Sports

પાકિસ્તાનના ખેલાડી શાહીન આફ્રિદીએ ભારતનો તિરંગો હાથમાં પકડ્યો

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket team) T20 વર્લ્ડ કપ 2022ની (T20 World cup 2022) સેમીફાઈનલમાં (Semifinal) પહોંચી ગઈ છે. આ મેચ (Match) ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહી છે. પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ આજે જ 9 નવેમ્બરના રોજ સિડનીમાં (Sydney) ન્યુઝીલેન્ડ (New Zealand) સાથે યોજાવાની છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે રમાશે. પરંતુ આ પહેલા એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જ્યારે પાકિસ્તાન ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) સિડનીમાં પ્રશંસકોને મળી રહ્યા હતા, તે દરમિયાન તેમણે હાથમાં ભારતીય તિરંગો (Indian Flag) પકડ્યો હતો.

ભારતીય તિરંગા પર ઓટોગ્રાફ આપવામાં આવ્યો
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય તિરંગા પર પાકિસ્તાની ક્રિકેટર શાહીન શાહ આફ્રિદીએ એક ફેન્સને ઓટોગ્રાફ આપ્યો હતો. આ જોઈ કેટલાક ફેન્સ એમ પણ કહી રહ્યા છે કે શાહીન તેના ભાવિ સસરાના પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીના પગલે ચાલી રહ્યો છે. આ સિવાય કેટલાક યુઝર્સે તો એવી પણ મજાક કરી કે સેમી ફાઈનલ પહેલા જ શાહીન આફ્રિદીએ હાથમાં ભારતીય ત્રિરંગો પકડી લીધો છે.

ઉલ્લેખનીય છે કે આજે યોજાની સેમીફાઈનલ માટે પાકિસ્તાનની ટીમ સિડની પહોંચી ગઈ છે. આ દરમિયાન ચાહકો તેમના મનપસંદ ક્રિકેટરને મળવા પહોંચ્યા હતા. ત્યારે એક ભારતીય ફેન્સે તિરંગો પકડી રાખ્યો હતો. જ્યારે આ ફેન્સે શાહીનને જોયો ત્યારે તે તિરંગો આગળ લઈ જઈ શાહીન પાસેથી ઓટોગ્રાફ લેવા માંગતો હતો. આ જોઈને શાહીને પણ તિરંગો હાથમાં પકડ્યો અને તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો.

શાહીનના સસરાએ પણ આવું કર્યું છે
શાહીન શાહે શાહિદ આફ્રિદીની પુત્રી સાથે સગાઈ કરી છે. બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ ફેન્સ કહી રહ્યા છે કે હવે શાહીન પણ સસરાના પગલે ચાલવા લાગ્યો છે. હકીકતમાં આ પહેલા શાહિદ આફ્રિદી પણ 2018ની શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડમાં એક ટૂર્નામેન્ટ દરમિયાન ચાહકોથી ઘેરાઈ ગયો હતો. ત્યારે પણ ભારતીય એક ચાહકો તિરંગા સાથે ઉભા જોવા મળ્યા હતા. આફ્રિદીએ પણ તેની સાથે ફોટો પડાવવા માટે પોઝ આપ્યો હતો, પરંતુ જ્યારે તેમની નજર તિરંગા પર પડી તો તે સંપૂર્ણ રીતે ખુલેલો ન હતો. ત્યાર બાદ શાહિદે ફેનને કહ્યું કે ‘ધ્વજ સીધો કરો’ અને પછી જ ફોટો લીધો હતો. ત્યાર બાદ તિરંગાના આ સન્માન બાદ આફ્રિદીની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ હતી.

Most Popular

To Top