World

કોરોનાવાયરસ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર મહિલાને પોલીસકર્મીએ કીસ કરીને છોડી મૂકી

વિશ્વના લોકો હજી પણ કોરોના વાયરસ ( corona virus) સામે લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા દેશોમાં તેના ફેલાવાને રોકવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે, જેના ઉલ્લંઘન માટે તમારે જેલ અથવા દંડ ચૂકવવો પડી શકે છે. કેટલાક લોકો નિયમોના ભંગ બદલ લાંચ આપીને છટકી જાય છે, જ્યારે કેટલાક કાયદાની ખામીઓનો આશરો લે છે. પરંતુ શું તમે દંડ ટાળવા માટે પોલીસ અધિકારીને ‘કિસ’ ( kiss) આપતા સાંભળ્યા છે. કદાચ ના. પરંતુ દક્ષિણ અમેરિકા ખંડના દેશ પેરુમાં આ બન્યું છે.

પેરુમાં એક મહિલાને કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ અધિકારી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે, અધિકારીએ મહિલાને લિપ કિસ( lip kiss) ) ના બદલામાં છોડી દીધી. આ ઘટના રાજધાની લિમાના મીરાફ્લોરેસ બોર્ડવોકની છે.

આ ઘટનાનો વીડિયો ( video) સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓફિસર અને મહિલા રસ્તા પર પાર્ક કરેલા વાહનની વચ્ચે ઉભા છે. અને અધિકારી નિયમનો ભંગ કરવા બદલ મહિલાને શિક્ષા કરે છે તેની વિગતો ધ્યાનમાં લેતા દેખાય છે.

પોલીસ અધિકારી મહિલા પર દંડ લાદતા જોવા મળે છે. તેણીને ખાતરી આપી હતી કે ચુંબનનાં બદલામાં દંડ નહીં ચૂકવે. થોડા સમય પછી તે બંને કિસ કરતા નજરે પડે છે. આ ઘટના સ્થાનિક ટીવી કેમેરામાં ( tv camera) કેદ થઈ હતી અને પ્રસારિત થઈ હતી. આ પછી ગુસ્સે ભરાયેલા અધિકારીઓએ પોલીસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.

જિલ્લા નાગરિક સુરક્ષા પ્રભારી ઇબ્રો રોડ્રિગિજે કહ્યું કે, આ કૃત્ય ખૂબ ગંભીર છે અને તેથી જ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘અમારા મેયર લુઇસ મોલિનાએ તાત્કાલિક અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. મહિલાએ શારીરિક અંતરના કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું અને તેણે તેને જવા દીધો હતો. પછી તેણે માસ્ક બહાર કાઢયો અને તેને ચુંબન કર્યું હતું.

આ મહિલાએ દંડના બદલામાં પોલીસ અધિકારી પાસે આવી માંગણી કરતાં અધિકારી કોરોના મહામારીના સમયે આવી માંગણી સ્વીકારતા ત્યના મેયરે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top