Dakshin Gujarat

કીમ રેલવે ફાટક સમારકામને કારણે આગામી ૩થી ૫ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

કીમ: કીમ રેલવે ફાટક આગામી ૩થી ૫ ઓગસ્ટ એમ ત્રણ દિવસ માટે અગત્યના સમારકામના ભાગરૂપે બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે વધુ એકવાર બાઈકચાલકોને હાલાકી વેઠવાનો વારો આવશે.
ઓલપાડના કીમ ગામે આવેલી રેલવે ફાટક નં.૧૫૮ વધુ એકવાર વાહનચાલકો માટે બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ જ ગત ઓગસ્ટ મહિનામાં ત્રણ દિવસ માટે રેલવે તંત્ર ફાટક નજીક અગત્યનું સમારકામ તેમજ રેલવે ફાટક માટે ખૂબ જ અગત્યનું કામકાજ હોવાના પગલે આ નિર્ણય લેવાયો છે.

હેવી વ્હીકલ માતે ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે
હાલ કીમ ફાટકને સ્થાનિક તેમજ આસપાસના ટુ વ્હીલ ચાલકોની અવરજવર માટે ખુલ્લી રાખવામાં આવી છે. તેમજ ફોર વ્હીલ તેમજ હેવી વ્હીકલ માતે ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે, જેમાં કુડસદ રેલવે ફાટક અને કોસંબા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, કીમ રેલવે ફાટક આગામી ૩થી ૫ સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી બંધ રાખવા અંગેનો પત્ર લાગતા વળગતા સરપંચ અને કચેરીઓને મોકલી આપવામાં આવ્યો છે

કામગીરી વહેલી પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઊઠી રહી છે.
મહત્ત્વનું છે કે, કીમ-કઠોદરા-પાનસરા થઈને જતો એક માર્ગ હાલ ચોમાસાના કારણે બંધ થઈ ચૂક્યો છે. જેથી કીમ-કઠોદરાથી કોસંબા થઈને વાહનચાલકોએ મોટો ચકરાવો ફરીને જવું પડશે. રોજિંદા ટ્રાફિક અને લાંબા ડાયવર્ઝન રૂટથી સ્થાનિકોના સમય અને ઈંધણનો ભારે વ્યય થતો હોવાને કારણે ઓવરબ્રિજની કામગીરી હવે જેમ બને તેમ વહેલી પૂર્ણ થાય તેવી વ્યાપક માંગ ઊઠી રહી છે.

Most Popular

To Top