સુરત : કતારગામ (Katargam) પોલીસ (Police) સ્ટેશનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ બ્રાન્ડની બોટલો પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી હતી.તેમાં 3.38 લાખની 1089 બોટલ તથા રિવોલ્વર (Revolver) અને ચાર કાર્ટિંઝ કુલ્લે 4.60 લાખની મત્તા વગર પાસપરમીટનો દારૂનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મહિલા બૂટલેગર પાસેથી તમંચો અને જીવતો કારતૂસ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ દ્વારા આ માલ સપ્લાય કરનાર આશીફ નામના ઇસમને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો. દરમિયાન દિવ્યાબેન રાખોલિયા પાસેથી 3 દારૂની બોટલ તેની ઇલેકટ્રીક ટુ વ્હીલરમાંથી મળી આવી હતી. પોલીસે દિવ્યાની પૂછપરછ કરતા દિવ્યા દ્વારા પોલીસને તેના ઘરે લઇ જવામાં આવતા તેમાં જીવતા કારતૂસ સાથે તમંચો મળી આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
60 લાખની રોકડ અને 1 કિલો સોનું આવકવેરા વિભાગે સિઝ કર્યું
સુરત: સુરતમાં વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન સ્ટેટીસ્ટિક ટીમે સારોલી ખાતેથી 60 લાખ રોકડ અને 1 કિલો ગોલ્ડ સાથે પકડાયેલા બંને શકમંદોનો મામલો આવકવેરા વિભાગને સોંપ્યો છે. આ મુદ્દામાલ આવકવેરા વિભાગ એ સીઝ કર્યો છે. 60 લાખ રૂપિયાની રોકડ કોની છે એ બાબતે પ્રાથમિક પૂછપરછ થતાં બંને શકમંદોએ એવો બચાવ કર્યો છે કે શેર બજારમાં રોકાણ દરમિયાન મોટું નુકસાન થતાં બાકીની મૂડી ઉપાડી લઈ બેન્કિંગ ચેનલથી ઉપાડી રોકડ સ્વરૂપેમાં સુરતની ટેકસટાઇલ માર્કેટ રોકાણ કરવા અને સાડી ડ્રેસ મટિરિયલનો વેપાર કરવા કાપડ માર્કેટના વેપારીને આપવા જઈ રહ્યાં હતાં ત્યારે જ પોલીસ અને સ્ટેટિક ટીમનાં અધિકારીના પકડાઈ ગયા હતાં.
60 લાખ રોકડ અને 1 કિલો ગોલ્ડ સીઝ
પ્રારંભમાં તેમણે બીજાના રૂપિયા રોકાણ કરે છે.એવું પણ નિવેદન આપ્યું હતું જેથી ટીમને શંકા જતાં આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી છે.આવકવેરા વિભાગના સૂત્રો એ જણાવ્યું કે 60 લાખ રોકડ અને 1 કિલો ગોલ્ડ સીઝ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ હોય ત્યારે 20,000 થી વધુની રોકડની હેરફેર માટે પુરાવાઓ રાખવાનાં હોય છે.આવા કેસ સ્ટેટીસ્ટિક ટીમ અને પોલીસ આવકવેરા વિભાગને વધુ તપાસ માટે સોંપી દેતી હોય છે.બંને શકમંદોને આવકવેરા વિભાગે નોટિસ આપી નાણાંના સ્રોતનો ખુલાસો કરવા જણાવ્યું છે.