દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો અમલ પણ કર્યો છે જે પ્રશંસનીય છે. પરંતુ અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સરકારી કાર્યવાહીઓ માટે અન્ય અર્ધસરકારી સંસ્થા અને કંપનીઓના કર્મચારીઓ માટે નિવૃત્તિ વય મર્યાદા 58 થી 60 નક્કી કરવામાં આવી છે તો આ જ વયમર્યાદાનો કાયદો દેશના વિધાયકો, સાંસદો અને રાજય અને કેન્દ્રીય મંત્રીઓ કે મુ.મંત્રીઓ માટે કેમ નહીં? આજે આપણા દેશમાં 65 થી 80 કે તેની ઉપરની વયના સાંસદો, મંત્રીઓ અને મુ.મંત્રીઓની સરેરાશ ટકાવારી 70 ટકાથી 75 ટકા જેટલી છે. તો પછી કાયદા અંગે આ ભેદભાવ કેમ? આ અંગે સરકારે લોકસભા અને રાજયસભામાં આ મુદ્દે ચર્ચા કરી, મંથન કરી, આખા દેશમાં બધા જ વ્યકિત માટે વયમર્યાદાનો એક જ કાયદો લાગુ પડે એવો ખરડો સરકારે પસાર કરવો જોઇએ અને એને લાગુ કરવો જોઇએ.
સુરત – રાજુ રાવલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.