Charchapatra

જાતને કાબૂમાં રાખો

અંધશ્રદ્ધાને ભણતર સાથે કોઇલેવા દેવા નથી. સામાન્ય માન્યતા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત અર્ધશિક્ષિત અને ગરીબ લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોય છે.અભણ લોકો કોઇ ન્યૂમરોલોજિસ્ટની સલાહ પ્રમાણે નામનો સ્પેલિંગ કે સિગ્નેચર બદલતા નથી. રેકી, એરાકલીનિંગ ડિસ્ટન્ટ હીલિંગ જેવું શીખવા માટે કોઇ કલાસ ભરતાં નથી. ફેંગશુઇ અને વાસ્તુશાસ્ત્રના કથિત એકસપર્ટસની સલાહ પ્રમાણે ઘરના ઇન્ટિરિયરમાં ફેરફાર કરતાં નથી. ગ્રહોને શાંત કરવા માટે મોંઘાં રત્નો જડેલી વીંટી કે માળા ખરીદતા નથી. ઉલ્ટું સુશિક્ષિત અને મોડર્ન ગણાતા લોકોની અંધશ્રદ્ધા સમાજ માટે વધુ જોખમી હોય છે.

કારણ કે એ વધુ લોકો પર પ્રભાવ પાડે છે. મોટા માણસો જે કરે અને જાજા માણસો એમને અનુસરે ધર્મગુરુઓ વળી નવી વાત લાવ્યા. કાબૂ માણસે પોતાની જાત પર રાખવો રહ્યો. ગુલામી હિટલર પણ રાખે એ ધર્મગુરુ પણ રાખે ધર્મના અમિરકોએ વનવિરોધી પરંપરાને ખૂબ ચગાવી. સંયમ, નિગ્રહ અને નિષેધ નામે એમને સહજના કિનારે જીવનારા મનુષ્યને નાખવાનાં પ્રયત્ન કર્યા, જયારે આ આયારામ જેવા એ એનો ફાયદો ઉઠાવ્યો આજે જેલમાં છે અંધશ્રદ્ધા એ બીજાને જોઈને સાંભળીને બંધાઈ ગયેલી માન્યતા છે. પણ એમાં ધર્મરક્ષકોની જ દેન છે. ગની કહે છે કે શ્રદ્ધા જ મારી લઇ જશે, મંઝિલ પર હું રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કોઇ શેતાન નથી
ફૉર્થડ અચેતન મનને શેતાન સાથે જોડાયેલું કહે છે. ફૉયડ યહુદી ચિંતન સાથે જોડાયેલો હતો. ફૉર્યડ યહુદી ઘરમાં જન્મ્યો હતો. બાળપણથી જ શેતાન અને પરમાત્માના વિરોધને એ સાંભળતો આવ્યો હતો. યહુદીઓએ બે ખંડ પાડીને રાખ્યા છે.એક શેતાન છે એક ભગવાન છે. એ મનુષ્યના મનના જ બે ખંડ છે. તો ફૉયડને લાગ્યું કે અચેતનમાં જે જે નકારી વસ્તુઓ ઊગે છે એ શેતાન રોપતો હશે. ના, કોઈ શેતાન નથી. કેવળ પરમાત્મા જ છે. જયાંથી વૈજ્ઞાનિક સત્યને પામે છે અને ધર્મ સત્યને પામે છે,એ પરમાત્માનું દ્વાર છે.
વિજલપોર           – ડાહ્યાભાઈ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top