National

કાશ્મીર: બરફવર્ષાને કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી તો સેનાએ આ રીતે કરી ગર્ભવતી મહિલાની મદદ

“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર” અને આ જ લક્ષ્મી ઘર-પરિવારમાં ઘણા ચમત્કારો કરતી હોય છે, જો કે કશ્મીરમાં એક દીકરીનો જન્મ (BABY BORN) પોતેજ એક ચમત્કાર (MIRACLE) કહી શકાય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત એમ હતી કે હોસ્પિટલ પહોંચાડતી વખતે મહિલાની પ્રસવ પીડામાં અચાનક વધારો થઇ ગયો હતો અને ત્યારબાદ આશા વર્કરે જીપ્સીના ડ્રાઇવરને વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરવા કહ્યું હતું. આ પછી હાજર સેનાની તબીબી ટીમે મહિલાને જિપ્સીમાં જ સુવાવડ (DELIVERY) કરવાનો નિર્ણય કર્યો.

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આર્મી જિપ્સી (ARMY GYPSY)માં એક મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો છે. માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. આ મામલો કુપવાડામાં સ્થિત કલારુસનો છે. સોમવારે સવારે આશરે ચારેક વાગ્યે એક મહિલાને પ્રસવ પીડા થઈ હતી. જેથી તુરંત એમ્બ્યુલન્સ (AMBULANCE) મંગાવવામાં આવી હતી પરંતુ બરફવર્ષા (SNOWFALL)ને કારણે એમ્બ્યુલન્સ મહિલાના ઘરે પહોંચી શકી ન હતી.

આ પછી આશા વર્કરે કલારુસના કંપની કમાન્ડરને ફોન કરીને મદદ માટે કહ્યું. આશા વર્કરે જણાવ્યું કે, પ્રસવ પીડાથી પીડાતી મહિલાને નારીકૂટથી કલારુસની હોસ્પિટલમાં લઈ જવી પડે છે. બરફવર્ષાને કારણે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકતી નથી. માહિતી મળ્યા બાદ મેડિકલ ટીમ સાથે આર્મી જિપ્સી નારીકુટ જવા રવાના થઈ.

હોસ્પિટલ પહોંચાડતી વખતે મહિલાની પ્રસવનો દુખાવો વધ્યો હતો અને ત્યારબાદ આશા વર્કરે જીપ્સીના ડ્રાઇવરને વાહનને રસ્તાની બાજુમાં પાર્ક કરવા કહ્યું હતું. આ પછી હાજર સેનાની તબીબી ટીમે (ARMY DOCTOR TEAM) મહિલાને જિપ્સીમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો. મહત્વની વાત છે કે હિમવર્ષા અને ઓછી દૃશ્યતા પછી પણ સ્ત્રીની સફળ ડિલિવરી થઈ શકે છે. જિપ્સીમાંથી નાની રાજકુમારીનો રડવાનો અવાજ સાંભળ્યા પછી ત્યાં હાજર લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. બાળકીના પિતાની આંખોમાં આનંદના આંસુ હતા. વ્યવસાયી મજૂર ગુલામ રબાનીએ પોતાની બાળકીને ભેટી હરખના આશુ સાથે ભેટી લીધી હતી.

બાદમાં બંને બાળકોને કલારુસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કંપની કમાન્ડરએ ગુલામના પરિવાર (FAMILY)ને અભિનંદન આપ્યા અને કેટલીક ભેટો આપી. ભાગીદાર આશા વર્કર સાદિયા બેગમને પણ ભેટો એનાયત કરાઈ હતી. આ ઘટના સાથે, ફરી એકવાર સાબિત થયું છે કે સેના લોકોની સાચી સહાનુભૂતિ રાખે છે.અને સમય પડે મદદ માટે ખડેપગે હાજર રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top