નવી દિલ્હી: ભારત (India) દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી (Democracy) છે. તેથી અહીં ચૂંટણી ખૂબ મોટો પડકાર છે. એકસાથે 543 બેઠકો પર ચૂંટણીનું આયોજન કરવું એ કાંઈ સરળ વાત નથી. તેથી જ ભારતમાં એકથી વધુ તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા ચાલે છે.
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) પણ ગયા વખતની જેમ 7 અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પર્વ લગભગ દોઢ મહિના સુધી ચાલશે. તા. 19 એપ્રિલે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 1 જૂન સુધી ચાલશે. 4 જૂને પરિણામ જાહેર થવા સાથે ચૂંટણી પર્વનો અંત થશે. ચાલો જાણીએ દેશના કયા રાજ્યમાં ક્યારે કેટલાં તબક્કામાં ચૂંટણી યોજાશે.
જણાવી દઈએ કે દેશના 22 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 રાજ્યોમાં 2 તબક્કામાં મતદાન થશે. 2 રાજ્યોમાં 3 તબક્કામાં અને 3 રાજ્યોમાં 4 તબક્કામાં મતદાન થશે. 2 રાજ્યોમાં 5 તબક્કામાં અને 3 રાજ્યોમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. યુપી, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સૌથી વધુ 7 તબક્કામાં ઈલેક્શન થશે.
22 રાજ્યોમાં એક તબક્કામાં મતદાન
- અરુણાચલ પ્રદેશ – 2 બેઠકો, 19 એપ્રિલ
- આંદામાન નિકોબાર ટાપુઓ – 1 બેઠક, 19 એપ્રિલ
- આંધ્ર પ્રદેશ – 25 બેઠકો, 13 મે
- ચંદીગઢ – 1 બેઠક, 1 જૂન
- દાદર નગર હવેલી – 2 બેઠકો, 7 મે
- દિલ્હી – 7 બેઠકો, 25 મે
- ગોવા – 2 બેઠકો, 7 મે
- ગુજરાત – 26 બેઠકો, 7 મે
- હિમાચલ પ્રદેશ – 4 બેઠકો, 1 જૂન
- હરિયાણા – 10 બેઠકો, 25 મે
- કેરળ – 20 બેઠકો, 26 એપ્રિલ
- લક્ષદ્વીપ – 1 બેઠક, 19 એપ્રિલ
- લદ્દાખ – 1 બેઠક, 20 મે
- મિઝોરમ – 1 બેઠક, 19 એપ્રિલ
- મેઘાલય – 2 બેઠકો, 19 એપ્રિલ
- નાગાલેન્ડ – 1 બેઠક, 19 એપ્રિલ
- પુડુચેરી – 1 બેઠક, 19 એપ્રિલ
- સિક્કિમ – 1 સીટ, 19 એપ્રિલ
- તમિલનાડુ – 39 બેઠકો, 19 એપ્રિલ
- પંજાબ – 13 બેઠકો, 1 જૂન
- તેલંગાણા – 17 બેઠકો, 13 મે
- ઉત્તરાખંડ – 5 બેઠકો, 19 એપ્રિલ
ચાર રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી
- કર્ણાટક – 28 બેઠકો, 26 એપ્રિલ (14 બેઠકો) અને 7 મે (14 બેઠકો)
- રાજસ્થાન – 25 બેઠકો, એપ્રિલ 19 (12 બેઠકો) અને 26 એપ્રિલ (13 બેઠકો)
- ત્રિપુરા – 2 બેઠકો, 19 એપ્રિલ અને 26 એપ્રિલ
- મણિપુર – 2 બેઠકો, 19 એપ્રિલ અને 26 એપ્રિલ
બે રાજ્યોમાં ત્રણ તબક્કામાં મતદાન
- છત્તીસગઢ – ત્રણ તબક્કા, 11 સીટો, 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મે.
- આસામ – ત્રણ તબક્કા, 14 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ અને 7 મે.
ત્રણ રાજ્યોમાં ચાર તબક્કામાં ચૂંટણી
- ઓડિશા – 21 બેઠકો, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન
- મધ્ય પ્રદેશ – 29 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે અને 13 મે.
- ઝારખંડ – 14 બેઠકો, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન.
બે રાજ્યોમાં પાંચ તબક્કામાં ચૂંટણી
- મહારાષ્ટ્ર – 48 સીટો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે.
- જમ્મુ અને કાશ્મીર – 5 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે.
ત્રણ રાજ્યોમાં સાત તબક્કામાં ચૂંટણી
- ઉત્તર પ્રદેશ – 80 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન.
- પશ્ચિમ બંગાળ – 42 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન.
- બિહાર – 40 બેઠકો, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન.