શાયલી કૃષ્ણ જમ્મુ અને કાશ્મીરના રેફયુજી કેમ્પમાં જન્મી છે. કાશ્મીરી પંડિત છે અને ખરેખર જ કાશ્મીર કી કલી છે. 1998માં જન્મી ત્યારે તો તેના કુટુંબનું પણ ભવિષ્ય નહોતુ પણ સંતોષ શિવને તેને જોઈ અને જીવન બદલાઈ ગયું. પહેલીવાર પોતાના બેડરૂમ અને વોશરૂમવાળા ઘરમાં રહેતી થઈ. માત્ર આઠ વર્ષની ઉંમરે તેણે કેમ્પ છોડેલો. 2012માં તેને ‘ઉરુમી’ ફિલ્મ મળી જે મલયાલમ ભાષાની હતી. પછી તો તેણે ઘણી બ્રાન્ડ માટે મોડલીંગ પણ કર્યું. જો કે સંતોશ શિવને નહીં સિનેમેટોગ્રાફર રવિ વર્માએ તેને પ્રથમવાર જોઈ હતી ને થોડા ફોટોગ્રાફ્સ લીધેલા. સંતોશ શિવનને થયું કે આતો ફિલ્મોમાં કામ લાગશે અને ‘મોહા’માં કામ કરવા હા પડાવી.
પછી ‘બર્મુડા’, ‘જેક એન્ડ જિલ’ જેવી મલયાલમ ફિલ્મોમાં ય કામ મળી ગયું. પણ ‘ધ લાસ્ટ અવર’ નામની વિડીયો સિરીઝ એમેઝોન પ્રાઈમ પર આવી અને બધાની નજરે ચડી જેમાં તે સંજય કપૂર, રાયમા સેન સાથે દેખાયેલી. શાયલીની એક ફિલ્મ છે ‘સીન’ જેમાં તે જાવેદ જાફરી સાથે આવી છે અને એ ફિલ્મ પણ સંતોશ શિવનની જ છે. આ ફિલ્મ 7 ઓકટોબરે રિલીઝ થઈ રહી છે. શાયલીને ઘણી આશા છે કે આ નાની ફિલ્મ તેના માટે મોટી પૂરવાર થશે. તેને એ વાતનો પણ આનંદ છે કે જમ્મુ-કાશ્મીરના ઘણાં કલાકારો હવે ફિલ્મોમાં કામ કરી રહ્યાા છે. બાકી દૂર કાશ્મીરના હોય તે મુંબઈમાં ઘરની કલ્પના પણ ન કરી શકે. •