નવી દિલ્હી: જ્યારથી T20 વર્લ્ડ કપની (World Cup 2022) શરૂઆત થઇ છે ત્યારથી વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ફુલ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. મેદાન પર કોહલીના પ્રદર્શનને જોઈ ક્રિકેટપ્રેમીઓ (Cricket fans) ઘણા ઉત્સાહિત છે. આજે ભારત-બાંગ્લાદેશ (India v/s Bangladesh) મેચમાં વિરાટ કોહલીએ તોફાની 64 રન (64 Runs) બનાવ્યા હતા. જેને જોઈ કોહલીના ચાહકો સાથે અનુષ્કા શર્માએ (Anushka Sharma) પણ પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર સ્ટોરી શેર કરી હતી જેમાં વિરાટ કોહલીની તસવીર નીચે હાર્ટ ઈમોજી (Heart emoji) હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગના (batting) દમ પર T20 વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ તોડીને (record break) ઈતિહાસ (history) રચ્યો છે જેથી ફરી ક્રિકેટના રસિકોમાં વિરાટના નામની ચર્ચા જાગી છે.
પાકિસ્તાન બાદ બાંગ્લાદેશ સામે પણ વાગ્યો કોહલીનો ડંકો
T20 વર્લ્ડ કપમાં ફરી એકવાર વિરાટ કોહલીનું બેટ દોડ્યું છે. પાકિસ્તાનની સામે રનનો પહાડ બનાવ્યા બાદ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે પણ રનનો ડંકો વગાડ્યો હતો. T20 વર્લ્ડ કપની ભારત-બાંગ્લાદેશ મેચમાં વિરાટે તોફાની 64 રન બનાવ્યા હતા. વિરાટની આ ધમાકેદાર ઇનિંગ જોઈને તેની પત્ની અનુષ્કા શર્મા ખુશી વ્યક્ત કરવાથી પોતાને રોકી ન શકી.
કોહલીનો સાથ આપવાનો કોઈ મોકો નથી છોડતી અનુષ્કા
અનુષ્કા શર્માએ ઈન્સ્ટા સ્ટોરી પર વિરાટ કોહલીની તસવીર શેર કરીને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. વિરાટની શાનદાર બેટિંગ અને T20 વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યા બાદ માત્ર અનુષ્કા જ નહીં પરંતુ ક્રિકેટરના ફેન્સ પણ ઉત્સાહિત છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક ઇનિંગ પર અનુષ્કા શર્માની આ પ્રતિક્રિયા પહેલીવાર નથી. તે પોતાના પતિને સાથ આપવાનો કોઈ મોકો છોડતી નથી. આ પહેલા અનુષ્કા શર્માએ ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચમાં જીત બાદ પોતાના પતિના નામે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.
મને વિરાટ પર ગર્વ છે: અનુષ્કા શર્મા
કોહલીની પરાક્રમી ઈનિંગ્સ પર ગર્વ વ્યક્ત કરતા અનુષ્કા શર્માએ લખ્યું કે આ તેના જીવનની શ્રેષ્ઠ મેચ જોઈ. અગાઉ પણ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા, ત્યારે પણ પોસ્ટમાં અનુષ્કાએ પોતાના પતિની વખાણમાં કોઈ કસર બાકી નહોતી રાખી. અનુષ્કાએ તેના પતિના સંઘર્ષને યાદ કર્યો અને તેની મહેનતની પ્રશંસા કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને વિરાટ પર ગર્વ છે. તે મેચ બાદ ખુશીથી ડાન્સ કરી રહી હતી. સાથે જ અનુષ્કાએ વિરાટને અદ્ભુત વ્યક્તિ અને તેના સંકલ્પ અને વિશ્વાસને અદ્ભુત કહ્યા હતા.
બાંગ્લાદેશ સામે વિરાટે રચ્યો ઇતિહાસ
ભારત અને બાંગ્લાદેશ ટી-20 મેચની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં વિરાટ ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે વિરાટે એક મોટો રેકોર્ડ તોડ્યો છે. આ મૅચ પછી વિરાટ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે સાથે જ વિરાટ વર્લ્ડ કપમાં હજાર રન બનાવનાર બીજા બેટ્સમેન બની ગયા છે. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. ભારતે બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.