનો દરવાજાનો નુકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂ,12,500 અને અને 25,000ના ઘરેણાંની ચોરી કરી નાસી ગયા હતા. તેમજ તેમની સોસાયટીમાં રહેતા જીતેશભાઇ હરિશુંખભાઈ મકવાણાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી તેમના મકનમાં પ્રવેશ કરી રૂ. 4000ની ચોરી કરી ગયા હતા.

જ્યારે તસ્કરોએ તેમની જ સોસિયટીમાં રહેતા જશપાલસિંહ ભગવતસિંહ વાઘેલાના મકાનના દરવાજાનો નકુચો તોડી તેમના મકાનમાં પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તેમજ સોસાયટીમાં જ રહેતા અશોકભાઈ ધીરજલાલ પંચાલના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂ, 4000 અને 2,000ની મતાના ઘરેણાની ચોરી કરી નાસી ગયા હતા. તસ્કરોએ સોસાયટીના અન્ય એક મકાનને પણ નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ દશરથગામની નીલદીપ ત્રીપલેક્ષ સોસાયટીમાં મોડી રાત્રે 6 મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઉદ્યમ મચાવી રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી રૂ. 87,500ની મતાની ચોરી કરી નાસી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એક સમયે એક સાથે 6 મકાનમાં ચોરી થતા સ્થનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો  હતો.

ફતેગંજ વિસ્તારની પૂર્ણિમા સોસાયટીના બંધ ઘરમાંથી રૂા.1.75 લાખની ચોરી

વડોદરા: શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પૂર્ણિમા સોસાયટીના બંધમકાનને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી 1 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાંના ઘરેણાં અને એક કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. 1.75 લાખની મતાની ચોરી કરી નાસી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ચોરીની ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.  શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ દિવ્ય ફ્લેટ સમાજસેવા સોસાયટીમાં રહેતા શર્મીલાબેન સુનિલભાઈ કરવાલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

તેમનું પિયર ફતેગંજ વિસ્તારની પૂર્ણિમા સોસાયટીમાં આવેલ છે. ત્યાં તેમના માતા એકલા રહેતા હતા. જોકે તેમના ભાઈની ઓમાન ખાતે નોકરી હોવાથી માતાની સારસંભાળ રાખવા માટે તે માતાને ઓમાન ખાતે લઇ ગયા હતા. જેથી છેલ્લા 20 દિવસથી માતાના ઘરની સારસંભાળ શર્મીલાબેન રાખતા હતા અને રોજ સવાર  સાંજ બે ટાઈમ પિયરમાં જઇ સાફ સફાઈ કરતા હતા. નિત્યકર્મ પ્રમાણે ગત તા. 23 ઓક્ટોબરના રોજ પણ તેઓ માતાના ઘરે ગયાં હતાં. 

ગત 24 ઓક્ટોબરે શર્મીલાબેનના પતિ તેમની માતાના ઘરે ગયા હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ ઘરમાં સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે તેમણે તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાંથી 1 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાંના ઘરેણાં અને એક કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. 1.75 લાખની મતાની ચોરી થઇ હતી. જેથી તેમણે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top