Business

ખાન-દાનનું નવું સેનસેશન… સુહાના

શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને ફિલ્મમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે અને ઝોયા અખ્તરની ફિલ્મથી તે ગ્રાન્ડ એન્ટ્રી મારશે. શાહરૂખ આ વિશે હજુ નથી બોલતો. તેના મનમાં હતું કે કરણ જોહર જ સુહાનાને લોન્ચ કરે અને કરણના મનમાં પણ એ જ વિચાર હતો પણ તે કોઈ વિષય વિચારે તે પહેલાં ઝોયા અખ્તરે પાકુ કરી દીધું. વિષય સારો હોય તો શાહરૂખ પણ કઈ રીતે ના પાડે? ઝોયા અખ્તર સુહાનાની પહેલી ફિલ્મમાં શ્રીદેવી બોની કપૂરની બીજી દિકરી ખુશી કપૂરને લેવાનું પણ નક્કી કરી ચુકી છે. જેમણે ‘બેટ્ટી એન્ડ વેરોનિકા’ નામના કોમીક બુક સિરીઝની બેટ્ટી જો સુહાના બનશે તો ખુશી વેરોનિકા બનશે.

બન્ને એકબીજાની બેસ્ટ ફ્રેન્ડ અને નક્કાના કહેવાય એવા દુ:શ્મન હોય છે. બે એકદમ ફ્રેશ અભિનેત્રીને લોન્ચ કરવા માટે આ વિષય એકદમ પર્ફેક્ટ લાગે છે. ઝોયાએ એવું ય વિચાર્યુ છે કે આ ફિલ્મમાં આર્ચી સિરીઝનું પાત્ર આર્ચી તરીકે ઈબ્રાહીમ અલી ખાન એટલે કે સૈફ અલીખાન- અમૃતાનો દિકરો રહેશે. મતલબ કે એક સાથે ત્રણ સ્ટારકીડ્સ આ ફિલ્મથી આવશે.શાહરૂખ ક્યારનો ઈચ્છતો હતો કે સુહાના જ નહિ તેના દિકરા અબ્રાહમેય ફિલ્મના પરદે જુએ. હવે અત્યારે સુહાના તૈયાર છે.

તે આ પહેલાં નાટકમાં ય કામ કરી ચુકી છે ને એક નાના વિડીયોમાં પણ આવી ચુકી છે. સુહાના પોતાની ટેલેન્ટ વિશે કોન્ફિડન્ટ છે. તે ઈન્સ્ટાગ્રામ પર સતત હાજર રહે છે. પોતાના લુક બાબતે તે એકદમ સભાન છે. ડેડી શાહરૂખ ખાન હોવાથી લોકોની અપેક્ષા શું હશે તે પણ તે જાણે છે. શાહરૂખ અને ગૌરીખાનના મિશ્રણથી તેની બ્યુટી બની છે. એકદમ મોડર્ન કપડા પહેરે છે અને 21 વર્ષની થઈ છે એટલે તેના સૌંદર્યમાં યૌવન પણ ઉમેરાયેલું છે. ન્યૂયોર્કમાં તે લેવિશ લાઈફ સ્ટાઈલ જીવી છે. ત્યાંની ફિલ્મસ્કૂલમાં શીખી છે એટલે એકટિંગ અને ગ્લેમરલુકની તેને ખબર છે.

સુહાના તેના પિતાની જેમ જ મનોરંજન ફિલ્મોમાં કામ કરશે. ગંભીર વિષયો કરતાં રોમેન્ટિક મસ્તીખોર વિષય તેને વધુ યોગ્ય લાગે છે ને 21મા વર્ષે તો એવી ફિલ્મો હોવી જોઈએ. શાહરૂખ સાથે પણ તેને લોન્ચ કરવા અમુકે વિચાર કરેલો પણ શાહરૂખ માને છે કે જો એમ થાય તો ફોકસ વહેંચાઈ જશે. તે હજુ પોતાને હીરો તરીકે હજુ વધુ ફિલ્મોમાં જોવા માંગે છે એટલે સુહાના તેની દિકરી તરીકે પરદા પર હોય એવું ય પસંદ નથી કરતો. સુહાના જ્યારે ફિલ્મમાં આવે તો તેની જ ચર્ચા થવી જોઈએ.

Most Popular

To Top