ધંધૂકાના કિશન ભરવાડની હત્યામાં અમદાવાદ અને મુંબઈના મૌલાનાની સંડોવણી, મૌલવીએ હત્યારાઓને રિવોલ્વર આપી હતી

ધંધૂકા: ધંધુકામાં કિશન ભરવાડ (Kishan Bharvad murder) પર ગોળીબાર (Firing) કરી હત્યાના ગુનામાં પોલીસે (Police) સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીઓની (Accused) ધરપકડ (Arrest) કરી છે. આ કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી પણ બહાર આવી છે. મૌલાનાની મદદથી હત્યારાઓએ બાઈક પર આવીને કિશન ભરવાડ પર ફાયરીંગ કર્યું હોવાની વિગતો મળી છે. આ તરફ કિશન ભરવાડની હત્યાને હિન્દુ (HIndu) ધર્મ માટે બલિદાન તરીકે દર્શાવી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ધંધૂકા (Dhandhuka) બંધનું એલાન અપાયું છે. આ કેસમાં રાજ્ય સરકાર પણ સક્રિય બની છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મૃતક કિશન ભરવાડની શોકસભામાં ભાગ લઈ તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેની 20 દિવસની પુત્રીના માથા પર હાથ મુકી તેના પરિવારજનોને ન્યાયનું વચન આપ્યું હતું. ગૃહમંત્રીની સીધી સક્રિયતાને પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે હત્યારા ઉપરાંત હત્યા પાછળ દોરીસંચાર કરનારઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસે  આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે. મલવતવાડા, ધંધુકા) અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી, ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા (રહે. જમાલપુર, અમદાવાદ)ની અટકાયત કરવામા આવી છે. આ કેસમાં મુંબઈના બે મૌલાનાની સંડોવણી આશંકા વ્યક્ત કરાઈ હતી. જે હત્યારથી કિશનની હત્યા થઈ તે હથિયાર મૌલાનાએ આપ્યા હોવાની ચર્ચા છે. 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. 

હત્યારાઓને રિવોલ્વર આપનાર અમદાવાદના મૌલવીને પકડી લેવાયો
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં સનસનીખેજ ખુલાસો કરતા કહ્યું કે, કિશન ભરવાડની હત્યા પાછળ અમદાવાદ અને મુંબઈના મૌલવીની સંડોવણી બહાર આવી છે. આ કેસમાં અમદાવાદના મૌલવીની ધરપકડ કરાઈ છે. હત્યારાઓની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીએ જ હત્યારાઓને એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા. આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.  મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી. યુવકની હત્યા માટે આગોતરું આયોજન કરાયુ હતું. મૌલવીએ જ મૃતક યુવકની ટિપ હત્યારાઓને આપી હતી. આરોપીની પૂછપરછમાં બે મૌલવીની વાત સામે આવી છે, પણ હજી ચોક્કસ નામ બહાર આવ્યા બાદ પોલીસ નામની જાહેરાત કરશે. હવે આ કેસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવે એવી શક્યતા છે.

25મી જાન્યુઆરીએ દિનદહાડે કિશન ભરવાડ પર ફાયરિંગ થયું હતું
ગયા ગુરુવારે તા. 25મી જાન્યુઆરીના રોજ ધંધુકામાં દિનદહાડે બાઈક પર આવેલા બે ઈસમોએ કિશન ભરવાડને ગોળી મારી તેની હત્યા કરી હતી. આ ઘટનાનો મોટા પાયે વિરોધ થયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીડિત પરિવારે ન્યાયની માગ કરી હતી. મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર પણ કરી દીધો હતો. જોકે પોલીસ અને સમાજના લોકો સાથે બેઠકમાં મામલો થાળે પડ્યો હતો. આ હત્યાના વિરોધમાં આજે ધંધુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ધંધુકાની ગલી ગલીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. યુવક કિશન ભરવાડની હત્યાનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ ઘટના પછી મૃતક કિશન ભરવાડ ની અંતિમયાત્રા યોજાઈ અને તેમા પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં પણ પોલીસ ના બંદોબસ્ત સાથે નીકળેલી અંતિમ યાત્રામાં ઝાંઝરકાના મહંત અને પૂર્વ સાંસદ શંભુ નાથ જી ટુંડિયા, મહંત રામબાપુ, ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સહિતના આગેવાનો જોડાયા હતા. કિશન ભરવાડની હત્યાથી લોકોમાં ખુબ રોષ જોવા મળ્યો લોકો એ બજારમાં પણ તોડફોડ કરવાની પણ શરૂ કરી દીધી. જેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટના લીધે તેની હત્યા થયાની આશંકા
પોલીસને શંકા છે કે કિશન ભરવાડની હત્યા તેના દ્વારા એક મહિના પહેલાં સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટના લીધે થઈ હોઈ શકે છે. કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર ચોક્કસ સમાજના લોકો માટે વિવાદિત પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પછી પોલીસે કિશનની ધરપકડ પણ કરી હતી. ત્યાર બાદ અન્ય સમાજના લોકો સાથે સમાધાન પણ થયું હતું. જોકે આ ઘટનાના થોડા ક દિવસમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાથી સમાજના લોકો ખુબ રોષે ભરાયા છે અને આક્ષેપ પણ કરી રહ્યા છે.

Most Popular

To Top