સોની ટીવી (Sony TV) પર 11 ઓક્ટોબરે પ્રસારિત થનારો ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ખૂબ જ ખાસ બનવાનો છે. આ દિવસે શોના હોસ્ટ અને અભિનયની દુનિયાના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચનનો (Amitabh Bachhan) 80મો જન્મદિવસ (Birthday) કેબીસીના સેટ પર ઉજવવામાં આવશે. હા બિગ બી 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. આ જ કારણ છે કે સોની ટીવીએ બિગ બીના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કર્યું હતું. જે પ્રોમો સામે આવ્યો છે તે મુજબ અભિષેક બચ્ચન (Abhiskek Bachhan) અને જયા બચ્ચન શોમાં દેખાવાના છે. શોમાં અભિષેક બચ્ચન ખાસ અંદાજમાં જોવા મળશે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે શો દરમિયાન જયા બચ્ચન કંઈક એવું કહે છે જે સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે. માતા-પિતા ભાવુક થતાંજ અભિષેક બચ્ચન સમગ્ર માહોલને હળવો બનાવવાા પ્રયાસ કરે છે.
- અભિનયની દુનિયાના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ કેબીસીના સેટ પર ઉજવવામાં આવશે
- જે પ્રોમો સામે આવ્યો છે તે મુજબ અભિષેક બચ્ચન અને જયા બચ્ચન શોમાં દેખાવાના છે
- કેબીસીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે અમિતાભ, જયા અને અભિષેક બચ્ચન એકસાથે શોનો ભાગ હશે
- શો દરમિયાન જયા બચ્ચન કંઈક એવું કહે છે જે સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે
સોની ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો. આ પ્રોમોમાં 11 ઓક્ટોબરે યોજાનારી ધમાલની ઝલક દર્શાવવામાં આવી હતી. કેબીસીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે અમિતાભ, જયા અને અભિષેક બચ્ચન એકસાથે શોનો ભાગ હશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે અમિતાભને ખબર પડે છે કે તેમની પત્ની અને પુત્ર KBC સ્ટેજ પર સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યા છે તો તેઓ ભાવુક થઈ જાય છે. તે શોમાં તેમના પુત્ર અને પત્નીનું શાનદાર સ્વાગત કરે છે. એટલું જ જયા બચ્ચનની એન્ટ્રી શોમાં ખાસ રાખવામાં આવી છે. જયા બચ્ચનની એન્ટ્રી બાબતે અમિતાભ બચ્ચને પણ શોમાં અચાનક જાણ થાય છે અને તેઓ ખૂબ ખુશ થઈ જાય છે.
જો કે શો દરમિયાન જયા બચ્ચન કંઈક એવું કહે છે જે સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે. તેમની આંખો ભીની થઈ જાય છે અને તે પોતાના આંસુ રોકી શકતા નથી. અમિતાભને રડતા જોઈ જયા બચ્ચન પણ ભાવુક થઈ જાય છે. એટલું જ નહીં સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે શો દરમિયાન બચ્ચન પરિવારની ખાસ બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળે છે.