Charchapatra

જમીન પછી હવે અવકાશ પર આક્રમણ

તા. 25-6-2021ના ગુજરાતમિત્રમાં અવકાશમાં પોત પોતાન અવકાશ મથકો બાંધવાની હસાતૂંસી શરૂ નહીં થાય તે વિશ્વના દેશોએ જોવું પડશે. શિર્ષક હેઠળનો તંત્રીલેખ વાંચ્યો. ખૂબ જ વિચારણીય અને અમલ કરણીય છે, તે એક ચેતવણીરૂપ છે. હાલમાં ચીને 340થી 450 કિ.મી. પ્રશ્નથી દૂર અવકાશમાં અવકાશમથક બાંધવા માંડ્યું છે. એના દ્વારા દુનિયા પર એની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઇ મથક વર્ષોથી અવકાશમાં કાર્યરત છે જ. ચીનની જેમ અન્ય દેશો અવકાશમાં હવાઇ મથક બનાવશે તો પૃથ્વીની જેમ અવકાશમાં પણ ભીડ ઊભી થશે. હાલમાં અવકાશમાં નકામા ઉપગ્રહો વગેરેનો કચરો (કાટમાળ) પણ સમસ્યા સર્જવા લાગ્યો છે અને અવકાશ મથક એમાં વધારો કરશે એ નિ:શંક છે.

ચીન એના મિત્ર દેશ પાકિસ્તાનને એના અવકાશ મથકનો ઉપયોગ કરવા દેશે તો ભારત પર મુશ્કેલીના વાદળ છવાશે. આ તંત્રીલેખ ખૂબ જ મહત્ત્વનો છે જે ભવિષ્યમાં આવનારી મુસીબલ જણાવે છે. બીજા દેશોને જોઇએ નહીં તો હૂંસાતૂંસીમાં અવકાશમાં પણ યુધ્ધ થશે અને પૃથ્વીની જેમ અવકાશ પણ પ્રદૂષિત થશે. જમીનની સરહદ દરિયાની સરહદ તો છે હવે અવકાશી સરહદ પણ થશે અને એ માટે યુધ્ધો થશે એ નિ:શંક છે. દરેક દેશોએ ચેતવાની જરૂરી છે. તંત્રીલેખ લખનારને અભિનંદન. નવસારી           – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top