ખેરગામ: (Khergam) ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉંવ.40)ની પત્ની (Wife) પિનલ વારંવારના ઝઘડાને (Quarrel) કારણે ત્રણ માસથી પિયર રહેતી હતી. જે પુત્રને લેવા માટે આવતા રસ્તામાં બાઈક (Bike) પર જતા પતિ સાથે ભેટો થઈ ગયો હતો. દરમિયાન તું ક્યાં જાય છે, કહી પતિએ ઝઘડો કર્યો હતો. બાદમાં પત્ની સાથે આવેલી પુત્રીની નજર સામે જ જગદીશે પત્નીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
- પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પતિએ પુત્રને કૂવામાં ફેંકી દીધો
- ખેરગામમાં પતિ સાથેના વારંવારના ઝઘડાને કારણે પત્ની ત્રણ માસથી પિયર રહેતી હતી- પૌત્રને બચાવવા દાદી પણ કૂવામાં કૂદી પડી, માંડ જીવ બચ્યો
- દાદીના હાથમાંથી છટકી જતા પૌત્રનું ડૂબી જતા મોત થયું – કૂવામાં કૂદેલો બાપ દોરડું પકડીને બહાર નીકળીને ભાગી છૂટ્યો
પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યારે આ ઘટના બાદ પતિ ઘરે જતો રહ્યો હતો, ને 14 વર્ષના પુત્ર જયને લઈ ઘરેથી એકાએક નીકળી ગયો હતો. એ જોઈ જગદીશની માતા લીલાબેન તેની પાછળ ગઈ હતી. દરમિયાન જગદીશે પુત્ર જયને અચાનક કૂવામાં ફેંકી દીધો હતો. એ વેળા પાછળ પાછળ આવેલી માતા લીલાબેને બુમાબુમ કરી હતી. એ જોતા જ જગદીશ કૂવામાં કૂદી પડ્યો હતો અને તેની માતા લીલાબેન પણ કૂવામાં કૂદી પડી હતી.
દરમિયાન મદદે દોડી આવેલા લોકોએ દોરડું નાંખતા વૃદ્ધાએ પુત્રને પકડી દોરડું પકડી લીધું હતું. દરમિયાન લોકોએ બીજું દોડતું નાંખતા જગદીશ પકડીને બહાર નીકળી ભાગી ગયો હતો. બીજી તરફ ઉંમરને કારણે દાદીના હાથમાંથી પૌત્ર છટકી ગયો હતો. જેને કારણે જયનું ડૂબી જતા મોત થયું હતું. આ બનાવમાં પોલીસે પુત્રની લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી.
સુરતમાં 4 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજાની માગ
ધરમપુર : સુરતમાં આદિવાસી સમાજની 4 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા અને પલસાણાના બલેશ્વર ખાતે સંસ્કાર વિદ્યાસંકુલમાં જી.એન.એમ. નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાના રહસ્યમય મોતની તપાસ કરી ગુનેગારોને તાત્કાલિક ફાંસીની સજા આપવા બાબતે ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ દ્વારા ગૃહમંત્રીને મોકલવા આવેદનપત્ર ધરમપુર પોલીસને આપી રજુઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરત ખાતે અગાઉ માસૂમ ફૂલ જેવી દીકરીની હત્યા અને દુઃખદ ઘટનાને હજુ તો આશરે 2 મહિના જેવો સમય થયો ત્યાં તો ફરી એક વાર સુરત ખાતે 4 વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરી હેવાનિયતનો શિકાર બની છે, 2 મહિના પહેલા હેવાનિયતનો ભોગ બનેલી દીકરીનો આત્મા અને પરીવારજનો હજુ તો ન્યાય માટે તરફડી રહ્યા છે ત્યાં ફરી એવી જ ઘટનાનું પુનરાવર્તન થવું એ દુઃખદ બાબત છે. ગુજરાત સરકારનું બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી. પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલ ખાતે જી.એન.એમ નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાના સહસ્યમય મોતની તપાસ તાત્કાલિક કરી ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે નહી તો આદિવાસી સમાજ આગામી દિવસોમાં આકસ્મિક કાર્યક્રમ આપશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટ કરતા તંત્રની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે.