World

કેજરીવાલ પર જર્મનીની ટિપ્પણીથી નારાજ ભારતનું જર્મન રાજદ્વારીને તેડૂં, કહ્યું- આ અમારો આંતરિક મામલો છે

જર્મનીના વિદેશ મંત્રાલયે (Foreign Ministry) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ધરપકડ પર ટિપ્પણી કરી હતી જેના પર ભારતે આજે તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને જર્મનના નાયબ વડા પ્રધાનને (German Deputy Prime Minister) તેડું મુકલ્યું હતું. દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે જર્મનીની ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે કેજરીવાલની ધરપકડ અંગે જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણીને ‘આંતરિક બાબતોમાં બળજબરીપૂર્વક હસ્તક્ષેપ’ ગણાવી છે. આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે 23 માર્ચના રોજ જર્મન એમ્બેસી મિશનના ડેપ્યુટી હેડને બોલાવ્યા હતા.

નોંધનીય છે કે શુક્રવારે જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. અમને આશા છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધોરણો આ કિસ્સામાં પણ લાગુ કરવામાં આવશે. હવે આ ટિપ્પણી પર ભારત તરફથી જવાબ આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે દિલ્હીમાં જર્મન દૂતાવાસના ડેપ્યુટી ચીફને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ભારત આવી ટિપ્પણીને ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ તરીકે જુએ છે.

વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ
વિદેશ મંત્રાલયે આ સંબંધમાં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “નવી દિલ્હીમાં જર્મન મિશનના ડેપ્યુટી ચીફને આજે બોલાવવામાં આવ્યા હતા અને અમારી આંતરિક બાબતો પર તેમના વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણી સામે ભારતનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. અમે આવી ટિપ્પણીઓને ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને અમારી ન્યાયતંત્રની સ્વતંત્રતાને ક્ષીણ કરવા તરીકે જોઈએ છીએ.

વિદેશ મંત્રાલયે આગળ લખ્યું કે ભારત કાયદાના શાસન દ્વારા સંચાલિત એક ગતિશીલ અને મજબૂત લોકશાહી છે. દેશમાં અને લોકતાંત્રિક વિશ્વમાં અન્યત્ર તમામ કાયદાકીય બાબતોની જેમ તાત્કાલિક કેસમાં કાયદો પોતાનો માર્ગ અપનાવશે. આ અંગે કરવામાં આવેલી પક્ષપાતી ધારણાઓ અત્યંત અયોગ્ય છે.

Most Popular

To Top