ગાંધીનગર: સ્ટેટ જીએસટી તંત્રના ઈન્ટેલfજન્સ ટીમ દ્વારા રાજ્યભરમાં 104 જેટલા પેટ્રોલ પમ્પો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વેટ રજીસ્ટ્રેશન વિના અને ભરવાપાત્ર વેરો ભર્યા વિના 400 કરોડના પેટ્રોલ ડિઝલનું વેચાણ થયું હોવાનું તપાસમાં બાહર આવ્યું છે.
ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણામાં કેશરી નંદન પેટ્રોલિયમ દ્વારા 65.48 કરોડ અને વલસાડના અટક પારડીના મારૂતી સાંઈ પેટ્રોલિયમ દ્વારા 54.89 કરોડનું પેટ્રોલ – ડિઝલનું વેચાણ કરાયું છે. ભુજમાં શ્રી વિનાયક પેટ્રોલિયમ દ્વારા 21.44 કરોડનું વેચાણ, ધાણેટી – કચ્છમાં દ્વારકેશ પેટ્રોલિયમ દ્વારા 19.51 કરોડ, જય બેલનાથ પેટ્રોલિયમ – પોરબંદર દ્વારા 17.09 કરોડોરંબદરના શ્રી વાસુદેવ પેટ્રોલિયમ દ્વારા 03.98 કરોડ, શ્રી હરસિદ્ધી પેટ્રોલિયમ – ગોધરા દ્વારા 03.17 કરોડનું અને પાટણના ડી એન પેટ્રોલિયમ દ્વારા 01.54 કરોડનું વેચાણ કરાયું છે. વેટ રજી. ધરાવતાં વેપારીઓને નિયમોને આધીન વેરાપાત્ર માલની ખરીદી અંગે ઈનપુટ ટેક્ષ ક્રેડિટ મળવાપાત્ર હોય છે. પરંતુ રજી. ના હોય તો વેરાશાખ મળવા પાત્ર નથી.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમદાવાદમાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ગોધરામાં 4, ખેડામાં 7, પોરબંદરમાં 5, રાજકોટમાં 15, જામનગરમાં 9, સુરતમાં 8, વડોદરામાં 9, વલસાડમાં 4 અને અન્ય શહેરોમાં 29 એમ કુલ 104 જેટલા પેટ્રોલ પંમ્પો પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમ્યાન 27 જેટલા પેટ્રોલ પમ્પો એવા છે તે જેમણે વેટ રજી. વિના જ અને ભરવાપાત્રા વેરો ભર્યા વિના 400 કરોડના પેટ્રોલ – ડિઝલનું વેચાણ કર્યુ છે. આ વેચાણ પર 64 કરોડનો વેરો ચૂકવવામાં આવ્યો જ નથી. હવે તેની આકારણી શરૂ કરાઈ છે.