બિહાર: દિલ્હીથી (Delhi) મુઝફ્ફરપુર (Muzaffarpur) જઈ રહેલી સપ્તક્રાંતિ એક્સપ્રેસે (Saptikranti Express) ઈમરજન્સી બ્રેક (Emergency Brake) લગાવવી પડી હતી. રેલ્વે ટ્રેક (Railway Track) પર કામ કરતા મજૂરોએ ટ્રેનને સ્પીડમાં આવતી જોઈને ટ્રેક પર થાંભલો છોડી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયા હતા. ટ્રેક પર થાંભલો જોઈને ટ્રેન ડ્રાઈવર પણ ડઘાઈ ગયો હતો. પરંતુ ડ્રાઈવરે સમજદારી દાખવી ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી.
આ ઘટના કુંવરપુર ચિંતામણપુર રેલવે હોલ્ટ પર બની હતી. કુંવરપુર ચિંતામણપુર રેલ્વે હોલ્ટ એ પૂર્વ મધ્ય રેલ્વે ઝોનના સમસ્તીપુર રેલ્વે વિભાગ હેઠળ મુઝફ્ફરપુર-ગોરખપુર મુખ્ય લાઇન પરનું એક હોલ્ટ રેલ્વે સ્ટેશન છે. આ હોલ્ટ પૂર્વ ચંપારણ જિલ્લામાં કુંદિયા, કુંવરપુર ખાતે સ્થિત છે.
અહીં રેલવે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું. રેલવે ટ્રેક પર ડઝનબંધ મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારબાદ મજૂરો અને ટ્રેકમેને દિલ્હીથી મુઝફ્ફરપુર જતી સપ્તક્રાંતિ એક્સપ્રેસનો અવાજ સાંભળ્યો અને ટ્રેન આવતી જોઈને કામદારો ગભરાઈ ગયા હતા. તેઓ ટ્રેક પર પોલ છોડી ભાગી ગયા હતા. ટ્રેનના પાટા પર પોલ પડેલો જોઈ ડ્રાઈવર પણ ગભરાઈ ગયો હતો. થોડી ક્ષણો માટે તેના હોંશ ઉડી ગયો. પરંતું સુજબૂઝ સાથે તેણે ઈમરજન્સી બ્રેક લગાવી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે આ ઘટના બની ત્યારે મુસાફકોને આગ લાગી હોવાની અફવા મળી હતી. આ ત્યારબાદ ગભરાટનું વાતાવરણ પ્રસરી ગયું હતું અને મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા, જેના કારણે ઘણા મુસાફરોને ઈજાઓ પણ થઈ હતી. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે મજૂરો ટ્રેક પર કામ કરી રહ્યા હતા ત્યારે ટ્રેનને આગળ જવા માટે કેવી રીતે લીલી ઝંડી આપવામાં આવી? રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના 11.45ની છે. લગભગ બે કલાક બાદ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ થયું છે. આ ઘટના બાદ રેલવે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રેલ્વે કર્મચારીઓએ ભારે મુશ્કેલીથી ટ્રેનમાંથી ફસાયેલા ટ્રેકને બહાર કાઢ્યો હતો.