National

કંઝાવલા કેસમાં અંજલિના પરિવાર માટે શાહરૂખ ખાને કરી આર્થિક સહાય

નવી દિલ્હી : કિંગ ખાન (King Khan) માત્ર બોલિવૂડ માટે જ નહિ તે અંગત જીવનમાં પણ રાજા છે. તેની ઉદારતાના ઘણીવાર કિસ્સાઓ સાંભળવા મળે છે. કોરોના મહામારીમાં શાહરૂખ ખાને અલગ-અલગ શહેરોના લોકોની મદદ કરી હતી. પોતાની મુંબઈ ઓફિસને કોવિડ સેન્ટર તરીકે વાપરવા માટે પણ આપી દીધી હતી અને હવે તેમની ઉદારતાની વધુ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે .શાહરૂખ ખાનનું મીર ફાઉન્ડેશન (Meer Foundation) હવે કંઝાવલા (Kanjawala) કેસમાં પીડિતા અંજિલના (Anjli) પરિવારની પડખે ઉભું રહ્યું છે. એટલુંજ નહિ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે.

શાહરુખ ખાને અંજલિના પરિવારને અર્થીક મદદ કરી
દિલ્હીમાં થયેલ ચકચારીત ઘટનાને લઇને આખો દેશ હચમચી ગયો છે. દર્દનાક અકસ્માતમાં મૃત્યુ પામેલા અંજલિ સિંહ વિશે દરેકે સાંભળ્યું જ હશે. અંજલિના મૃત્યુના ભયાનક કિસ્સાઓ રાજધાનીમાં રહેતા લોકોના હૃદયને હચમચાવી નાખ્યું છે. એવું પણ જાણવામાં આવી રહ્યું છે કે અંજલિ તેના ઘરમાં એકલી કમાનાર વ્યક્તિ હતી. આવી સ્થિતિમાં હવે એવા અહેવાલ છે કે શાહરૂખ ખાને તેના મીર ફાઉન્ડેશન દ્વારા અંજલિ સિંહના પરિવારને આર્થિક મદદ કરી છે.અંજલિ તેના ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતી. તેના ઘરમાં તેની માતા અને બહેન-ભાઈ છે. આવી સ્થિતિમાં શાહરૂખનું મીર ફાઉન્ડેશન પીડિતાની માતાની સારવારમાં મદદ કરવા જઈ રહ્યું છે. આ સાથે અંજલિના ભાઈ-બહેન માટે પણ પૂરતી મદદ કરવામાં આવશે.

31મી ડિસેમ્બરે ભયાનક અકસ્માતની ઘટી હતી ઘટના
આ ઘટના વિશે વાત કરીએ તો 31મી ડિસેમ્બર 2022ની રાત્રે અંજલિ સિંહ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી દ્વારા ઘરે જવા નીકળી હતી. કંઝાવલા રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક કરે તેને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ હતી. આ વાહનમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી હતી. પોલીસે આ કેસમાં તમામ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સરકારે પણ કરી છે સહાય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત અંજલિ સિંહના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે પીડિતાની માતા સાથે વાત કરીને વકીલ મેળવવાનું પણ આશ્વાસન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે તેઓ દીકરીને ન્યાય અપાવશે. એટલું જ નહીં દિલ્હી સરકાર પીડિતાની માતાની સારવાર પણ કરાવશે.

શાહરૂખ ખાનનું મીર ફાઉન્ડેશન જરૂરિયાતમંદોની મદદ કરે છે
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનનું મીર ફાઉન્ડેશન જરૂરિયાતમંદોની મદદ માટે શરૂ કરવામાં આવ્યું છે . આ ફાઉન્ડેશન મહિલા સશક્તિકરણ પર પણ કામ કરે છે. સુપરસ્ટાર્સ આ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ અને બાળકોને મદદ કરી ચૂક્યા છે. આ ફાઉન્ડેશનનું નામ શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

Most Popular

To Top