દાહોદ: દાહોદના ગોૈરક્ષાદળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધુકા શહેરમા કિસન ભરવાડની ગોળી મારી હત્યા કરી નાખતા તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે કટ્ટરવાદી વિચાર ધરાવતા આરોપીઓને કડકમા કડક ફાંસીની સજા મળે તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા ગોધરા રોડ ઉપરથી બાઈક રેલી સ્વરૂપે નીકળી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા સજા આપવામાં આવે અને આમાંથી કોઈ આરોપી છટક બારી ના થાય તે માટે તેમને સખ્ત સજા મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ વિરૂધ્ધ વહેલી તકે સજાનો ચુકાદો લાવી તેમને સખ્ત સજા મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
જેમાં દાહોદના છાપરી ખાતે આવેલી જિલ્લા કલેક્ટરની ઓફીસમા હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ વિરૂધ્ધ સખ્ત પગલા લઈને તેને સજા આપવામાં આવે તેવી માંગ દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા ગોધરા રોડ ઉપરથી બાઈક રેલી સ્વરૂપે નીકળી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે હાલમાં જ ગુજરાતના ધંધુકા શહેરમાં કિસન ભરવાડ નામના યુવકની ગોળી મારી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર હિન્દુ સમાજમા રોષની લાગણી ભભુકી ઉઠી છે અને જેને લઈને પકડાયેલા આરોપીઓએ ધર્મના એઠે આવી તે યુવકની હત્યા કરવામાં આવી છે. જેથી પકડાયેલા આરોપીઓને જલ્દીમા જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટની નિમણુંક કરી ફાંસીની સજા આપવામાં આવે અને આમાંથી કોઈ આરોપી છટક બારી ના થાય તે માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.