કોસંબા એ દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ કેન્દ્રને લાગીને પૂર્વમાં એવું કોઈ બીજું આવી સુવિધાવાળું નગર ૨૦ કિ.મી. અંતર સુધીમાં આવેલું નથી. પૂર્વ છેડા તરફથી આગળ જતાં ઉમરવાડાના જંગલ વિસ્તાર આવે છે. જેથી આ વિસ્તારમાં વસતા લોકો જીવન જરૂરિયાત–વાહન વ્યવહાર તેમજ બીજી અન્ય સુવિધાઓ માટે કોસંબા ઉપર જ અવલંબે છે. સદર ગામની સીમની બાજુમાંથી ઉકાઈ ડાબા કાંઠાની નહેર પસાર થાય છે.
કોસંબા એ મુંબઈ–અમદાવાદ રેલવે લાઈન પરનું મધ્યમ કક્ષાનું રેલવે સ્ટેશન છે. જ્યાં લોકલ તથા એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનો ઉપયોગ આજુબાજુનાં ગામડાંના લોકો કરે છે. જેથી રેલવેની દૃષ્ટિએ કોસંબા-માંગરોળ તાલુકા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ મુંબઈ–અમદાવાદ તેમજ કોસંબા–માંગરોળ–ઉમરપાડાનો મુખ્ય જિલ્લા માર્ગ પણ આ ગામની હદમાંથી જ પસાર થાય છે. જેથી વાહન વ્યવહાર માટે ઘણી સારી સવલતો મળે છે. તેમજ અન્ય ગામ રસ્તાથી આજુબાજુનાં ગામડાં સાથે સારો સંપર્ક રહે છે.
આ ગામ તાલુકાનું વડુંમથક નથી. છતાં પણ એની અગત્યતા તાલુકામાં સૌથી વધારે છે અને સરકારી ખાતાઓની ઘણી કચેરીઓ આવેલી છે. વધુમાં સાગબારા–ઉમરપાડાનાં જંગલોની લાકડાંની પેદાશ તેમજ અન્ય જંગલ ઉત્પાદનનું વહન પણ અહીંથી થાય છે. કોસંબામાં સરકારી કચેરીઓ પણ આવેલી છે. જે તેના વિકાસની પ્રતીતિ કરાવે છે. આ હકીકત ધ્યાને લઈ સદર શહેરનો વિકાસ પ્રગતિના માર્ગે આગળ વધે અને વધતી વસતી માટે પાયાની સવલતો અને વિકાસની તકો ઉપલબ્ધ કરવા નગર આયોજન વિવિધ પાસાં લક્ષમાં રાખી કરવું જરૂરી છે.
કોસંબાનો વિસ્તાર ગાઢ જંગલનો વિસ્તાર હતો. ઉત્તરે એ કલેશ્વર અને દક્ષિણે સુરત સુધીનો સંપૂર્ણ વિસ્તાર જંગલ વિસ્તાર હતો. આ જંગલ વિસ્તારમાં અસલમાં ઠાકરનું રાજ હતું. કોસંબા વિસ્તાર એ ઠાકરોનું ગામ હતું. અને સદ૨ ઠાકરને દાયજામાં મળેલ હતું એવું જાણવા મળે છે. કોસંબાનો વિસ્તાર ઠાકોરના કુટુંબને દાયજામાં મળ્યું હોવાથી ત્યાં ગામ વસાવવામાં આવેલું હતું અને ત્યારથી કોસંબાના ઈતિહાસની શરૂઆત થઈ હોય એવું જણાય છે. આ બનાવો આજથી આશરે ૧૫૦થી ૨૦૦ વર્ષ પહેલાંના હોય એવું જણાય છે.
બાદ આ વિસ્તારમાંથી બી.બી.એન્ડ સીઆઈની રેલવે લાઈન મુંબઈ–સુરત–વડોદરા નાંખવામાં આવી હતી. ત્યારે વાપી અને પાનોલી વચ્ચેની એકવડો માર્ગ (સિંગલ ટ્રેક) લોકો માટે ૧૮૬૦થી ૧૮૬૪માં તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ ડબલ લાઈનનું કામકાજ ૧૮૬૭થી ૧૯૭૨માં પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારથી કોસંબાનો વિસ્તાર રેલવે દ્વારા દેશના બીજા ભાગ સાથે જોડાયો હતો. જ્યારે કોસંબા-ઝંખવાવ-ઉમરપાડાનો વિસ્તાર ૧૯૧૨થી નેરોગેજ રેલવે દ્વારા રેલવેમાં જોડાયો હતો. સને-૧૯૧૨માં કોસંબા–ઝંખવાવનું રેલવેથી જોડાણ થયું અને ૧૯૨૯માં ઝંખવાવથી ઉમરપાડાનું જોડાણ થયું હતું. આ રેલવે ભૂતકાળમાં જ વી.એસ.રેલવે તરીકે ઓળખાતી હતી. જેની કુલ લંબાઈ ૩૮.૨૫ માઈલની થાય છે. સદર રેલવે લાઈન નાંખવાનું પ્રયોજન તો ફક્ત જંગલ વિસ્તારમાંથી જંગલ પેદાશ અને લાકડાઓ દેશના બીજા ભાગમાં લઈ જવાનો જ ઉદ્દેશ હતો.
સદર વિસ્તારની જમીન કાળી છે. જે કપાસ અને મગફળી માટે ઘણી જ અનુકૂળ છે. જમીનની ફળદ્રુપતાના કારણે અને સારી જાતના કપાસના ઉત્પાદનના કારણે ૧૯૩૦માં નવન વાનરિયા જીનિંગ મિલ અસ્તિત્વમાં આવી હતી. ત્યાર બાદ મોતીરામ રાઘવજી એન્ડ સન્સની પેઢીની ૧૯૩૯માં સદર વિસ્તારમાં સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી અસ્તિત્વમાં આવી હતી. હાલમાં ત્યાં ફકત સહકારી જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી અસ્તિત્વમાં છે.
૧૯૩૯–૧૯૪૧માં થયેલી બીજા વિશ્વયુદ્ધ બાદ આ કોસંબા વિસ્તારનો વિકાસ શરૂ થયો, જે ૧૯૫૨ સુધી સાધારણ જ હતો. જ્યારે ૧૯૫૨માં વડોદરાના રાજ્યનું ભારત સંઘમાં સાથે વિલિનીકરણ થયા બાદ કોસંબાના વિસ્તારનું વહીવટી સંચાલન સ્થાનિક પંચાયતના હસ્તક આવ્યું હતું. ત્યારબાદ વિકાસને ઘણો જ પ્રવેગ મળ્યો છે. પ્રથમ પુનરાવર્તિત વિકાસ યોજનામાં સિટી સરવે વિસ્તારમાં રહેણાક વિસ્તાર અને વાણીજ્ય વિસ્તાર સૂચવવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં મહદઅંશે વિકાસ થઈ ગયો છે. કાજીપાર્ક, કોસ ૨ પાર્ક, ફ્લોરા પાર્ક જેવી સોસાયટીઓ તથા ગ્રીન એપાર્ટમેન્ટ, હેપી હાઈટ્સ જેવા હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, એન્જિનિયરિંગ કોલેજ બનેલી છે તથા સ્ટેશન વિસ્તારની આસપાસ તરસાડી ગામની હદ પાસે શોપિંગ સેન્ટર, કોમ્પ્લેક્સો બની ગયાં છે.
- પાણી યોજના
કોસંબા નગર પંચાયત પાસે પોતાનું જૂદું વારિગૃહ છે. જે 1968-69થી હસ્તીમાં આવ્યું હતું. છતાં પણ આ ગામ સ્વતંત્રતા પહેલાં ગાયકવાડના રાજ્યમાં હતું, ત્યારે ગાયકવાડ સરકાર તરફથી પીવાના પાણીની સુવિધાઓ માટે વારિગૃહ બાંધવામાં આવેલું હતું. કોસંબા ગામની જનતાને પાણીની સુવિધા ભૂગર્ભ જળ બોરવેલ કરી પમ્પિંગમાં સંપથી ભેગું કરી ટાંકી ઉપર ચડાવી પાઈપ લાઈન દ્વારા વિતરણ કરવામાં આવે છે. ગામમાં નળની સંખ્યા 4000 છે.
- આગોતરા આયોજનને કારણે રસ્તાની સુવિધા ઊભી થઈ
રસ્તાની સુવિધામાં જોતા અગાઉના આયોજનના કારણે નગરમાં પહોળા રસ્તા જોવા મળે છે. કોસંબામાં પાકા રસ્તાની સારી સુવિધા છે. બહારના રસ્તાઓમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ મુંબઈ – | અમદાવાદ એ પુર્વ હદમાંથી પસાર થાય છે, તે દક્ષિણ તરફ ના શહેરો તેમજ નગરો જેવા કે સુરત, નવસારી, વલસાડ, મુંબઈ તેમજ ઉત્તરે અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, વડોદરા, અમદાવાદ તરફ આવવા જવા માટેના મુખ્ય માર્ગની સુવિધા મળી રહે છે. અન્ય જિલ્લા માર્ગ કોસંબા– માંગરોળને જોડતો પાકો રસ્તો છે. સદર રસ્તાનો ઉપયોગ મુખ્યત્વે માંગરોળ જવા માટે તેમજ નેશનલ હાઈવેથી કિમ થઈ સુરત જવા માટે નાગરિકો દવારા કરવામાં આવેલ છે. સુરત તરફ હાઈવેથી જવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો હાલમાં પાકો ઉપલબ્ધ નથી. જેથી નાગરિકોને આશરે ચાર કિ.મી. જેટલું વધારાનું અંતર કાપવું પડે છે. મોજે પીલુઠાના સીમાડા પાસે નેશનલ હાઈવે ને જોડતા એક રસ્તાની જરૂરીયાત જણાય છે. બીજા અન્ય રસ્તાઓમાં કોસંબાથી મહુવેજ જતા બે પાકા રોડ આવેલ છે. જે અંકલેશ્વર ભરૂચ જવા માટે કોસંબાને નેશનલ હાઈવે સાથે નજીકથી જોડે છે. જેથી ઉત્તર ભાગના કનેકશન માટે કોઈ મુશ્કેલી નથી. પશ્ચિમ તરફના લાગુ ગામોને જોડતા રસ્તાઓ રેલ્વે લાઈન બાદ તરસાડી ગામમાંથી પસાર થાય છે. જે થકી કોસંબા – કિમ | સુરત, કોસંબા – ખરચ– સાહેલ – ઓલપાડ – સુરત, કોસંબા – હાંસોટ, કોસંબા– તરસાડી –હથુરણ ગામને જોડતા અન્ય રસ્તાઓ આવેલ છે. કોસંબા – તરસાડી – ખરચ રસ્તા ઉપર હાલમાં રેલ્વેનો ઓવર બ્રિજ બનાવવામાં આવી રહેલ છે, જેથી રેલ્વે ફાટકની કોસંબા, તરસાડીના નગરજનોની સમસ્યાનો નો અંત આવશે. અને બંને સત્તામંડળના વિસ્તારો રેલ્વે લાઈનની મુશ્કેલીના કારણે એકરૂપ રીતે વિકાસ પામી શકતા ન હતા, તેમાં હવેના ભવિષ્યમાં ઝડપ આવશે.
- વાહન વ્યવહાર
કોસંબા રાજ્યનાં વિવિધ શહેરો નગરો સાથે નેશનલ હાઈવે નં.૮ ના રોડ માર્ગેથી સંકળાયેલ છે. કોસંબા નગ૨માં આંતરરાજ્ય તથા રાજ્યનાં અન્ય શહેરોની બસની સગવડ નેશનલ હાઈવેથી પ્રાપ્ત થાય છે. નેશનલ હાઈવે પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. કોસંબાથી માંગરોળ, ઝઘડિયા, ઈલાવ, હાંસોટ વગેરે સ્થળો સીધા બસ વ્યવહારથી સંકળાયેલાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સિવાય ઓટો રિક્ષા તથા અન્ય ખાનગી વાહનો પણ વાહન વ્યવહારમાં સંકળાયેલાં છે. આમ, કોસંબામાં રાજ્ય માર્ગ પરિવહન નિગમની ઘણી સુવિધા ઉપલબ્ધ છે.
જાહેર અને સાર્વજનિક સવલતો
કોસંબા ગામમાં બસ સ્ટેશન, સસ્તા અનાજની દુકાન, વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લિ. દૂધ મંડળી, પાકા રોડ, શૌચાલય, ધર્મશાળા, સ્ટ્રીટ લાઈટની જાહેર અને સાર્વજનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. મહુવેજ રોડ ઉપર આવેલા તળાવને ઊંડું કરી તેના વિકાસ માટેના પ્રયત્નો સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક પૌરાણીક વાવ આવેલી છે, જેની બાજુમાં બગીચો છે.
- કોસંબા નગરનો ગામતળ વિસ્તાર
કોસંબા નગરમાં ગામતળનું ક્ષેત્રફળ ૦૯.૪૮૧૧ હેક્ટર છે. કોસંબાનો ગ્રામ વિસ્તાર સાધારણ રીતે સપાટ કહી શકાય તેવો છે. કોસંબાની ગામતળ તેમજ સિટી સરવે વિસ્તારમાં આવેલી સોસાયટી સિવાયની મોટા ભાગની જમીન ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. સમગ્ર કોસંબા નગરના ગામતળમાં નજર ફેરવતાં જણાય છે કે અહીં મોટા ભાગનાં મકાનો મોટા અને સારી કક્ષાનાં છે. નવાં મકાનો આર.સી.સી. ચણતર પ્લાસ્ટરનાં આવેલાં છે, ગટરની સુવિધા હોવાના કારણે બાથરૂમ તથા જાજરૂની સગવડો મકાનોમાં સારી છે. અમુક મકાન બંધ તથા ખાલી હાલતમાં માલૂમ પડ્યાં છે. જેના પરથી તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે તેમાનાં ઘણાં ભાગનાં કુટુંબો દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બર્મા, મોરેશિયમ, કેનેડા વગેરે જગ્યાએ પરદેશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. ગામતળ વિસ્તારમાં શહેરીકરણ સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિ સ્થિત થયેલી છે. ગામતળમાં કોઈ ખાસ વિશેષ આયોજન કરવાનું રહેતું નથી.
- વિકાસનો ઝોક
કોસંબામાં હાલમાં વિકાસના ઝોકની વિગતો ૪. ૨, ૪. ૨. ૧, ૪, ૨.૨, ૪.૨.૩ , ૪. ૨.૪માં વિગતવાર દર્શાવેલ છે. કોસંબામાં ગામતળ વિસ્તાર–૯૪૮૧૧ ચો.મી.નું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે, જેમાં મહદ અંશે સંપૂર્ણ વિકાસ થયો છે અને રહેણાક વસતી ગીચતા પણ વધારે છે. સદર ગામતળની આસપાસના વિસ્તારમાં તથા કોસંબાથી મહુવેજ રોડ ઉપર અને કોસંબા રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારોમાં વિકાસનું પ્રમાણ સારું છે. રેલવે સ્ટેશનની પશ્ચિમ ભાગે મોટા ભાગે વાણીજ્ય વિકાસ થઈ ગયેલ છે અને વધુ વિકાસ માટે જમીન ઉપલબ્ધ નથી. કોસંબા-ખરચ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બનતાં સિટી સરવે વિસ્તારની હદ પાસે મુખ્ય રસ્તા ઉપર ખુલ્લી જમીનો આવેલી છે. તેમાં વિકાસની શક્યતા રહેલી છે. સદર રોડ ઉપર વાણીજ્ય વિકાસ થઈ શકે છે. કોસંબા–મહુવેજ રોડ ઉપર ગ્રીન એપાર્ટમેન્ટ તથા અન્ય હાઈરાઈઝ–લો રાઈઝ બિલ્ડિંગોનાં બાંધકામો આવેલાં છે, તથા અગાઉના રહેણાક ઝોનમાં સારી સોસાયટીઓના બાંધકામો થઈ ગયાં છે. વધુમાં ઓ.વાય.ડી. બાવા એન્જિનિયરિંગ કોલેજ પણ આવેલી છે. જેથી કોલેજના કારણે પણ વિકાસ ઝડપી છે. મહુવેજ ગામમાં સેઝ ટાઈપનો ઔદ્યોગિક વિકાસ સારો છે. જેથી કોસંબાની મહુવેજ ગામના સીમાડા તરફે રહેણાક વિકાસ શક્ય છે. આ પરિબળો જોતાં કોસંબા–મહુવેજ રોડ ઉપર કોસંબાની હદ સુધી વિકાસની પૂર્ણ તકો હોવાથી જમીનોનો વિકાસ શક્ય બને તે રીતે આયોજન કરવું જરૂરી છે. નેશનલ હાઈવે ઉપર નજર નાંખવામાં આવે તો વડોદરાથી વાપી સુધી હોટલો, રહેણાક, રિસોર્ટ કે ઔદ્યોગિક હેતુનો પુષ્કળ વિકાસ થયો છે.
આવક ઊભી કરવાનાં સાધનો
નાનાથી મધ્યમ કક્ષાના નગરોની આર્થિક સ્થિતિની સમીક્ષા કરતાં જણાય છે કે મોટા ભાગની નગરપાલિકા પ્રોપર્ટી ટેક્સમાં થતી આવકનો ઉપયોગ નગરના વિકાસ માટે કરી શકતી નથી. નગરનાં વિકાસ કામો માટે જરૂર જણાયે નગરના હિતમાં વેરો વધારવા જેવા અપ્રિય પગલાં સત્તાધારીઓએ લેવા હિતાવહ જણાય છે. પરંતુ વેરાઓ વધતાં નગર પાલિકાએ લોકોની નારાજગી સહન કરવી પડે છે. જેથી આવક વધારવાના અન્ય પ્રયાસો બાબતે નીચેના મુદ્દા ધ્યાને લેવા યોગ્ય છે. ૧. વિકાસ યોજનાની દરખાસ્તોના અમલીકરણ માટે વિકાસની શક્યતા, હાલનો વિકાસ વગેરે પરિબળો ધ્યાને લઈ નગર પાલિકાના જુદા જુદા વિસ્તારો માટે ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અન્વયે નગર રચના યોજના તૈયાર કરી તેના અમલીકરણથી વિકાસનાં કામો પૂર્ણ કરી શકે.
નગરરચના યોજના અમલમાં આવવાથી તેની દરખાસ્તો મુજબ રસ્તા અને અન્ય જાહેર હેતુ માટે ઉપલબ્ધ થતી જમીનો આપોઆપ સત્તામંડળને સંપ્રાપ્ત થાય છે, જે માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી પણ કરવાની રહેતી નથી. સાથે સાથે તેના વિકાસ માટે યોજનાના લાભદાયીઓ પાસેથી બેટરમેન્ટ રૂપે નાણાં પણ પ્રાપ્ત થાય છે. વળી, સદર યોજનાના અમલીકરણ માટે કરેલો ખર્ચ માટે અંદાજેલા ખર્ચના ૫૦ %ની મર્યાદામાં રાજ્ય સરકાર તરફથી સહાયક અનુદાન પણ મળી શકે છે. આ અનુદાન વર્ષમાં બે હપ્તેથી મળી શકે છે. વળી, યોજના મંજૂર થઈ અમલમાં આવ્યેથી પ્રથમ ત્રણ વર્ષમાં જ કામગીરી કરવામાં આવે તે માટે દસ ટકા વધુ અનુદાન પ્રોત્સાહનરૂપે મળે છે. નગર પાલિકા નગર રચના યોજના અન્વયે પ્રાપ્ત જમીનોનો જે-તે હેતુ માટે વિકાસ કરી આવક ઊભી કરી શકે છે. વિકાસની શક્યતા ધરાવતા વિસ્તારો માટે નગર રચના યોજનાઓ તૈયાર કરી નગરનો સુગ્રથિત વિકાસ કરવા નગર પાલિકાને ખર્ચનું ભારણ ન રહેતાં ઉપ૨ સૂચવ્યા મુજબની કાર્યવાહી દ્વારા આ યોજનાના લાભ લઈ વિકાસનાં કાર્યો કરી આવક ઊભી કરી શકાય તેમ છે.
- બોરવેલની કુલ સંખ્યા 15 છે, જેની સ્થળની વિગત નીચે પ્રમાણે છે
1. હિરા પન્ના 2. પોલીસ સ્ટેશન પાસે 3. પાણીની ટાંકીબજારમાં બે બોર 4. ધર્મશાળા 5. આશીર્વાદ હોસ્પીટલ પાસે 6. ખાનજી સદન પાસે 7. સાઉદી નગર 8. ઈદગાહ ફળિયા 9. જકાત નાકા પાસે 10. દુધાના કુવા પાસે 11. સાવા રોડ ટાંકી પાસે 12. મેઈન રોડના ગેટના મંદિર પાસે 13. જુગરાજના ફળિયામાં 14. પુષ્પકુંજ સોસાયટી વિસ્તાર
- રેલવે વ્યવહાર
કોસંબા વિસ્તારમાંથી બી.બી.એન્ડ સી.આઈ.ની રેલવે હાઈનું મુંબઈ)–સુરત–વડોદરા નાંખવામાં આવી હતી. ત્યારે વાપી અને પાનોલી વચ્ચેની એકવડો માર્ગ (સિંગલ ટ્રેક) લોકો માટે ૧૮૬૦થી ૧૮૬૪માં તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ ડબલ લાઈનનું કામકાજ ૧૮૬૭થી ૧૯૭૨માં પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારથી કોસંબાનો વિસ્તાર રેલવે દ્વારા દેશના બીજા ભાગ સાથે જોડાયો હતો. જ્યારે કોસંબા–ઝંખવાવ-ઉમરપાડાનો વિસ્તાર ૧૯૧૨થી નેરોગેજ રેલવે દ્વારા રેલવેમાં જોડાયો હતો. સને ૧૯૧૨ કોસંબા-ઝંખવાવનું રેલવેથી જોડાણ થયું, અને ૧૯૨૯માં ઝંખવાવથી ઉમરપાડાનું જોડાણ થયું હતું. આ રેલવે ભૂતકાળમાં જી.વી.એસ. રેલવે તરીકે ઓળખાતી હતી. જેની કુલ લંબાઈ ૩૮.૨૫ માઈલની થાય છે. આ રેલવે લાઈન નાંખવાનું પ્રયોજન તો ફક્ત જંગલ વિસ્તારમાંથી જંગલ પેદાશ અને લાકડાં દેશના બીજા ભાગમાં લઈ જવાનો જ ઉદ્દેશ હતો.
- કોસંબા નગરમાં આવેલી હોસ્પિટલોની વિગતો
અ. નં. | હોસ્પિટલોની વિગતો | સ્થળ | સરકારી/ખાનગી |
1 | ડો. એ.એમ.મોતાલા પોલી ક્લિનિક | સ્ટેશન પાસે, કોસંબા | ખાનગી |
2 | અમીરાપોલી ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ | સ્ટેશન પાસે, કોસંબા | ખાનગી |
3 | શ્રેયન નર્સિંગ હોમ | સ્ટેશન પાસે, કોસંબા | ખાનગી |
4 | આશીર્વાદ હોસ્પિટલ | મોટા મંદિર પાસે | ખાનગી |
5 | પ્રાથમિક સુવિદ્યા કેન્દ્ર | બજારવિસ્તાર, કોસંબા | સરકારી |
6 | કોસંબા જનરલ હોસ્પિટલ | સ્ટેશન પાસે, કોસંબા | ખાનગી ટ્રસ્ટ |
7 | આરફ જનસેવા ટ્રસ્ટ | સ્ટેશન પાસે, કોસંબા | ખાનગી ટ્રસ્ટ |
8 | ખાનગી દવાખાનાં કુલ 12 ક્લિનિક | કોસંબા | ખાનગી |
કોસંબામાં નગરમાં આવેલી બેંકોની વિગત
અ.નં. | બેંકનું નામ | સરનામું |
1 | બેંક ઓફ બરોડા | સેફરોનટાવર, ઝંડાચોક, કોસંબા |
2 | એચ.ડી.એફ.સી. બેંક | સેફરોનટાવર, ઝંડાચોક, કોસંબા |
3 | દેના બેંક | પંચરત્ન ટાવર પાસે, કોસંબા |
4 | કોસંબા મર્કન્ટાઈલ કો.ઓ.બેંક | ઝંડાચોક, કોસંબા. |
5 | કોસંબા પુર્વ વિભાગ | ઝંડાચોક, જુનાગામ, કોસંબા |
કોસંબા રેલવે સ્ટેશનનંુ સમયપત્રક | |||||
ટ્રેનનું નામ | ગાડી નંબર | અમદાવાદ તરફ સમય | ગાડી નંબર | મુંબઈ તરફ સમય | એક્સપ્રેસ/ લોકલ |
લોકશક્તિ એક્સપ્રેસ | 19143 | 00.51 | 19144 | 00.22 | એક્સપ્રેસ |
ગુજરાત ક્વીન | 19109 | 06.15 | 19110 | 22.02 | એક્સપ્રેસ |
મુંબઈ-અમદાવાદ લોકલ | 59441 | 07.30 | 59442 | 18.42 | લોકલ |
વલસાડ-વિરમગામ લોકલ | 59049 | 08.48 | 59050 | 17.32 | લોકલ |
વલસાડ-ઈનટરસીટી | 12929 | 08.58 | 12930 | 18.59 | એક્સપ્રેસ |
વિરાર- ભરૂચ લોકલ | 5909 | 10.20 | 5910 | 14.47 | લોકલ |
ગુજરાત એક્સપ્રેસ | 19011 | 11.03 | 19012 | 10.31 | એક્સપ્રેસ |
જામનગર ઈનટરસિટી | 19059 | 13.59 | 19060 | 13.58 | એક્સપ્રેસ |
ફીરોઝપુર જનતા એક્સપ્રેસ | 19023 | 14.17 | 19024 | 12.34 | એક્સપ્રેસ |
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ | 19215 | 14.48 | 19216 | 11.31 | એક્સપ્રેસ |
વડોદરા મેમુ | 64109 | 17.08 | 69110 | 13.57 | લોકલ |
વડોદરા મેમુ | 69111 | 18.35 | 69112 | 08.07 | લોકલ |
ભીલાડ વડોદરા એક્સપ્રેસ | 19113 | 18.44 | 19114 | 08.32 | એક્સપ્રેસ |
સુરત – ભરૂચ લોકલ | 59031 | 19.15 | 59032 | 07.22 | લોકલ |
સયાજી એક્સપ્રેસ | 19115 | 19.32 | 19116 | 09.06 | એક્સપ્રેસ |
અમદાવાદ લોકલ | 59439 | 22.02 | 59440 | 05.05 | લોકલ |
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ | 19017 | 22.31 | 19018 | 00.12 | એક્સપ્રેસ |