બિહાર: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવની (Lalu Prashad Yadav) પુત્રીએ તેના પિતાની ભાવનાત્મક તસવીરો શેર (Share) કરી છે. લાલુ યાદવને છેલ્લા બે દિવસથી પટનાની (Patna) પારસ હોસ્પિટલમાં (Parsa Hospital) દાખલ કરાયા છે. લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ (Rohini Acharya) સોશિયલ મીડિયા પર તેના પિતાની એક ભાવાત્મક તસવીર શેર કરી તેમના માટે એક ભાવાત્મક પોસ્ટ લખી છે. રોહિણી આચાર્યએ લખ્યું છે કે પપ્પા મારા માટે હિરો છે. કરોડો લોકોની પ્રાર્થના તેમની શક્તિ છે.
લાલુ યાદવ રવિવારે ઘરની સીડીઓ પરથી પડી ગયા હતા. ત્યાર પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ત્યાર પછી સોમવારે સવારે સાડાત્રણ વાગે તેમને પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સોશિય મીડિયા પર બે ફોટા શેર કર્યા છે. જેમાં તે અને મીસા ભારતી પિતા લાલુ યાદવને વીડિયો કોલ કર્યો હતો. જ્યાં તે બંને વીડીયો કોલ પર વાત કરતા રડી રહી છે. આ વીડિયો કોલનો સ્ક્રીન શોટ લઈને ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં રોહિણી આચાર્યએ ફોટા સાથે લખ્યું, ‘મારા હીરો, મારા સપોર્ટ પપ્પા. દરેક મુશ્કેલીનો જેમણે સામનો કર્યો છે, કરોડો લોકોની પ્રાર્થના તેમની શક્તિ છે..
ઉલ્લેખનીય છે કે આજે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD)નો 26મો સ્થાપના દિવસ છે. પરંતુ લાલુ યાદવ હાલમાં હોસ્પિટલમાં છે, જેના કારણે કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં. પાર્ટીના સ્થાપના દિવસ પર માત્ર પાર્ટીનું સભ્યપદ અભિયાન ચલાવવામાં આવશે.
લાલુ યાદવને જમણા ખભામાં ફ્રેક્ચર અને પીઠમાં ઈજાઓ પહોંચી
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ પટનાની પારસ હોસ્પિટલના સર્જિકલ આઈસીયુમાં દાખલ છે. લાલુ રવિવારે રાબડી દેવીના સરકારી ક્વાર્ટર 10 સર્કયુલર રોડવાળા ઘરે સીડી પરથી પડી ગયા હતા. તેમના જમણા ખભામાં ફ્રેક્ચર અને પીઠમાં ઈજા પહોંચી હતી. તેથી તેમને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઘરે પરત ફર્યા હતા, પરંતુ સોમવારે સવારે 3 વાગ્યે તેમની હાલત નાજુક થઈ ગઈ હતી અને તેમને પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે તેમના બે પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી પારસ આખો દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. પારસ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિફ રહમાને જણાવ્યું હતું કે હોસ્પિટલની મલ્ટી ડિસિપ્લિનરી એક્સપર્ટ ટીમ સતત તેમની દેખરેખ કરી રહી છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને એમાં સતત સુધારો થઈ રહ્યો છે.