National

‘કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો…’ EDની કાર્યવાહી બાદ અન્ના હજારેની પ્રેસનોટ વાઇરલ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) ધરપકડ બાદ સમાજસેવક અન્ના હજારેનું (Anna Hazare) નિવેદન સામે આવ્યું હતું. ત્યાર બાદ આજે એટલે કે શનિવારે તેમની એક પ્રેસનોટ (Pressnote) વાઇરલ થઇ રહી છે. જેમાં તેમણે કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ તેમણે કેજરીવાલની ધરપકડ મામલે દુખ વ્યક્ત કર્યું હતું.

પ્રેસ નોટમાં અન્ના હજારેએ કહ્યું કે, ‘દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડથી હું ખૂબ જ દુઃખી છું. સૌથી મોટી વિડંબના એ છે કે જન લોકપાલ આંદોલનમાં મારા ભાગીદાર કેજરીવાલની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જે વાતો બાબતો વિરુધ્ધ લડવામાં મેં મારું આખું જીવન વિતાવ્યું, તે જ બાબતો વિરુદ્ધનું વર્તન કરીને કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે. આ પ્રકારના વર્તનથી લોકોનો સામાજિક ચળવળમાં કામ કરતા કાર્યકર્તાઓ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે એક પવિત્ર આંદોલનનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

‘સત્ય લોકો સમક્ષ લાવવા કહ્યું હતું’- અન્ના
અન્ના હજારેએ પોતાના પત્રમાં આગળ લખ્યું કે, “દિલ્હી સરકારની દારૂની નીતિ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મેં પોતે 30 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો હતો. તેમાં મેં તેમને કહ્યું હતું કે, આ સમગ્ર મામલાની જાણ થતાં હું ચોંકી ગયો હતો અને નિરાશ થયો હતો. આ સમગ્ર મામલાની છેવટ સુધી તપાસ થવી જોઈએ અને મને આશા છે કે સંપૂર્ણ તપાસ બાદ સત્ય લોકો સામે આવશે અને ગુનેગારોને સજા મળે. તેમણે આગળ લખ્યું, “રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે એક ચળવળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ આ બાબતથી ખૂબ જ દુઃખી છે. આજે તેઓનો આંદોલનનો રાજકીય વિકલ્પ પણ નિષ્ફળ ગયો છે. તેમજ આ દુર્ભાગ્યપૂર્ણ છે.

‘મને કેજરીવાલની હાલત પર કોઈ દુઃખ નથી’
શુક્રવારે (22 માર્ચ) મીડિયા સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું હતું કે જ્યારે આંદોલન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા હતા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પરંતુ બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. કેજરીવાલે પણ મારી વાત સાંભળી નહીં. આવી સ્થિતિમાં હું તેમને કોઈ સલાહ આપીશ નહીં અને આ સાથે જ હું કેજરીવાલની હાલતથી દુઃખી પણ નથી.

Most Popular

To Top