Gujarat

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાના એંધાણ? કોંગ્રેસના લલિત વસોયા-ભાજપના રાદડિયા એકસાથે દેખાયા

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ (Party) તૈયારીઓ કરી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીમાંથી કોઈ કાર્યકર્તા કે નેતા અન્ય કોઈ પાર્ટીમાં ન જોડાઈ જાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ સમયે કાર્યકર્તાઓ દ્વારા પક્ષપલટો કરી લેવાનો ડર પાર્ટીમાં જોવા મળે છે. કોઈ એક પક્ષના આગેવાનો કોઈ અન્ય પક્ષના આગેવાન સાથે જોવા મળે ત્યારે રાજકારણમાં ગરમાવો આવે છે. ત્યારે ભાજપ (BJP) -કોગ્રેસના (Congress) બે ધારાસભ્યો એકસાથએ જોવા મળતા રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

કોંગ્રેસ નેતા લલિત વસોયા કે જેઓ ભાજપ નેતા જયેશ રાદડિયા સાથે જાવો મળ્યા હતા. ધોરાજીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીમાં પક્ષ અને વિપક્ષના બંને નેતા એક સાથે જોવા મળતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપ નેતા જયેશ રાદડિયા આયોજીત માતાજીની આરતી એકસાથે કરતા જોવા મળ્યા હતા. લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે તાલમાં તાલ મેળવતા દેખાયા હતાં. જો કે આવી ઘટના કોઈ પહેલી વાર નથી બની જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળ્યા ન હોય. આ પહેલા પણ અનેકવાર ભાજપ અને કોંગ્રેસના નેતા અનેકવાર સાથે જોવા મળ્યા હતા. અને તેના કારણે રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે દેખાયા હતા. ઓગસ્ટ મહિનામાં રાજકોય જીલ્લાના ધારોજીના પાટણવાવ ઓસમ ડુંગર પર અમાસના લોકમેળાના લોકાર્પણમાં ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસ ધારાસભ્યો એકસાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવ જોઈ પાર્ટીમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

હું કોંગ્રેસની ટિકિટ પરથી જ ચૂંટણી લડીશ: લલિત વસોયા
તમને જણાવી દઈએ કે રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકો માટે ગઈકાલે દિવસભર કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલુ રહી હતી. જેમાં લલિત વસોયા ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીથી પાર્ટીમાં તર્ક વિતર્ક શરૂ થયા હતા. જો કે બેઠક બાદ લલિત વસોયાએ સેન્સ પ્રક્રિયા મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ‘ધારાસભ્યને કોઈ રજૂઆત ન કરવાની હોવાથી હું ગેરહાજર રહ્યો હતો. હું કોંગ્રેસની ટિકિટ પરથી જ ચૂંટણી લડીશ.’

Most Popular

To Top