સુરત: રાંદેર (Rander)માં રહેતા રંગારાનું કામરેજમાંથી અપહરણ (Kidnapping) થયાની ઘટનાની તપાસ દરમિયાન સમગ્ર ઘટના નાટ્યરૂપ (Drama) લાગતા તપાસ દરમિયાન ગઈકાલે રાત્રે અંકલેશ્વરથી તેને શોધી કાઢ્યો હતો. મુબારકને તેના ભાઈ બશીર અહમદએ આપેલા ઘર ભાડા (Rent) અને ટી.વી અને વોશીંગ મશીન લેવા આપેલા રૂપિયા (Cash) વાપરી નાખ્યા હતા. તથા છોકરાની સ્કુલ ફી, લાઈટ બીલ ભરવાનું બાકી હોવાથી પોતાના અપહરણનું તરકટ રચી કહાની ઉપજાવી હતી.
રાંદેર પોલીસ (Rander police)ને અપહરણની ઘટના શરૂઆતથી જ નાટ્યરૂપ લાગતા પોલીસે તે દિશામાં તપાસ (Inquiry) હાથ ધરી હતી. દરમિયાન બે દિવસથી તે કામરેજમાં હોવાનું સીસીટીવા (CCTV)માં જોવા મળ્યું હતું. ત્યારબાદ ગઈકાલે રાત્રે તેનું લોકેશન સી.સી.ટી.વી. ફુટેજમાં નેશનલ હાઈવે ઉપર જતા હોવાનું દેખાયું હતું. તે દિશામાં તપાસ આગળ વધારતા અંકલેશ્વર તરફનું લોકેશન (Location) મળ્યું હતું. રાંદેર પોલીસની ટીમે ભોગ બનનાર મુબારક હુશેન રહીમ ચૌધરી (ઉ.વ.31) ને અંકલેશ્વરથી શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, આફ્રિકા ખાતે રહેતા તેના ભાઈ બશીર અહમદે તેણે ટી.વી. અને વોશીંગ મશીન રોકડેથી ખરીદ કરવા તેમજ તેમાંથી જે રૂપિયા બચે તે ઘર ભાડામાં વાપરવા માટે 70 હજાર રૂપિયા તેના ખાતામાં નાખ્યા હતાં. તે રૂપિયામાંથી તેને 37 હજાર રૂપિયા ઘર ખર્ચ અને અગાઉના ઘર ભાડું ભરવા વાપરી નાખ્યા હતાં. તેમજ ટી.વી. અને વોશીંગ મશીન લોન ઉપર ખરીદી કર્યા હતા.
ત્યારબાદ ગયા મહીને તેના ભાઈ બશીર અહમદના લગ્ન નકકી થયા હતા. અને લગ્ન પ્રસંગે તામિલનાડુ આવવા જવા ટિકકીટના તેમજ ઓકટોમ્બર સુધીના ભાડાના 50 હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં નાખ્યા હતાં. તેમાંથી રૂપિયા 32 હજાર તેનાથી ઘર ખર્ચ અને અગાઉના બે મહિનાના ઘર ભાડામાં વપરાય ગયા હતાં. તેમજ છોકરાઓની સ્કુલ ફીના રૂપિયા 500 અને ઘરના લાઈટ બિલના રૂપિયા 4000 મળી કુલ 84 હજાર ચૂકવવા બાકી હતા. આ વાત તેના ભાઈ અને ઘરવાળાના ખબર નહીં પડે તે માટે પોતાના અપહરણનું તરકટ રચ્યું હતું.
ભાઈ કે સસરા ખાતામાં 1 લાખ જમા કરાવશે
પોતાનું અપહરણ થયુ છે તેવા મેસેજ કરીને તેના ખાતામાં રૂપિયા 1 લાખ ભરવાનું જણાવ્યું હતું. જેથી તેની પત્ની સગામાં વાત કરશે તો તેના સસરા રૂપિયા આપશે. નહીતર તેનો ભાઈ બશીર અહમદ મદદ કરશે. તેમ નકકી કરી તે રૂપિયાથી લોનના હપ્તાના યુકવી દેશે અને ચાર મહીનાના ભાડાના રૂપિયા 32 હજાર વપરાય ગયેલા તે ભાડુ ચુકવી દેશે. જેથી તેના ઘરવાળા અને ભાઇ બશીર અહમદને આ વાતની જાણ થશે નહીં.