ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ઠંડીનો (Winter) ચમકારો થયો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં (NorthIndia) ઠંડીનું જોર વધ્યું છે. કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી રહ્યાં છે. ગુજરાતની બોર્ડર પર આવેલા રાજસ્થાનના (Rajashthan) હિલ સ્ટેશન (HillStation) માઉન્ટ આબુમાં (MountAbu) પારો ગગડીને શૂન્ય ડિગ્રી પર પહોંચ્યો છે. વહેલી સવારે અહીં બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ગુજરાતના લોકો આબુમાં ફરવા પહોંચી રહ્યાં છે.
હવામાન વિભાગે માહિતી આપી છે કે પહાડોના ઝડપી ઠંડા પવનોને લીધે મેદાની વિસ્તારોમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. જમ્મુ કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ઠંડી વધવા લાગી છે.
રાજ્યમાં મંગળવારે ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગુજરાતમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ ઉપરાંત માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી નીચે ગગડતા બરફની ચાદર છવાઈ હતી. માઉન્ટ આબુમાં ઘાસ, ફૂલો, પાંદડા અને વાહનોના વિન્ડશિલ્ડ પર બરફના થર જોવા મળ્યા હતા.
ચાર દિવસ ઠંડી પડશે
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ તાપમાનનો ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હાલ જેવું વાતાવરણ છે તેવું જ રહેશે. ચાર દિવસ બાદ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. ત્યાર બાદ તા. 27થી 29 ડિસેમ્બર દરમિયાન અરબ અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મલશે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે 22થી 24 ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા છે.