ફતેપુરા: ફતેપુરા બસસ્ટેન્ડમાં આરસીસી રોડમાં મોટા ખાડાઓ અને સ્ટ્રીટ લાઈટ બંધ છતના પતરા ઉડી ગયા સ્વચ્છતાનો અભાવ બસ સ્ટેશનમાં રેસ્ટ રૂમનો પણ અભાવ નાઇટમાં આવતી બસોના ડ્રાઇવર કંડકટરોને રૂમના અભાવે પડતી મુશ્કેલીઓ ફતેપુરા બસ સ્ટેન્ડ છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફતેપુરા બસ સ્ટેશનની અંદર મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ અમુક કારણોસર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલમાં પડી છે ત્યારે રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
તેમજ બસ સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર તેમજ બહાર નીકળવાના રોડમાં મોટા મોટા ખાડા પડી ગયેલા છે તંત્રની એટલી નિષ્કાળજી છે કે બસો તેના ખાડા ઉપરથી પસાર થાય તો ટાયરની હાલત શું થાય ચાલો સરકારી છે એટલે ચાલે, કોના બાપની દિવાળી ચોમાસા દરમિયાન પણના છતના પતરા ઉડી ગયા હતા હાલ સુધી કોઈ સુનાવણી નથી કંટ્રોલ પોઇન્ટ વાળાનું કહેવું છે કે આમો વારંવાર રજૂઆતો કરીએ છીએ ઉપરથી કોઈ સાંભળતા નથી ફતેપુરા તાલુકો રાજસ્થાન બોર્ડર અડીને આવેલો તાલુકો છે ત્યારે રાજસ્થાનથી તેમજ ગુજરાત થી મોટાભાગના લોકો મજૂરી કામથી બહારગામ જતા હોય છે ત્યારે રાત્રિના સમયે મોટાભાગની બસ પરત ફરતી હોય છે.
ત્યારે વહેલી સવારે બે થી પાંચ ના સમય દરમિયાન બસ બસ સ્ટેશનમાં આવતી હોય છે ત્યારે બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટ ન ચાલતું હોવાથી અંધારું છવાઈ જાય છે ત્યારે બહારથી મજૂરી કામ કરીને આવતા લોકોને અંધારામાં પોતાના જાન માલને નુકસાન થાય કોણ જવાબદાર તદ ઉપરાંત બહારગામ થી આવીને બસ ફતેપુરા બસ સ્ટેશનમાં નાઈટ રહેતા બસ ડ્રાઇવર અને કંડકટરની સુવા માટે એક જ રૂમની વ્યવસ્થા છે જ્યારે રૂમ નાનો હોવાથી મોટી સંખ્યામાં નાઈટ રોકાતી બસોના ડ્રાઇવર કંડકટરની સંખ્યા વધારે હોવાથી ડ્રાઇવર અને કંડકટરને સુવાની તકલીફ પડે છે તો ઉપરથી એ.સી.માં ઊંઘ નારા સાયબો એ ધ્યાન દોરી ઘટતું કરવા ભલામણ છે.