મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર અમિતાભ બચ્ચનને ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ (KBC-14)ના સેટ પર ઘાયલ થયા હતા. જેના કારણે તેના પગની નસ (Vein) કપાઈ ગઈ હતી. આ કારણે અમિતાભ બચ્ચનને પગમાં ખૂબ જ તકલીફ પડી હતી. આ વાતનો ખુલાસો બિગ બીએ પોતાના બ્લોગમાં (Blog) કર્યો છે. તેમણે જણાવ્યું કે સેટ પર પગની નસ કપાઈ જવાને કારણે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે ઈજા બાદ તેમને પગમાં કેટલાક ટાંકા આવ્યા છે. જોકે, સારા સમાચાર એ છે કે બિગ બી હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ખુદ અમિતાભ બચ્ચને ચાહકોને કહ્યું છે કે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે ચિંતા કરવાની જરૂર નથી.
પગ પર દબાણ ન કરવાની સલાહ
અમિતાભ બચ્ચને જણાવ્યું કે ધાતુની તીક્ષ્ણ વસ્તુ વાગવાના કારણે તેમના ડાબા પગના પાછળના ભાગની નસ કટ થઈ ગઈ હતી, ત્યારબાદ લોહી વહેવા લાગ્યું હતું. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓના પગમાં ટાંકા પણ આવ્યા હતા. અમિતાભ બચ્ચન હાલ ખતરાની બહાર છે, પરંતુ ડોક્ટરોએ તેમને હાલ આરામ કરવાની સલાહ આપી છે. ડૉક્ટરોએ બિગ બીને તેમના પગ પર દબાણ આપવાની કે ચાલવાની મનાઈ કરી હતી. તેઓ ટ્રેડમિલ પર પણ ચાલી શકતા નથી.
સેટ પર ખૂબ કાળજી લેવામાં આવે છે
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એમ પણ કહ્યું છે કે તે જેટલો સમય KBC ના સેટ પર વિતાવે છે તે સમય દરમિયાન તેમની ખાસ કાળજી લેવામાં આવે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ અમિતાભ બચ્ચને તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર KBCની ટીમ દ્વારા એક ખાસ એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં અભિષેક બચ્ચન અને જયા બચ્ચન પણ સામેલ હતા.