National

કમબેક: ટી 20 વર્લ્ડ કપ બાદ કુંબલે બની શકે ટીમ ઇન્ડિયાના કોચ, વધી જશે કોહલીની મુશ્કેલીઓ?

ટીમ ઈન્ડિયા (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો કાર્યકાળ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ (T 20 world cup) બાદ સમાપ્ત થશે. આ પછી BCCI નવા કોચની શોધમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રહી ચૂકેલા અનિલ કુંબલે (Anil kumble) ફરી એકવાર વાપસી કરી શકે છે. 

અહેવાલો અનુસાર, કુંબલેએ મુખ્ય કોચ (Main coach) બનવાની સંમતિ વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, એક સૂત્રએ કહ્યું કે, “આ કોઈ રહસ્ય નથી કે અનિલ કુંબલેએ મુખ્ય કોચ તરીકેના પ્રથમ કાર્યકાળમાં વધુ સારું કામ કર્યું હતું. હવે તે પૂર્વ કેપ્ટન કુંબલે પર નિર્ભર કરે છે કે તે બીજી વખત ટીમ ઇન્ડિયાના કોચ બનશે કે નહીં. અનિલ કુંબલેએ 2017 માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચમાંથી રાજીનામું (Resignation) આપ્યું હતું. તે સમયે ઘણા અહેવાલો હતા કે કેપ્ટન વિરાટ અને કોચ કુંબલે વચ્ચે અણબનાવ છે. જે બાદ BCCI એ રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યા. હવે ટી 20 વર્લ્ડ કપ 2021 પછી રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 

કુંબલેના કાર્યકાળમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું

2016 માં  અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા 2017 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. જોકે ભારતને ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ, જો આપણે કુંબલેની વાત કરીએ, તો તે હાલમાં આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના મુખ્ય કોચ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI એ કુંબલેનો સંપર્ક કરતા પહેલા શ્રીલંકાના મહેલા જયવર્દનેનો સંપર્ક કર્યો હતો. 

કોહલીએ ટી 20 આંતરરાષ્ટ્રીયની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં ટી 20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા ટી 20 વર્લ્ડકપ બાદ તે ટી 20 ની કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ અને શાસ્ત્રીની જુગલબંધી જાણીતી છે. 2017 માં જ્યારે શાસ્ત્રીને ભારતના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા ત્યારે તેમને વિરાટ કોહલીએ પણ ટેકો આપ્યો હતો.  રવિ શાસ્ત્રી ICC T20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી શકે છે. 

એક ઈન્ટરવ્યુમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે મેં બધું જ હાંસલ કરી લીધું છે, ટેસ્ટ રેન્કમાં ભારતનું લાંબા ગાળાનું નંબર વન સ્થાન, કોચ તરીકે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતવી, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતવી, તે ઘણું બધું છે મારી માટે. 

Most Popular

To Top