વડોદરા: વડોદરા શહેરના કિન્નર સમાજ દ્વારા દેવ દિવાળીના દિવસે અન્નકૂટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે..પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે અન્નકૂટના કાર્યક્રમને બદલે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તાર સ્થિત કિન્નર સમાજના નાગરિકો દ્વારા દર દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીના દિવસે અન્નકૂટના કાર્યક્રમનું આયોજન કરી માતાજીની ભક્તિ કરવામાં આવે છે.પરંતુ આ વર્ષે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી કાર્યક્રમને બદલે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આનંદનો ગરબો અખંડ ધૂન સ્વરૂપે 24 કલાક સુધી યોજવામાં આવ્યો હતો.અને બીજા દિવસે અતુલ પુરોહિતના સ્વરે આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ડભોઇ, શિનોર, તિલકવાડા, અમદાવાદ તથા વડોદરા શહેર જિલ્લાના વિવિધ સ્વરગ્રુપો દ્વારા આનંદના ગરબામાં ભાગ લેવાયો હતો. અને આનંદના ગરબાના સફળ આયોજન માટે કિન્નર સમાજના આગેવાને તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કિન્નર સમાજ માતાજીની ભક્તિમાં લીન
By
Posted on