વિકી કૌશલ (Viki Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) બોલિવૂડના (Bollywood) સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. જો કે આ હોટેસ્ટ કપલ લગ્ન બાદ એકવાર પણ ઓનસ્ક્રીન જોવા મળ્યું નથી. જેના વિશે તેના ચાહકો હંમેશા ફરિયાદ કરતા હતા. પરંતુ હવે લાગે છે કે બંનેના ચાહકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. બોલિવૂડનું આ મોસ્ટ વોન્ટેડ કપલ લગ્ન બાદ બહુ જલ્દી ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે અને તેનું શૂટિંગ પણ પૂરું કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંને સ્ટાર્સે તેમના પહેલા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે. તેમણે 29 ઓગસ્ટે મુંબઈમાં તેમના પ્રથમ પ્રોજેક્ટ માટે શૂટિંગ કર્યું હતું. વિકી અને કેટરીના એક જાહેરાતમાં કામ કરી રહ્યા છે. આ જાહેરાત એક ક્લોઝ-ડોર શૂટ હતી જે મુંબઈના બાંદ્રામાં મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી હતી. આ પહેલા આ કપલને એકસાથે ઘણી ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેઓએ કોઈને હા પાડી ન હતી.
વિકી અને કેટરિનાની જોડી સોશિયલ મીડિયા પર ખૂબ જ હિટ છે. તેમના ફેન્સ તેમને ફિલ્મોમાં સાથે જોવા માંગે છે. દર્શકોને બોલિવૂડના આ રિયલ લાઈફ કપલ ખૂબ જ પસંદ છે. તેમની જોડી હિટ હોવાના કારણે દર્શકો તેમને જાહેરાતમાં પણ જોવા માંગે છે. અગાઉ અજય દેવગણ અને કાજોલ, સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ જાહેરાતમાં જોવા મળી ચૂક્યા છે. પરંતુ આ સ્ટાર્સની જોડી જાહેરાતોમાં દેખાયા પહેલા ફિલ્મોમાં પણ સાથે જોવા મળી છે. પરંતુ વિકી કૌશલ અને કેટરિના કૈફની જોડી હજુ સુધી પડદા પરના કોઈપણ પ્રોજેક્ટમાં સાથે જોવા મળી નથી. તેઓ માત્ર ઈવેન્ટ્સ, એવોર્ડ ફંક્શન અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. એટલા માટે ફેન્સ તેમની જોડીને રૂપેરી પરદા પર જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
આ બોલિવૂડના રિયલ લાઈફ કપલને દર્શકો ખૂબ પસંદ કરે છે
આ પહેલીવાર નથી કે જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું કોઈ પરિણીત કપલ એકસાથે જાહેરાત કરી રહ્યું હોય. વિકી કૌશલ અને કેટરિના કૈફ પહેલા કાજોલ-અજય દેવગન, કરીના કપૂર-સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટ-રણબીર સિંહ એકસાથે ઘણી જાહેરાતો કરી ચુક્યા છે.