Comments

કર્ણાટક: કોંગ્રેસનું પુનરુત્થાન

કર્ણાટકમાં પ્રચંડ વિજય કોંગ્રેસ માટે પુનરુત્થાનની ક્ષણથી કમ નથી. તેના એક થી વધુ કારણ છે. ભારતીય જનતા પક્ષને હિમાચલ પ્રદેશમાં અને હવે કર્ણાટકમાં ઠોકર વાગી અને તેના વિજય રથ હચમચી ઉઠ્યો. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિન્દુત્વ અતિ રાષ્ટ્રવાદ અને ડબલ એન્જિનના ફુગ્ગા માંથી હવા નીકળી ગઈ ત્યારે ભારતીય જનતા પક્ષને હવે અંતર નિરીક્ષણ કરવાની જરૂર છે. તેમનું કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર ક્યાંય હવામાન ઉડી ગયું અને હવે તો ભાજપમુક્ત દક્ષિણ એવું સૂત્ર બનાવવાનો સમય પાકી ગયો છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં વિજય થયો એટલું જ નહીં પણ ભાગલાખોરી થી ખદબદતા આ પક્ષમાં મુખ્યમંત્રીની પસંદગી પણ ત્રણ જ દિવસમાં કરી શકાઈ! કોંગ્રેસ માટે આ પણ આશ્ચર્ય કહેવાય! કર્ણાટકના પરિણામથી કોંગ્રેસના નાના-મોટા નેતાઓ અને કાર્ય કરવામાં અનેરો જુસ્સો આવ્યો છે!

કોંગ્રેસ માટે હવે શું?
2024 થી લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોની એકતા માટેની ઝુંબેશ માં કોંગ્રેસ હવે ‘મોટા ભાઈ ‘બની શકે છે. એ વાત અન્ય વિરોધ પક્ષોએ સ્વીકારવી જ રહી. તેનું ઝળહળતું ઉદાહરણ છે તૃણ મૂલ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી. તે મને કર્ણાટકમાં કોંગ્રેસના વિજયને આપમેળે સ્વીકાર કર્યો અને તેમને કારણે કોંગ્રેસ વિના વિપક્ષી એકતા સાધવાનો તેમનો આથાગ્રહ હવે મોળો પડે છે. તેમણે ત્રીજા મોરચાની વાત પડતી મૂકી છે. જાતે સ્વીકાર્યું છે કે લોકસભાની 200 બેઠકો એવી કે જ્યાં કોંગ્રેસ વિરોધ પક્ષના ટેકાથી ભારતીય જનતા પક્ષને સીધી લડત આપી શકે અને પ્રાદેશિક પક્ષોની તાકાત નો સ્વીકાર કરી કોંગ્રેસ તેમની સાથે વાત કરી શકે.

મમતાની આ નાટ્યાત્મક ગુલાલ છે કારણકે મોટાભાગના વિરોધ પક્ષો સ્વીકારતા હતા કે કોંગ્રેસ વગર વિપક્ષે એકતા ન થવી જોઈએ કારણ કે એ મોરચાની કોઈ અસર નહીં રહે હવે સવાલ એ છે કે કોંગ્રેસ તૃણ મૂલ કોંગ્રેસને સામેલ કરશે કે બંગાળમાં તેને તેની રીતેલડવા દેશે? કર્ણાટકમાં કોંગ્રેસના વિજય થી દક્ષિણ ભારતમાં વાજતે ગાજતે પ્રવેશવાનું ભારતીય જનતા પક્ષનું સપનું રોળાઈ ગયું. ઉલટાનું હવે તેની ભાવિ મજબૂતી સામે પ્રશ્નો ઊભા થયા છે. લોકસભાની ચૂંટણીમાં તેને 28 માંથી 25 બેઠક મળી હતી પણ હવે એક કોંગ્રેસે તેની લોકપ્રિયતા પર પાયામાં ઘા માર્યો છે.

દક્ષિણના રાજ્યોની લોકસભાની 130 બેઠકો છે. કર્ણાટકમાં મોદીને વ્યક્તિગત વિનંતી છતાં તેનો રકાસથયો છે. આંધ્ર કેરળ તમિલનાડુ અને તેલંગણમાં પ્રવેશ કરી લોકસભાને ચૂંટણી લડવાની તેની યોજના પર અત્યારે તો પાણી ફરી વળ્ય છે.
કર્ણાટકમાં બે વિરોધાભાસી અંકો એક સાથે ભજવાતા હતા ૧. મોદીના નામનો જાદુ ચલાવવા ગયા અને ૨. ચૂંટણી ઝુંબેશ માં સૌથી લોકપ્રિયતા વિવાદસ્પદ બી એસ યેદયુ રપ્પા રાજ્યના લગભગ તમામ મોટા નેતાઓને કોરાણે મૂકી દેવામાં આવ્યા.

કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે વિકેન્દ્રિત અભિગમ સ્વીકાર્યો અને સિધ્ધરામૈયા અને શિવકુમાર જેવા નેતાઓ રણમોરચાની વચ્ચે આવી ગયા અને સોનિયા રાહુલ અને પ્રિયંકા એ ટેકા રૂપ ભૂમિકા ભજવી પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એ મહત્વની ભૂમિકા ભજવી પણ વર્ચસ્વ જમાવ્યા વગર. કર્ણાટકના પરિણામે ફરી એકવાર પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓની ભૂમિકા નો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે હકીકત એ છે કે આ બંને પક્ષમાં રાજ્યસ્તરના નેતાઓને ભાગે જ ઉપસવા દીધા છે. હવે છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસે સ્થાનિક નેતાઓને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈશે સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવું પડશે.

કર્ણાટકમાં મોદી મેજીક અને ભારતીય જનતા પક્ષની હિન્દુત્વ પ્રયોગશાળા ની કસોટી થઈ ગઈ મોદી મેજિક હિન્દી પત્તાથી આગળ ચાલ્યો નહીં અને સ્થાનિક નેતાગીરીને પાંખો આપવાની વાત સમજવી પડશે. પૂર્વાંચરમાં મોદી મેજીક થોડો ચાલ્યો પણ પૂર્વમાં અને દક્ષિણમાં કોંગ્રેસે હવે જોઈ લીધું હશે કે તે અનુસૂચિત જાતિ/જનજાતિ અને લઘુમતીઓ માં ધરાવે છે અનુસૂચિત જાતિઓના વર્ચસ્વ વાળી 15 બેઠકો માંથી બહુમતી બેઠકો મળી છે જ્યારે મોદીને આદિવાસીઓની ઉન્નતિની વાતનો ખાસ પ્રતિસાદ નથી મળ્યો. કોંગ્રેસ આ આધારને પકડી રાખશે તો લોકસભાની આગામી ચૂંટણીમાં અને ઝુંબેશ માં તેનું વજન વધશે.

અત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે લગભગ ૧/૫ મત સાથે ભારતીય જનતા પક્ષ પછીના બીજા સૌથી મોટા પક્ષ ના સ્થાને આવ્યો છે મોદીના વિજય રથ સામે ટક્કર લેવામાં કોંગ્રેસની શું જરૂર છે એવા પ્રશ્નની હવા નીકળી ગઈ છે. કર્ણાટક એ કોંગ્રેસને વિપક્ષની દ્રષ્ટિએ અનિવાર્ય બનાવ્યો છે. વડાપ્રધાન બનવાના સપના જોતા મમતા બેનર્જી અને ભારત રાષ્ટ્રીય સમિતિના વડા તેમજ તેલંગાણા ના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પણ કબુલ કરશે કે કોંગ્રેસ વગર વિપક્ષી એકતા નહી વાતો પણ બબડાટ છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top