વનના રાજા સિંહને વનરાજ કહેવાય છે, સુંદર પક્ષી મોરને રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે. પૂજનીય ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી કહેવાય છે. તેમ ફુલોનો રાજા ગુલાબ છે. એક વસ્તુના અનેક ઉપયોગ થાય છે. ગુલાબના ફુલથી કોઇનું સ્વાગત કે સન્માન કરી શકાય, પ્રેમી-પંખીડા પ્રેમના પ્રતિકરૂપે ગુલાબનું ફૂલ આપીને પ્રેમની લાગણી વ્યકત કરતા હોય છે, જયારે એ જ ગુલાબના ફુલને કોઇના મૃતદેહ પર ચઢાવીને શ્રધ્ધાંજલિ પણ આપી શકાય છે. કોઇની કબર પર ગુલાબનું ફુલ ચઢાવીને શાંતિ માટે દુઆ ગુજારવામાં આવે છે. તેવી જ માણસ જાતમાં પણ એકતા નહીં પરંતુ અનેકતા હોવી જોઇએ, એકતા એ સંગઠનનું પ્રતિક છે. જયારે અનેકતા એ મહા-સંગઠન અને સંઘભાવના – દર્શાવે છે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ફુલોનો રાજા: ગુલાબના અનેક ઉપયોગ…
By
Posted on