જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર કહેવાય છે, જયારે વિશ્વાસઘાત – દગાબાજી કરનારને ગદ્દાર કહેવાય છે, એવો બનાવ પ્રસ્તુત છે.
એક ધનાઢય શેઠે પોતાના આલિશાન બંગલાની રખેવાળી કરવા માટે એક સિકયુરીટી-ગાર્ડને નોકરી આપી, તેણે ૨૪ કલાક બંગલાની રખેવાળી કરવાની, એક દિવસ શેઠ દિલ્હી જવાના હતા. પરંતુ તૈયાર થવામાં મોડુ થતા ટ્રેન ચુકી ગયા જે ટ્રેનમાં શેઠ જવાના હતા તે ટ્રેનનો અકસ્માત થયો ઘણાં મુસાફરોના મોત થયા.
બીજા દિવસે સિકયુરીટીએ શેઠને કહ્યું, શેઠજી ગઇકાલે રાત્રે મને સ્વપ્નું આવ્યું, સારુ થયું તમો ટ્રેનમાં ન ગયા, અને બચી ગયા, આ બનાવ પછી સિકયુરીટી-ગાર્ડને નોકરીમાંથી કાઢી મુકાયો, અને શેઠે જણાવ્યું તને રાતે સ્વપ્ન આવ્યું એનો મતલબ એ થયો કે તું રાત્રે સૂઇ ગયો હશે એટલે સ્વપ્નું આવ્યું, તું ફરજ પ્રત્યે વફાદાર નથી. આમ સિકયુરિટી – ગાર્ડએ પોતાની ખુદ્દારી. બતાવવામાં નોકરી ગુમાવવાની નોબત આવી.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.