મુંબઈ: રાજ ઠાકરેની (Raj Thakray) પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) મુંબઈમાં (Mumbai) લાઉડસ્પીકર હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) વિવાદને કારણે ચર્ચામાં આવી હતી. હવે પાર્ટીના (Party) પ્રવક્તા ગજાનન કાલેએ (Gajanan Kale) મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર (Tomb) બાબતે નવો વિવાદ છેડ્યો છે. MNS પ્રવક્તા ગજાનન કાલેએ ટ્વીટ (Tweet) કરીને જણાવ્યું હતું કે શિવાજીની (Shivaji) ધરતી (Land) પર ઔરંગઝેબની કબરનું શું કામ છે? આ કબરને તોડી નાંખવી જોઈએ જેથી કોઈ પણ અહીં માથું (Head) નમાવવા ન આવી શકે. તેમણે ઉદ્ઘવ ઠાકરેને ટાંકતા શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અંગે કહ્યું હતું કે ‘માનનીય બાળ ઠાકરેએ પણ આ જ વાત કહી હતી, તમે બાળાસાહેબની (Bala Saheb) વાત સાંભળશો કે નહીં..’
મળતી માહિતી મુજબ 14 મેના રોજ યોજાયેલી જાહેરસભામાં ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને રાજકુમાર હિરાનીની ફિલ્મનો ‘મુન્નાભાઈ’ કહ્યો હતો. સ્પષ્ટતા કરતાં તેઓએ કહ્યું હતું કે ફિલ્મમાં અભિનેતાને જે રીતે મહાત્મા ગાંધીજીનો ફોટો ચારેબાજુ દેખાવા લાગે છે અને મુન્નાભાઈ વિચારવા લાગે છે કે તે મહાત્મા ગાંધી સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના અંતમાં જાણ થાય છે કે આવું કેમિકલ લોચાનાં લીધે થાય. આપણાં ત્યાં પણ આવા ઘણાં મુન્નાભાઈ ફરી રહ્યાં છે.
- રાજ ઠાકરેએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને વસ્તી નિયંત્રણ કાયદો લાવવા સરકારના ઈરાદાને સમર્થન આપ્યું
- ઓવૈસીના ભાઈની ઔરંગઝેબની કબરની મુલાકાત બાદ ઔરંગઝેબની કબરને લઈને વિવાદ છેડાયો
- રાજ ઠાકરે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ પર અડગ છે
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે થોડા દિવસો અગાઉ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર પર ફૂલ ચઢાવ્યા હતા. ઓવૈસીની આ મુલાકાત બાદ ઔરંગઝેબની કબરને લઈને વિવાદ છેડાયો છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ અને તેના વિરુદ્ધ આંદોલન બાદ MNS કાર્યકર્તાઓએ રાજ ઠાકરેને ‘હિંદુ જનનાયક’ માનવા માંડ્યા છે. રાજ ઠાકરે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ પર અડગ છે. રાજ ઠાકરેએ એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાના કેન્દ્ર સરકારના ઈરાદાને પણ સમર્થન આપ્યું છે.