National

આઈફોન ખરીદવાના રૂપિયા નહીં હોય યુવકે બનાવ્યો ખતરનાક પ્લાન, ડિલીવરી બોયનું મર્ડર કર્યું અને…

કર્ણાટક: કર્ણાટકના હાસન વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં આઈફોન માટે એક ડિલીવરી બોયની હત્યા કરી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે હત્યા કર્યા બાદ ડિલીવરી બોયની લાશને પોતાના જ ઘરમાં ત્રણ દિવસ સુધી સંતાડી રાખ્યા બાદ હત્યારો ડેડબોડીને ઠેકાણે પાડવા તે સ્કૂટી પર લઈ નીકળ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ કેસની વિગત ખૂબ જ ચોંકાવનારી છે. મોબાઈલ ફોન ખરીદવાના રૂપિયા નહીં હોય કર્ણાટકના હાસન વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવકે એક ડિલીવરી બોયની હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવકે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી તે સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ છે.

  • કર્ણાટકની હાસન વિસ્તારની ઘટના: મોબાઈલ ફોન માટે 21 વર્ષીય આરોપીએ ડિલીવરી બોયની હત્યાનું કાવતરું રચ્યું
  • ફ્લીપકાર્ટ પર સેકન્ડ હેન્ડ આઈફોનનો ઓર્ડર આપ્યો, ડિલીવરી બોય ફોન આપવા આવ્યો ત્યારે ઘરમાં બોલાવી તેની હત્યા કરી દીધી

આરોપી હેમંત દત્તા મોબાઈલ ખરીદવા માંગતા હતો, પરંતુ તેની પાસે રૂપિયા નહોતા. જેથી આરોપીએ ફ્લીપકાર્ટ પર આઈફોન ઓર્ડર કર્યો હતો. આઈફોનની ડિલીવરી લઈ 23 વર્ષનો ડિલીવરી બોય 7 ફેબ્રુઆરીએ આરોપીના ઘરે પહોંચ્યો હતો ત્યારે આરોપીએ તેને રાહ જોવાનું કહ્યું હતું. બાદમાં ડિલીવરી બોયને ઘરમાં બોલાવી તેના પર ધારદાર હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. પોલીસને મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીએ અર્સિકેરે શહેરના અંક્કોપ્પલ રેલવે સ્ટેશન પાસેથી મળ્યો હતો.

હત્યાના ત્રણ દિવસ બાદ ડિલીવરીના બોયના ભાઈ મંજૂ નાયકે પોલીસને ફરિયાદ આપી હતી. ડિલીવરી બોય હેમંત નાઈક ગાયબ થઈ ગયો હોવાની પ્રાથમિક તબક્કામાં તપાસ કરાઈ હતી. પરંતુ બાદમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં આરોપી સ્કૂટી પર ડેડબોટી લઈ જતો જોવા મળ્યો હતો. તેના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીએ પોલીસને કહ્યું કે, પોતે સેકન્ડ હેન્ડ આઈફોન ઓર્ડર કર્યો હતો. જેની કિંમત 46 હજાર રૂપિયા હતા. ઈ કાર્ટમાંથી ડિલીવરી બોય હેમંત નાઈકે તે આપવા આવ્યો હતો. તેની હત્યા કર્યા બાદ કંઈ સમજમાં નહીં આવતા ત્રણ દિવસ સુધી લાશ ઘરમાં રાખી અને અંતે સ્કૂટી પર લઈને તે ઠેકાણે પાડવા નીકળ્યો હતો.

Most Popular

To Top