કોલેજનો છેલ્લો દિવસ હતો યુવન દીકરી ગ્રેજ્યુએટ થઈ રહી હતી ત્યારે તેના ડેડી તેમના પપ્પાએ ગીફ્ટ આપેલી જૂની ગાડી લઈને તેને લેવા આવ્યા.અને પછી ગાડીની ચાવી તેના હાથમાં આપતા બોલ્યા તારા દાદાને આ ગાડી તેમના પિતાજીએ આપી હતી અને તેઓ મને હું ગ્રેજ્યુએટ થયો ત્યારે આ ગાડીમાં લેવા આવ્યા હતા.અને હું પણ તે જ કરું છું.અને લે આ ગાડી હું આજે તને ગીફ્ટ આપું છું.તને આ ગાડીની કિંમત જાણવાની છૂટ છે પણ તું તેને વેચતી નહિ. યુવાન દીકરી કઈ બહુ ખુશ ન થઈ આ જૂની ગાડી ભેટમાં મેળવીને …તે નજીકના ગેરેજમાં ગઈ અને પૂછ્યું આ ગાડી ના કેટલા પૈસા આવે ગેરેજવાળાએ કહ્યું, ‘અરે મેડમ આ તો વર્ષો જુનો ભંગાર કહેવાય કઈ બહુ પૈસા ન આવે તમે જાણીતા છો એટલે તમને દસ થી વીસ હજાર અપાવવાની કોશિશ કરીશ.’છોકરી કઈ બોલી નહિ અને તેના પપ્પા પાસે ગઈ અને કહ્યું, ‘ડેડી અમે મન સાવ વેલ્યુલેસ ગીફ્ટ આપી છે.’
તેના ડેડીએ કહ્યું, ‘કાલે સવારે કાર લવર્સ ગ્રુપનું ફંકશન છે તું તેમાં આ ગાડી લઈને જજે પછી આપણે વાત કરશું.’ છોકરી કમને ડેડીની વાત માનીને કાર લવર્સ ગ્રુપના ફંકશનમાં ગઈ.ત્યાં તેણે જોયું તો બધા તેની ગાડીને નજીક આવીને ધ્યાનથી જોતા હતા.એક બે જણે તેની પરમીશન લઈને કાર જોડે સેલ્ફી પણ લીધી. યુવતીએ ફંકશનના ઓર્ગેનાઈઝરને પૂછ્યું, ‘આ બધા મારી ગાડીને ધ્યાનથી જુએ છે તો મારે તેને વેચવી હોય તો શું કિંમત આવે ??’ છોકરીની વાત સાંભળી ઓર્ગેનાઈઝર ઉછળી પડ્યો અને બોલ્યો, ‘શું સાચે તમારે આ કાર વેચવી છે અરે તેની લિલામી કરીશું તો તો લાખો રૂપિયા મળશે એકદમ જૂની રેર કાર છે આ તે લેવા બધા પડાપડી કરશે.કયારે વેચવી છે ??’ યુવતી પછી કયારેક કહીને ઘરે ગઈ અને ડેડીને કહેવા લાગી કે, ‘ડેડી તમે મને જે કાર આપી છે તેની તો લાખોમાં કિંમત છે.થેન્કયુ ડેડ.’
તેના ડેડીએ તેને પાસે બેસાડીને કહ્યું, ‘દીકરા, મને આ વાતની ખબર છે પણ તારે માત્ર આ કારની વેલ્યુ નથી સમજવાની એક વેલ્યુએબલ લાઈફ લેસન સમજવાનો છે.તમે કયાંય પણ જાવ જો તમારી કોઈ વેલ્યુ ન કરે તો એમ ન સમજવું કે આપણે લાયક નથી.તમે ખોટી જગ્યાએ છો અને કદાચ સામેવાળાને તમાંરી સાચી વેલ્યુની સમજ નથી.એટલે હંમેશા એવી જગ્યાએ અને એવા લોકોની સાથે રહેવું જે તમારી સાચી વેલ્યુ સમજતા હોય તમારી કદર કરતા હોય.ક્યારેય પોતાની વેલ્યુ ઓછી આંકવી નહિ અને કોઈને ઓછી કરવા દેવી નહિ.’ ડેડીએ દીકરીને એક સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.