કેવડિયા (Kevadia) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવા માંગતા હોવ તો પહેલા આટલું જાણી લેજો. રાષ્ટ્રીય એકતા દિવસની (Rashtriya Ekta Diwas) ઉજવણીને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાંચ દિવસ બંધ રહેશે. 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને પગલે પાંચ દિવસ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ (Tourists) માટે બંધ રહેશે. આ કાર્યક્રમ 28, 29, 30, 31 ઓક્ટોબરે કાર્યક્રમને લઈને કેવડિયા પ્રવાસન સ્થળ બંધ રહેશે. જ્યારે 1 નવેમ્બરના રોજ સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.
હાલ સ્ટેચ્ચુ ઓફ યુનિટી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે દિવાળી દરમ્યાન પણ અહીં લોકોનો ધસારો રહેશે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. જેને લઈને પ્રોટોકોલ મુજબ ઓનલાઈન ટિકિટ બંધ કરી દેવાઈ છે. હાલ ઓનલાઈન ટિકિટ બુકિંગ થતું નથી. જણાવી દઈએ કે દર વર્ષે અહીં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાજર રહે તેવી શક્યતા છે. તેઓ દર વર્ષે આ કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યક્રમમાં આવે તેવી શક્યતા છે.
ગીરમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું
જુનાગઢના ગીરમાં 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશનમાં (diwali vacation) માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તે માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 150થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહ્યુ હતું. ફરી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા સહેલાણીઓ (tourists) એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટે તેવો અંદાજ છે. હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભ્યારણમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે. જણાવી દઈએ કે પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે શનિવારે સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી હતી.