વડોદરા: શહેરના રાવપુરા રોડ પર આવેલી દુલીરામ પેડા વાળાની સામે વિશાળ મિલકત કુમાર શાળા નંબર એકને પાલિકાએ રોડ શાખાની ઓફીસ બનાવી દીધી છે. પાલિકાએ રોડ શાખાની કમાણી કરી આપતી કચેરી બનાવી. સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ક્ષેત્રે ખૂબ જ યોગદાન આપ્યું હતું ઘણી શાળાઓ ના લોકોને અર્પણ કરી હતી. સ્કૂલ અને કોલેજના તમામ ગાયકવાડી બિલ્ડીંગ હેરિટેજ લુકવાળા છે. બહારના ટુરિસ્ટ જ્યારે આવે છે ત્યારે જૂની ડિઝાઇન વાળા આ બિલ્ડિંગમાં જોઈને ખૂબ આકર્ષાય છે.
જ્યારે ગાયકવાડી સ્ટેટ માં બનાવવામાં આવેલી બે કુમાર શાળા જેમાં એક કુમાર શાળા વડોદરા શહેરમાં બનાવવામાં આવેલી છે. જેને મહાનગરપાલિકાએ રોડ શાખામાં તબદીલ કરીને કમાઉ કરતી કચેરી બનાવી દેવામાં આવી છે જ્યારે બીજી કુમાર શાળા મહેસાણાના વડનગરમાં બનાવવામાં આવેલી છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂલમાં તેમનો અભ્યાસ કર્યો હતો તે કુમાર શાળાને 100 વર્ષ પૂર્ણ થતા શાળાને નવા રંગરૂપ સાથે લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તો શહેરના શાસકો શું કરી રહ્યા છે તેવો સવાલ સ્કૂલ ભણેલા પૂર્વ વિધાર્થીઓને આવી રહ્યો છે.
કુમાર શાળા નંબર 1 જે રાવપુરા વિસ્તારમાં આવેલી છે એક સ્કૂલમાં પણ આઈ જી પટેલ જે રિઝર્વ બેન્કના ગવર્નર હતા પૂર્વ આરોગ્ય મંત્રી ઠાકોરભાઈ પટેલ પણ આ સ્કૂલમાં ભણ્યા છે. ડોક્ટર ,વકીલ, સીએ જેવા નામાંકિત વ્યક્તિઓ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. જો વડનગરમાં ગાયકવાડી શાસનમાં બનાવવામાં આવેલી કુમાર શાળાને નવા રૂપરંગ આપી શકતી હોય તો વડોદરા શહેરમાં ગાયકવાડી શાસનમાં બનાવવામાં આવેલી કુમાર શાળા નંબર એક ને પણ સ્કૂલમાં તબદીલ કરવી જોઈએ જે લોકો એ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને કેટલીક યાદો પણ આ સ્કુલો સાથે જોડાયેલી છે.
શાળાને ફરીથી બાળકો માટે શરૂ કરી શકાય
કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે , તેમના વંશ, જણાવ્યું હતું કે ખૂબ દુઃખ થાય છે કે સુવર્ણ યુગ માં બનાવેલી કુમાર શાળા ને પાલિકાએ તેને રોડ શાખા બનાવીને ભ્રષ્ટાચારની કચેરી બનાવી દીધી છે.હેરિટેજ તરીકે વિકસાવી ને આઈડિ સ્કૂલ બનાવી જોઈએ.ભાજપ સરકાર એક તરફી નિર્ણય કરે છે,ગાયકવાડી સ્ટેટ ની કુમાર શાળા નંબર એક જે બનાવવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ત્યાં આવીને ભણી શકે જો કે જ્યારે ગાયકવાડી સ્ટેટ મહેસાણાના વડનગર ખાતે કુમાર શાળા નંબર એક બનાવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અભ્યાસ કર્યો હતા તે સ્કૂલ ને નવા રંગરૂપ સાથે લોકાર્પણ કરવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે તો વડોદરાનું શાસક રાવપુરા વિસ્તારમાં આવેલ કુમાર શાળા નંબર એકને ફરીથી કેમ બાળકો માટે ચાલુ ના કરી શકે. રોડ ઓફીસ તો કોઈપણ વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. બાળકોને શિક્ષણ મળે તે હેતુ પૂર્ણ કરવામાં આવતો નથી.પાલિકાના સત્તાધીશોને આ બિલ્ડિંગની કદર નથી.