ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે. જાણે ગેરકાયદે કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદે કામો કરી રહ્યાં છે. એે માટે અંકલેશ્વર પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ ઘણા સમયથી મહિલાઓનો જુગાર રમવાનો, દારૂનું વેચાણ કરવાનો આંક વધવા પામ્યો છે.
શુક્રવારે અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. એ સમયગાળા દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર વિસ્તારના જિતાલી ગામે નવી નગરી રહેતો સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા પોતાના ઘરની સામે રોડ ઉપર જાહેરમાં આંક ફરકના આંકડા લખી લખાવી રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યો હતો. તે જગ્યા પર રેડ કરી બે મહિલાને જુગારને લગતાં સાધનો તથા રોકડ રૂપિયા મળી કુલ 12,340નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓમાં ગલુબેન પ્રભાતભાઈ વસાવા રહે., જીતાલી નવી નગરી, અંકલેશ્વર, ભરૂચ, સોનલબેન સંજયભાઈ ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે., જીતાલી, નવી નગરી, અંકલેશ્વર, ભરૂચનો સમાવેશ થાય છે. તો સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે.,જીતાલી નવી નગરી, અંકલેશ્વર, ભરૂચ અને ગવો રહે, તાડ ફળિયા, અંકલેશ્વર, તા. અંકલેશ્વર, ભરૂચને વોન્ટેડ જાહેર કર્યા હતા.